જાણવા જેવું પ્રેરણાત્મક

શા કારણે આવે છે ડિપ્રેશન ? કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને? જાણો ડિપ્રેશનના લક્ષણો, કારણો અને બચાવના ઉપાયો

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી અને સોશિયલ મીડિયામાં ડિપ્રેશન શબ્દ ગુંજવા લાગ્યો, પરંતુ ઘણા લોકોને ડિપ્રેશન વિશે વધુ માહિતી નથી, આપણે ઘણીવાર ટેંશનને જ ડિપ્રેશન માની લેતા હોઈએ છીએ, ઘણા લોકો ડિપ્રેશનમાં જીવતા હોય છે પરંતુ તેમને પણ ખબર નથી હોતી કે તે ડિપ્રેશનમાં છે, પરંતુ આજે અમે તમને ડિપ્રેશનના લક્ષણો, કારણો અને કેવી રીતે ડિપ્રેશન દૂર કરી શકાય તેના વિષે જણાવીશું.

Image Source

શું છે ડિપ્રેશન? :
જીવનમાં ક્યારેક આપણને લો ફીલ થતું હોય છે, જો કે એકે સામાન્ય બાબત છે પરંતુ સતત તમને આવું થયા કરે છે અને તમારી સાથે જ સતત જોડાયેલું રહે છે તો આ ડિપ્રેશન છે. ડિપ્રેશનમાં જીવનમાં નીરસતા આવી જાય છે, જીવન ખાલી ખાલી લાગવા લાગે છે. આવા સમયમાં ના મિત્રો સારા લાગે છે, ના કોઈ કામમાં મન લાંગાએ છે. આપણું જીવન જાણે હોપલેસ થઇ ગયું હોય તેવો અનુભવ થાય છે. આવા સમયમાં હકારાત્મક વાતો પણ આપણને નકારાત્મક જ લાગવા લાગે છે. જો તમારી સાથે પણ આવું બનતું હોય છે તો ચિંતા કરવાની જરૂર નથી. પહેલા તમે ડિપ્રેશનના કારણો તપાસો અને પછી તેને દૂર કરવાનો પ્રયાસ કરો.

Image Source

ડિપ્રેશનના કારણો:
નીચે જણાવેલ કારણો જો તમારી સાથે પણ અનુભવાઈ રહ્યા હોય તો તમને પણ ડિપ્રેશન હોવાની સંભાવના છે.

 • તમને ઊંઘ નથી આવતી કે ખુબ જ વધારે ઊંઘ આવે છે.
 • તમે ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા, જે કામ તમે પહેલા ખુબ જ સરળતાથી કરી લેતા હતા તેમાં પણ તમને હવે મુશ્કેલી આવવા લાગે છે.
 • તમે પોતાની જાતને હોપલેસ અને હેલ્પલેસ સમજાવા લાગી જાવ છો.
 • તમે ભલે ગમે તેટલા પ્રયત્નો કરી લો, પરંતુ તમારા દિમાગમાં આવતા નકારાત્મક વિચારોને રોકી નથી શકતા.
 • તમને ભૂખ જ નથી લાગતી કે પછી તમે વધારે પડતું ખાઈ રહ્યા છો.
 • તમે પહેલા કરતા વધારે ચીડિયા અને આક્રમકઃ બની જાવ છો, અને ગુસ્સો પણ કરવા લાગો છો.
 • જો તમે કોઈ વ્યસન કરો છો, તો સામાન્ય કરતા પણ ડિપ્રેશનના સમયમાં વધારે વ્યસન કરવા લાગો છો.
 • તમને એવું સતત લાગ્યા કરે છે કે જિંદગી જીવવા લાયક નથી અને તમારા મનમાં આત્મહત્યા કરવાના જ વિચારો આવ્યા કરે છે. (જો આવા વિચાર તમારા મનમાં આવી રહ્યા છે તો તરત ડોક્ટરને બતાવવું જોઈએ.)
Image Source


ડિપ્રેશન આવવાના કારણો:

કેટલીક બીમારીઓ પાછળના નિશ્ચિત કારણો હોય છે, જેણાંકથી તેનો ઈલાજ સરલતાથી થઇ શકે છે. ડાયાબિટીઝ હોય તો ઇન્સ્યુલિન લેવાય, પથરી હોય તો સર્જરી કરાવી શકાય, પરંતુ ડિપ્રેશન થોડી જટિલ બીમારી છે. આ ફક્ત મગજમાં રહેલા કેમિકલ ઇનબેલેન્સના કારણે નહિ પરંતુ કેટલાય અન્ય જૈવિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક કારણોને લઈને થાય છે. તમને એવા જ કેટલાક મહત્વના કારણો જણાવી રહ્યા છીએ જે ડિપ્રેશન લાવવામાં ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે.

 • એકલતા
 • સોશિયલ સ્પોર્ટની ઉણપ
 • થોડા સમય પહેલા જ થયેલો તણાવપૂર્ણ અનુભવ
 • વૈવાહિક કે બીજા સંબંધોમાં આવેલી ખટાશ
 • ખરાબ બાળપણ
 • દારૂ જેવી અન્ય નશીલી દવાઓનું સેવન
 • બેરોજગારી
 • કામનું ભારણ
Image Source


ડિપ્રેશન દૂર કરવાના ઉપાયો:

એવું નથી હોતું કે ડીપ્રેશનમાંથી બહાર નથી આવી શકાતું, ડિપ્રેશનનો ઈલાજ પણ છે, ઘણા મનોચિકિત્સક ડિપ્રેશન દૂર કરવા માટેની સલાહ અને દવા પણ આપતા હોય છે, એ સિવાય પણ બીજા કેટલાક વિકલ્પો દ્વારા તમે ડીપ્રેશનમાંથી બહાર આવી શકો છો.

 • ડિપ્રેશન લાગતા પોતાની અંદર ઉભરાતા વિચારોને પરિવાર અથવા મિત્રોને જાણવી દો.
 • સંબંધોમાં સુધાર લાવીને.
 • દૈનિક વ્યાયામ કરીને.
 • સ્વાસ્થ્યવર્ધક ભોજન લઈને.
 • નકારાત્મક વિચારો દૂર કરીને.
 • સ્ટ્રેસ મેનેજમેન્ટ માટેનો કોર્ષ કરીને.
 • ડિપ્રેશનનો શબ્દ પ્રયોગ ઓછો કરો.
 • નાની મોટી તકલીફો અને દુઃખોને ડિપ્રેશનનું નામ ના આપો.
 • સારી વાતો અને હકારત્મક વાતોનું વાંચન કરો.
 • જો કોઈને તમે દિલમાં રહેલી વાત જણાવી ના શકો તો ડાયરીમાં કે કોઈ કાગળમાં લખી દો.
 • નકારત્મક વિચારો વાળા લોકોથી દૂર રહો.
 • નિષ્ફ્ળતાથી ઘભરાવવાના બદલે બમણી હિંમતથી તેનો સામનો કરો.
Image Source

આ કારણો દ્વારા તમે ડિપ્રેશનથી બચી શકો છો, આમ છતાં પણ તમરા મનમાં સતત નકારત્મક વિચારો આવતા હોય, એને તમને સતત ડિપ્રેશનનો અનુભવ થઇ રહ્યો હોય તો મદદ મેળવવા માટે જીવન આસ્થા 24X7 ચાલતી હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800233330 ઉપર કોલ કરવો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.