ખજુરભાઇના ઈન્સ્ટાગ્રામમાં ફોલોઅર્સ જોઇ ગાંડી ગાંડી થઇ ગઇ સ્વિજરલેન્ડની છોકરીઓ- જુઓ વીડિયો

ગુજરાતના ગરીબોના મસીહા અને સોશિયલ મીડિયાનો જાણિતો ચહેરો એવા ખજુરભાઇ ઉર્ફે નીતિન જાની ઘણીવાર તેમના સેવાકીય કાર્યોને લઇને ચર્ચામાં રહે છે. યૂટયૂબર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરનાર નીતિન જાની હવે સેવાકીય કાર્યોમાં ગુજરાતનું બહુ મોટુ નામ બની ગયા છે. તેમને લોકો ગુજરાતના સોનુ સૂદ તરીકે પણ ઓળખે છે.

નીતિન જાનીને કોઇ ઓળખની જરૂર નથી, તેમનું નામ ગુજરાતના દરેક ગામ અને ઘરમાં ગુંજે છે. નીતિન જાની યૂટયૂબરની સાથે સાથે ખરા અર્થમાં એક સમાજસેવી તરીકે ઉભરી આવ્યા છે. જો કે, હાલમાં તેઓ અન્ય કારણોસર ચર્ચામાં છે. નીતિન જાનીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ વિદેશી છોકરીઓ સાથે જોવા મળી રહ્યા છે.

નીતિન જાની પાસે આ સ્વિજરલેન્ડની છોકરીઓએ ઈન્સ્ટાગ્રામ આઇડી માંગી હતી અને તેઓ ખજુરભાઇના ફોલોઅર્સ જોઇને તો ગાંડી ગાંડી થઇ ગઇ હતી. વીડિયોમાં જોઇ શકાય છે કે નીતિન જાની એક છોકરીને તેના ફોલોઅર્સ વિશે પૂછે છે અને તે કહે છે કે માત્ર 100 જ છે વધારે નથી. આ ઉપરાંત તે એવું પણ કહે છે કે તમે બધા સ્વિજરલેન્ડના છો તો તે લોકો હા પણ કહે છે.

જો કે વીડિયોમાં એક મસ્તીની પળ ત્યારે આવે છે જ્યારે ગુજરાતીમાં તરુણ જાની એવું બોલતા સંભળાય છે કે આ લોકોને કે ને મને પણ ફોલો કરી લે… નીતિન જાની વીડિયોમાં એવું કહેતા સંભળાય છે કે તમે બહાર ફરતા હોવ ને લોકો તમને એપ્રોચ કરે, ઇન્સ્ટાગ્રામ. અમેરિકાની અંદર, દરેક કન્ટ્રીની અંદર ઇન્સ્ટાગ્રામ ફોલોઅરની વેલ્યુ વધારે હોય છે. ઇન્ફ્લુએન્સરની વેલ્યુ બહારની કન્ટ્રીની અંદર વધારે હોય છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!