અભિનેત્રી હિના ખાન હાલમાં યોજાયેલા 72મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળી હતી અને તેમની ખુબ જ ચર્ચા પણ થઇ હતી. રેડ કાર્પેટ પર પોતાનો જાદુ બતાવ્યા પછી હિના પોતાના બોયફ્રેન્ડ રોકી જયસવાલને મળવા ઇટલી ગઈ હતી. હાલ હિના સ્વિટ્ઝર્લેન્ડમાં સમય પસાર કરે છે.
હિના ખાન પોતાના વ્યસ્ત કામની વચ્ચે સમય કાઢીને સ્વિટ્ઝર્લેન્ડ ગઈ છે. હિનાએ પોતાના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટમાં કેટલાક ફોટા શેર કર્યા છે તેમાં એ મસ્તી કરતી જોવા મળે છે. આ ફોટાઓમાં હિના ખુબ જ સુંદર લાગી રહી છે.
તેમને પોતાનો એક ફોટો શેર કર્યો છે જેમાં તેમને લાલ રંગનો ડ્રેસ પહેર્યો છે. આ ફોટામાં હીનાએ વાદળી રંગનું મસ્કારા અને આઈ લાઈનર લગાવ્યું છે. હીનાએ હાથમાં ફૂલ પકડ્યું છે. આ ફોટાને પોતાના ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં મુકતા હીનાએ લખ્યું છે કે, “મારા વાદળી મસ્કારા અને આઈ લાઈનર કેવા છે? રોકી જયસવાલે આપેલા ફૂલને જોવાનું ચુકતા નહિ.”
એક ફોટામાં હિના ગુલાબી અને નેવી સ્ટ્રિપ્ડ વન શોલ્ડર જંપસૂટમાં જોવા મળે છે. હીનાએ જંપસૂટની સાથે કમરમાં પટો પણ પહેર્યો છે. તેમને એ પટો સ્ટાઇલ માટે પહેર્યો છે એવું લાગે છે. હિનાના ચશ્માં તેના લુકને ખુબ જ સુંદર બનાવે છે. હિનાએ આ ડ્રેસની સાથે આછો મેકઅપ અને હળવા વાંકળીયા વાળ રાખ્યા છે. તે આ ફોટામાં ખૂબસૂરત લાગી રહી છે.
હિના પોતાની જિંદગી ખુલ્લા દિલથી જીવવામાં મને છે. આમ છતાં પણ તેમાં કેટલીક વાર તેમને ટ્રોલ પણ કરવામાં આવે છે, પણ તે કોઈ પણ નેગેટિવ ટ્રોલની અસર પોતાના પર નથી થવા દેતી. હિના દરેક કામને આત્મવિશ્વાસથી કરે છે ને પોતાની મહેનતના દમ પર નાના પડદાથી કાન્સ સુધીનો સફર કર્યો છે.
હિના પોતાની આવનારી ડેબ્યુ ફિલ્મ લાઇન્સ માટે આવી હતી અને અહીં તેમની ફિલ્મનું પોસ્ટર પણ લોન્ચ થયું હતું. લાઇન્સમાં નાજિયા નામની એક છોકરીની કહાની છે જે LOC ની નજીક રહે છે અને જીવનમાં અવનવી તકલીફોના સામનો કરે છે. હિનાની ફિલ્મનું પોસ્ટર જોરદાર હતું, જેમાં હિના બે માંગ ટીકા પહેરેલી જોવા મળે છે. હિનાનું ખાલી મોઢું જોવા મળે છે જેની આગળ કાંટાવાળા તાર છે. આ પોસ્ટરમાં તે ગભરાયેલી જોવા મળે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks