અમિતાભ બચ્ચન સાથે ‘ચિની કમ’માં જોવા મળેલ આ નાનકડી ક્યૂટ છોકરી હવે થઇ ગઈ બોલ્ડ- જોતા જ દિલ દઈ બેઠશો
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને તબ્બુની ફિલ્મ ‘ચીની કમ’ રિલીઝ થયાના 14 વર્ષ થઇ ચુક્યા છે. ફિલ્મ વર્ષ 2007 માં રિલીઝ થઇ હતી. ફિલ્મમાં અમિતાભ-તબ્બુના સિવાય એક બાળ કલાકારના અભિનય તરફ દરેકનું ધ્યાન ગયું હતું. આ બાળ કલાકારનું નામ છે અભિનેત્રી ‘સ્વીની ખરા’. ફિલ્મમાં સ્વીનીના અભિનયની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી.

ચીની કમ ફિલ્મના સમયે સ્વીની માત્ર 9 વર્ષની હતી અને આજે તે 22 વર્ષની થઇ ચુકી છે, આટલા સમયમાં તેનો લુક ખુબ જ બદલાઈ ગયો છે. નાની એવી સ્વીની આજે એકદમ ગ્લેમરસ બની ગઈ છે.

સ્વીનીનો જન્મ વર્ષ 1998માં મુંબઈમાં થયો હતો. પહેલી વાર સ્વીનીએ ફિલ્મ પરિનીતામાં કામ કર્યું હતું અને ત્યારે તે સાત વર્ષની હતી. ચીની કમ ફિલ્મમાં સ્વીની અમિતાભજીની પાડોશી હોય છે અને તે એકમાત્ર અમિતાભજીની મિત્ર હોય છે.

ફિલ્મમાં સ્વીની કેન્સરની દર્દી હોય છે આ અમિતાભ તેને પ્રેમથી ‘સેક્સી’ કહીને બોલાવે છે. બાળ કલાકારના સ્વરુપે સ્વીની ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં પણ કામ કરી ચુકી છે.

સ્વીની ભલે બાળપણથી અભિનય કરવા લાગી હોય પણ તે પોતાને એક કલાકારના સ્વરૂપે નથી જોતી. તેનું સપનું છે કે તે એનિમેશન ડાયરેક્ટર બને અને તેના માટે તે તૈયારી પણ કરી રહી છે.તેના માટે તેણે ફોટૉશોપ, કોરલડ્રો જેવા કોર્સ પણ કર્યા છે.

સ્વીનીએ ટીવી શો બા બહુ ઔર બેબી, દિલ મિલ ગયે, સીઆઇડી જેવા શો માં કામ કર્યું છે આ સિવાય તેણે એલાન, કાલો, સિયાસત, પાઠશાલા, દિલ્લી સફારી, ચીંગારી, એમએસ.ધોની, પૈડમેન જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ફિલ્મ એમ.એસ ધોની માં સ્વીનીએ ધોનીના બહેનનો બાળપણનો કિરદાર નિભાવ્યો હતો.

બાળપણમાં ખુબ જ ક્યૂટ દેખાતી સ્વીની ખુબ જ ગ્લેમરસ બની ગઈ છે. હાલ સ્વીની ફિલ્મોથી દૂર પોતાના અભ્યાસમાં ધ્યાન આપી રહી છે અને કથક પણ શીખી રહી છે.

સ્વીની સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાના એકાઉન્ટ પર દેશ-વિદેશની વેકેશનની તસ્વીરો પણ શેર કરતી રહે છે. સ્વીની પોતાના મિત્રો સાથે પણ સમય વિતાવતી રહે છે અને ખુબ ધમાલ-મસ્તી કરે છે.