અમિતાભ બચ્ચન સાથે કામ કરી ચૂકેલી આ અભિનેત્રી બંધાઇ સગાઇનમાં બંધનમાં, ડ્રીમી એન્ગેજમેન્ટમાં પિંક એમ્બેલિશ્ડ ગાઉનમાં એકદમ પરી જેવી લાગી અભિનેત્રી

‘MS ધોની’ની બહેન અને અમિતાભની અભિનેત્રીએ કરી સગાઇ ! તસવીરો જોઇ નહિ હટે નજર

આ દિવસોમાં લગ્ન અને સગાઈની સિઝન ચાલી રહી છે. ભૂતકાળમાં ઘણા સેલેબ્સે લગ્ન કરી જીવનસાથી તરીકે પોતાના સપનાના રાજકુમાર કે સપનાની રાજકુમારીની પસંદ કરી અને જીવનની નવી સફર શરૂ કરી. ત્યારે હવે વધુ અભિનેત્રીનું નામ આ લિસ્ટમાં સામેલ થઈ ગયું છે.

‘ચીની કમ’ની ચાઇલ્ડ એક્ટ્રેસ સ્વિની ખારાએ તેના બોયફ્રેન્ડ ઉર્વીશ દેસાઈ સાથે ડ્રીમી એન્ગેજમેન્ટ કરી છે. જેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અભિનેત્રીએ સગાઈની સેરેમનીની ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

સ્વિનીએ સગાઈ માટે પિંક ફેધર ગાઉન પહેર્યું હતું જ્યારે ઉર્વીશ શેરવાનીમાં જોવા મળ્યો હતો. તસવીરોમાં સ્વિની અને ઉર્વીશ રોમેન્ટિક થતા જોવા મળી રહ્યા છે, આ ઉપરાંત બંને ઘૂંટણિયે બેસી એકબીજાને રિંગ પણ પહેરાવી રહ્યા છે.

ઉર્વિશ અને સ્વિનીએ તેમની સગાઈમાં દિલ ખોલીને ડાન્સ પણ કર્યો હતો, જેની પણ ઝલક તસવીરોમાં જોવા મળી રહી છે. તસવીરોમાં કપલના ચહેરા પરની ખુશી જોવાલાયક છે. સ્વિનીએ સગાઈની તસવીરો પોસ્ટ કરી કેપ્શનમાં લખ્યું, “હું તમારી સાથે પેપર રિંગથી લગ્ન કરીશ.”

સ્વિનીની સગાઈની તસવીરો સામે આવ્યા બાદથી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ઘણા સેલેબ્સે સ્વિનીને તેની સગાઈ માટે અભિનંદન પાઠવ્યા છે. અવિકા ગૌરે કોમેન્ટ સેક્શનમાં કપલ માટે અભિનંદનની શુભેચ્છા પોસ્ટ કરી છે. તેમની સગાઈમાં સ્વિની અને તેનો બોયફ્રેન્ડ ઉર્વિશ પણ રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા.

આ દરમિયાન ઉર્વીશે તેની લેડી લવને ક્યૂટ કિસ પણ કરી હતી.’ચીની કમ’ ઉપરાંત ‘એમએસ ધોની’ બાયોપિક ‘એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’, ‘પરિણીતા’, ‘સિયાસત ધ પોલિટિક્સ’, ‘હરિ પુત્તર’ અને ‘પાઠશાલા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

ફિલ્મ એમ.એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’માં તેણે ધોનીની નાની બહેન જયંતિની ભૂમિકા ભજવી હતી. સ્વિની ટીવી શો ‘બા બહુ ઔર બેબી’, ‘દિલ મિલ ગયે’ અને ‘ઝિંદગી ખટ્ટી મીઠી’માં પણ જોવા મળી છે.

Shah Jina