સાઇકલ ચલાવીને જઈ રહેલા ઝોમેટોના ડિલિવરી બોયનો સ્વિગીના ડિલિવરી બોયે પકડ્યો હાથ, નજારો તમારું પણ દિલ જીતી લેશે, જુઓ વીડિયો

એક હિન્દી કહેવત છે કે “ઘાયલ કી ગત ઘાયલ જાને.” એટલે કે જેણે પીડા અનુભવી હોય એજ બીજાની પીડાને સમજી શકે. ઘણા લોકો એવા હોય છે જે કોઈના દુઃખ સામે વાતો કરતા હોય છે અને ઘણા એવા પણ હોય છે જે માંગ્યા વગર મદદ પણ કરી દેતા હોય છે. સોશિયલ મીડિયામાં આવી ઘણી ઘટનાઓના વીડિયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં એક ઝોમેટો અને સ્વિગીની ડિલિવરી બોયનો વીડિયો લોકોના દિલ જીતી રહ્યો છે.

સ્વિગી અને ઝોમેટો પણ ફૂડ ડિલિવરી માટે એકબીજા સાથે સ્પર્ધા કરતી જોવા મળે છે. કોણ વધુ ઓફર કરે છે તે પણ મહત્વનું છે. જો કે, ફૂડ ડિલિવરી એજન્ટોએ શક્ય તેટલી વહેલી તકે ખોરાક પહોંચાડવો પડતો હોય છે. મોટાભાગના ડિલિવરી બોય બાઇક દ્વારા મુસાફરી કરે છે, જ્યારે કેટલાક એવા પણ છે કે જેઓ સાઇકલ દ્વારા પણ જમવાનું પહોંચાડે છે. આવી સ્થિતિમાં એક એવો વીડિયો સામે આવ્યો છે, જે તમારા દિલને સ્પર્શી જશે.

ઓનલાઈન પોસ્ટ કરવામાં આવેલો આ વીડિયો ખુબ જ હૃદયસ્પર્શી છે. વીડિયોમાં એક સ્વિગી રાઇડર ઝોમેટો ડિલિવરી મેનને મદદ કરે છે જે દિલ્હીની આકરી ગરમીમાં સાઇકલ ચલાવી રહ્યો હતો. Zomato બોય સાઇકલ પર હતો જ્યારે સ્વિગી ડિલિવરી બોય બાઈક પર હતો. સ્વિગી વાળા વ્યક્તિએ Zomato વાળાનો હાથ પકડી લીધો જેથી તેને ગરમીમાં સાયકલ ન ચલાવવી પડે.

 

View this post on Instagram

 

A post shared by Sannah Arora (@sannaharora)

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર સનહ અરોરા નામના યુઝરે શેર કર્યો છે. વીડિયોની સાથે તેણે લખ્યું, ‘દિલ્હીના આ અત્યંત ગરમ અને અસહ્ય દિવસોમાં જોવા મળી સાચી મિત્રતા!’ તેણે પોતાની પોસ્ટમાં ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગી અને ઝોમેટોને ટેગ કર્યા છે. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ ઉપર લાખો લોકોએ જોયો છે અને પસંદ પણ કર્યો છે. સાથે જ ઘણા લોકો કોમેન્ટમાં આ બંનેના વખાણ પણ કરી રહ્યા છે.

Niraj Patel