વડોદરા PI પત્ની સ્વીટી પટેલ કેસ: સ્વીટી પટેલ કેસમાં મોટો ઘટસ્ફોટ, ગુમ થતા પહેલા સ્વીટીએ પીઆઇ પતિને કહ્યું હતું.. “હું મરી જઈશ..અને…”

સ્વીટી પટેલ કેસનું રહસ્ય રોજ બરોજ ઘુંટાતું જઈ રહ્યું છે. સ્વીટી પટેલના ગુમ થયે 1 મહિનાથી પણ વધારેનો સમય વીતી ગયો છે, પોલીસ પણ હજુ સ્વીટી પટેલની શોધખોળ કરી રહી છે, પરંતુ હજુ સ્વીટીની કોઈ ખબર નથી મળી રહી, આ બધા વચ્ચે જ કેટલાક ચોંકાવનરા ઘટસ્ફોટ પણ થતા જોવા મળી રહ્યા છે.

વડોદરાના PI અજય દેસાઈના પત્ની ગુમ થવાના મામલે પોલીસને શંકાસ્પદ માનવ અવશેષ મળ્યા હતા. જેને પોલીસે આ શંકાસ્પદ હાડકા તપાસ માટે FSL માં મોકલ્યા હતા. જેનો ગઈકાલે જ રિપોર્ટ આવ્યો હતો. જેના રીપોર્ટમાં હાડકા  યુવાન અને મધ્યમ વર્ગની ઉંમરના માનવ શરીરના હોવાનું ખુલ્યુ હતું, જેના બાદ પોલિસ આ દિશામાં તપાસ કરી રહી છે અને સ્વીટી પટેલના બે વર્ષના બાળકના અને જે અવશેષો મળી આવ્યા છે તેને DNA ટેસ્ટ માટે ગાંધીનગર ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા હતા.

હવે આ મામલામાં એક બીજો ઘટસ્પોટ થઇ રહ્યું છે. સ્વીટી પટેલ અને તેના પતિ પીઆઇ અજય દેસાઈ વચ્ચેની વૉટ્સએપ ચેટ પણ સામે આવી છે. જેમાં પીઆઇ અને સ્વીટી વચ્ચે વચ્ચે ઝઘડાઓ થતાં હોવાના પુરાવા પોલીસને હાથ લાગ્યા છે. વૉટ્સએપ ચેટ્સમાં સ્વીટીનો એક મેસેજ સામે આવ્યો જેમાં સ્વીટી પટેલ પીઆઇને કહે છે કે, “હું જતી રહીશ, મરી જઇશ.”

પોલીસે મોબાઇલની વોટ્સએપ ચેટને આધારે વધુ તપાસ શરૂ કરી છે. સ્વીટીના મોબાઇલમાંથી હજી મોટા ઘટસ્ફોટ થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે,વડોદરા PI દેસાઇની પત્ની સ્વીટી પટેલ કેસમાં મોટો ખુલાસો થયો હતો, જે સાંભળીને આ એક ક્રાઇમ પેટ્રોલનો એપિસોડ હોય તેમ લાગી રહ્યુ હતુ.

તમને જણાવી દઈએ કે પોલીસ તંત્રમાં SOG શાખા અને કરજણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચુકેલા PI દેસાઇના પત્ની સ્વીટી પટેલ ઘણા સમયથી ગાયબ છે અને તેમની તપાસમાં પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. પોલીસન તંત્ર સ્વીટી પટેલને શોધવામાં લાગી ગયું છે.

PI દેસાઇની પત્ની સ્વીટી પટેલ કથિત રીતે ઘરેથી ચાલ્યા ગયા હતા અને ત્યાર બાદ શનિવારના રોજ પોલિસને એક બિલ્ડિંગની પાછળ શંકાસ્પદ હાલતમાં સળગેલા હાડકા મળી આવ્યા હતા.હાડકા મળી આવ્યા બાદ પોલીસ દ્વારા સ્વીટના પતિના મોબાઈલ લોકેશનની તપાસ કરવામાં આવી હતી અને તે દિવસે PI દેસાઇનું મોબાઈલ લોકેશન અટાલી પાસે મળી આવ્યું હોવાનું જાણવા મળ્યુ હતુ.

કરજણની પ્રયોશા સોસાયટીમાં રહેતા SOG PI દેસાઇના પત્ની સ્વીટી પટેલ 5 જૂનની રાતથી જ ગાયબ છે અને તે બાદ હવે 1 મહિનાથી પણ વધુ સમય વીતી ગયો છે છતાં પણ તેમનો કોઇ પત્તો લાગ્યો નથી.

Niraj Patel