ખબર

સ્વીટી ભારત છોડીને ઓસ્ટ્રેલિયા જતી રહેશે, PI ને શાંતિ થઇ પણ…

વડોદરાના ચકચારી કેસ મામલે હજી પણ નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. ત્યારે PI અજય દેસાઇએ જ સ્વીટી પટેલની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. તેમણે પોતે જ હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. આ કેસને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ગણતરીના દિવસોમાં  જ ઉકેલી નાખ્યો હતો. આ કેસમાં એ વિગત પણ સામે આવી હતી કે સ્વીટી પટેલની લાશને લઇ જવામાં જે કારનો ઉપયોગ કર્યો હતો તે તેની જ છે અને તેણે સ્વીટીના જન્મદિવસ પર તે ખરીદી હતી. તે તેણે બીજાના નામ પર લીધી હતી.

સ્વીટી પટેલ કેસ મામલે અનેક ખુલાસા થઇ રહ્યા છે ત્યારે વધુ એક વિગત બહાર આવી છે. સ્વીટી 15 દિવસના અંતરે જ પ્રેગ્નેટ થઇ ગઇ હતી અને તેના જ કારણે તે અજય સાથે લગ્નની વાત કરી રહી હતી. આના જ કારણે ઝઘડા શરૂ થઇ ગયા હતા અને તેણે ભારત છોડીને ઓસ્ટ્રેલિયા જવાની તૈયારી પણ બતાવી હતી. અજયે પણ ખર્ચ ઉઠાવવાની તૈયારી બતાવી હતી.

અજય દેસાઇને આ વાતથી હાશકારો થયો પરંતુ સ્વીટી ઓસ્ટ્રેલિયા ગઇ નહિ અને આ બાબતે તેમના વચ્ચે ઝઘડા વધી ગયા. આ જ કારણે આખરે કંટાળીને અજયે સ્વીટી પટેલથી છુટકારો મેળવવા માટેનો પ્લાન બનાવ્યો. સ્વીટી પરિણિત હોવા છત્તાં અજય સાથે સંબંધ બાંધ્યા હતા. સ્વીટીના પહેલા લગ્ન ઓસ્ટ્રેલિયામાં થયા હતા અને બીજા અમેરિકામાં. જો કે, તે બંને ન ટક્યા અને આખરે અજય સાાથે ફરી સંબંધ બંધાયા પરંતુ આ પણ ન ટક્યા અને તેની મોતનું કારણ બન્યા.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, અજય દેસાઇન અને સ્વીટી પટેલ છેલ્લા 8 વર્ષથી સંબંધમાં હતા અને તેઓ પરિણિત હોવા છત્તા લિવઇનમાં રહેતા હતા આવો ધડાકો અજય દેસાઇએ કર્યો છે અને તે બાદ વડોદરા પાસે કરજણની પ્રયોશા સોસાયટીમાં તેઓ રહેતા હતા. પોલિસને મળેલ માહિતી અનુસારવર્ષ 2015માં અજય દેસાઇ અમદાવાદ ગ્રામ્ય પોલિસમાં ફરજ બજાવતો હતો અને ત્યારે જ એક કાર્યક્રમમાં સ્વીટી પટેલ સાથે મુલાકાત થઇ હતી.

અજય દેસાઇ એ સમયે પરિણિત ન હતા પરંતુ સ્વીટી પટેલ પરિણિત હોવા છત્તાં બંને વચ્ચે સંબંધ બંધાયા અને તમને જણાવી દઇએ કે, અજય દેસાઇન કરતા સ્વીટી પટેલ 5 વર્ષ મોટી છે. સ્વીટી પટેલ મૂળ આણંદની છે અને તેને પહેલા બે સંતાનો છે તે બાદ તેને પ્રેમ થતા પતિ સાથે છૂટાછેડા લીધા હતા અને આ દરમિયાન તેના બીજા લગ્ન અમેરિકામાં થયા હતા અને એ લગ્ન પણ ન ચાલ્યા અને અજય દેસાઇ સાથે ફરી વર્ષ 2015માં સંબંધ બંધાયા. તે બાદ અજય અને સ્વીટીએ ફૂલહાર પહેરાવી સાથે રહેવા લાગ્યા અને વર્ષ 2017માં અજયે બીજા લગ્ન કર્યા હતા અને તેની પત્ની પણ વડોદરા રહેવા આવી હતી.

તમને જણાવી દઇએ કે, સ્વીટી પટેલે ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કુણાલ પંડ્યાના કઝિન ભાઇ હિતેશ સાથે વર્ષ 2001માં લવ મેરેજ કર્યા હતા. આ લગ્નથી તેને બે સંતાનો છે, એક 17 વર્ષ અને એક 12 વર્ષનો દીકરો હિતેશ સાથે જ રહે છે.આ કેસમાં ક્રાઇમ બ્રાંચે રવિવારે સાંજે અજય દેસાઇ અને કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરી હતી અને તેઓના હવે રિમાન્ડ મેળવવા કરજણની કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવશે.