PI પત્ની સ્વીટી પટેલ ગુમ કેસ : અવાવરુ જગ્યાએથી મળી આવેલ માનવ અવશેષોનો FSL રીપોર્ટ તૈયાર, ખુલ્યુ રહસ્ય

પોલીસ તંત્રમાં SOG શાખા અને કરજણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચુકેલા PI દેસાઇના પત્ની સ્વીટીબેન પટેલ 1 માસથી વધુ સમયથી ગુમ છે. પોલીસ તંત્ર પણ ગુમ થયેલ PI દેસાઇની પત્ની સ્વીટી પટેલને શોધવામાં લાગી ગયું છે.

વડોદરાના PI અજય દેસાઈના પત્ની ગુમ થવાના મામલે પોલીસને શંકાસ્પદ માનવ અવશેષ મળ્યા હતા. પોલીસે આ શંકાસ્પદ હાડકા તપાસ માટે FSL માં મોકલ્યા હતા. ત્યારે હવે FSL રીપોર્ટ આવી ગયો છે.

દહેજના અટાલી ગામ નજીક અવાવરુ જગ્યાએથી જે શંકાસ્પદ હાડકા મળી આવ્યા હતા તેને સુરત FSLમાં મોકલવામાં આવ્યા હતા અને હવે તે રીપોર્ટમાં હાડકા  યુવાન અને મધ્યમ વર્ગની ઉંમરના માનવ શરીરના હોવાનું ખુલ્યુ છે, હવે પોલિસ આ દિશામાં તપાસ કરી રહી છે અને સ્વીટી પટેલના બે વર્ષના બાળકના અને જે અવશેષો મળી આવ્યા છે તેને DNA ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે, જે ગાંધીનગર ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા છે.

ઉલ્લેખનીય છે કે,વડોદરા PI દેસાઇની પત્ની સ્વીટી પટેલ કેસમાં મોટો ખુલાસો થયો હતો, જે સાંભળીને આ એક ક્રાઇમ પેટ્રોલનો એપિસોડ હોય તેમ લાગી રહ્યુ હતુ.છેલ્લા 38 દિવસથી ગુમ સ્વીટી પટેલ ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાની સંબંધી છે. તમને જણાવી દઇએ કે, સ્વીટી પટેલનો જે પૂર્વ પતિ છે તે હાર્દિક પંડ્યાના ફઇનો દીકરો છે. એટલે કે પહેલા હાર્દિક પટેલ સ્વીટી પટેલનો દિયર થતો હતો.  જો કે, હાલ તો સ્વીટી પટેલ અને હેતસ પંડ્યાના ઘણા સમયથી ડિવોર્સ થઇ ગયા છે.

શુ હતો મામલો 

વડોદરાના  PIના પત્ની ગુમ થવાના કેસમાં હજી સુધી તો તેમનો કોઇ પત્તો મળ્યો નથી ત્યારે આ કેસમાં હવે શંકાના દાયરામાં સ્વીટી પટેલના પતિ અને PI દેસાઇનો પોલિગ્રાફ અને નાર્કો ટેસ્ટ કરવા માટે કોર્ટે મંજૂરી આપી છે. કરજણ કોર્ટ દ્વારા આ મંજૂરી આપી દેવાઈ છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા PIના CDS ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ગુમ થયેલા સ્વીટી પટેલને શોધવા માટે દહેજ પંથકના વિવિધ ગામો ખાતે પોલીસની ટીમો તરફથી સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે. છેલ્લા છ દિવસથી આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

ઘટનાની વિગત જોઇએ તો, પોલીસ તંત્રમાં SOG શાખા અને કરજણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચુકેલા PI દેસાઇના પત્ની સ્વીટીબેન પટેલ ઘણા સમયથી ગાયબ છે અને તેમની તપાસમાં પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. પોલીસન તંત્ર સ્વીટી પટેલને શોધવામાં લાગી ગયું છે. આ કેસમાં હાલમાં જ એક ચોંકાવનારી વિગત સામે આવી હતી. વડોદરાના PI અજય દેસાઈના પત્ની ગુમ થવાના મામલે પોલીસને શંકાસ્પદ માનવ અવશેષ મળ્યા હતા.

PI દેસાઇની પત્ની સ્વીટી પટેલ કથિત રીતે ઘરેથી ચાલ્યા ગયા હતા અને ત્યાર બાદ શનિવારના રોજ પોલિસને એક બિલ્ડિંગની પાછળ શંકાસ્પદ હાલતમાં સળગેલા હાડકા મળી આવ્યા હતા.હાડકા મળી આવ્યા બાદ પોલીસ દ્વારા સ્વીટના પતિના મોબાઈલ લોકેશનની તપાસ કરવામાં આવી હતી અને તે દિવસે PI દેસાઇનું મોબાઈલ લોકેશન અટાલી પાસે મળી આવ્યું હોવાનું જાણવા મળ્યુ હતુ, હવે રીપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે આ મળી આવેલ માનવ અવશેષો સ્વીટી બેનના છે કે નહિ.

તમને જણાવી દઇએ કે, વડોદરાના કરજણની પ્રયોશા સોસાયટીમાં રહેતા SOG PI દેસાઇના પત્ની સ્વીટી પટેલ 5 જૂનની રાતથી જ ગાયબ છે અને તે બાદ 1 મહિનાથી પણ વધુ સમય વીતી ગયો છે છત્તાં પણ તેમનો કોઇ પત્તો લાગ્યો નથી.

Shah Jina