બિગ ન્યુઝ: આખરે ઝડપાઇ જ ગયો હાઈ પ્રોફાઈલ કેસ સ્વીટી પટેલનો હત્યારો, જાણીને હચમચી જશો

છેલ્લા દોઢ મહિનાથી વડોદરા જિલ્લા એસઓજી PI ના વાઈફ સ્વીટી પટેલના ગુમ થવા બાબતે ઇન્વેસ્ટીગેટ ચાલે છે અને ટોક ઓફ થઈ ટાઉન થઇ ગયો છે. સ્વીટી પટેલ પ્રકરણમાં ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદની ટીમે અગાઉ પી.આઇ. એ.એ. દેસાઈના કરજણ સ્થિત પ્રયોશા સોસાયટીમાં આવેલા મકાનનું પંચનામું કર્યા પછી ફ્રાઈડે પુનઃ મકાનની ઝીણવટભરી તપાસ કરી હતી.

એમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને દેસાઈના મકાનના બાથરૂમમાંથી લોહીના ડાઘા મળ્યા હતા. આ કેસમાં હમણાં નવો ઘટસ્ફોટ થયો છે. સ્વીટી પટેલનો PI પતિ જ આરોપી નીકળ્યો છે. 5 જૂને ગુમ થયા બાદ આજે એટલે કે 49 દિવસે સ્વીટી પટેલની હત્યા થઈ હોવાનો ખુલાસો થઈ ગયો છે.

હાલમાં જ સમાચાર મળી રહ્યા છે કે આરોપી PI ક્રાઈમ બ્રાન્ચ સામે પત્ની સ્વીટીની હત્યા કર્યાનો સ્વીકાર કર્યો હતો. PI એ.એ.દેસાઈએ 2016માં સ્વીટી પટેલ સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા. પછી 2017માં અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હતા. જો કે બન્નેને સાથે રાખવી શક્ય ન હોવાથી આરોપી પતિએ સ્વીટીને પતાવી દીધી હતી.

તમને જણાવી દઈએ આ હાઈ પ્રોફાઈલ કેસે આખા રાજ્યમાં ચકચાર મચાવી દીધી હતી. પછી આ કેસની તપાસમાં વડોદરા જિલ્લા પોલીસે કાચુ કાપતાં ગૃહમંત્રીએ તપાસ આંચકી લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ટિમ અને એટીએસને સંયુક્ત રીતે કરવાનો આદેશ કર્યો હતો. જેને લઈ તપાસ ટીમે કરજણમાં ધામા નાંખી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આખરે ખુલાસો થઇ ગયો છે કે, અટાલીથી મળેલા અવશેષો સ્વીટી પટેલના જ છે અને PI અજય દેસાઇએ જ પોતાની પત્નીની હત્યા કરી હોવાની કૂલાત કરી લીધી છે.

 

YC