સ્વીટી પટેલ કેસમાં મોટો ધડાકો, સ્વીટીના બે વર્ષના દીકરાની જવાબદાર લેનાર વ્યક્તિનું નામ સાંભળીને હેરાન રહી જશો

સ્વીટીના બે વર્ષના ક્યૂટ દીકરાની જવાબદારી કોણે લીધી? એ જાણીને ચોંકી જશો…

ગૂંચવણ ભરેલો સ્વીટી પટેલનો કેસ આખરે ઉકેલાઈ જ ગયો. સ્વીટીનો પતિ પીઆઇ અજય દેસાઈ જ સ્વીટીનો હત્યારો નીકળ્યો અને આખરે તે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો. ત્યારે સ્વીટીની હત્યા અને અજય દેસાઈને જેલ થયા બાદ સ્વીટી પટેલનો બે વર્ષનો દીકરો નિરાધાર બની ગયો હતો.

ત્યારે હવે સ્વીટી પટેલના બે વર્ષના દીકરા અંશ દેસાઈની જવાબદારી અજય દેસાઈની પહેલી પત્ની પૂજાએ સ્વીકારી લીધી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પીઆઈ દેસાઈના ચાર મિત્રો અને અટાલીની વૈભવ હોટલના સ્ટાફ સહિત કુલ 8 વ્યક્તિઓની પૂછપરછ કરી હતી. જેમાં પીઆઈ દેસાઈની વૈભવ હોટલમાં સ્વિટી પટેલની ગુમ થયાના સમાચારના દિવસોમાં હાજરી હોવાનું સ્પષ્ટ થયું હતું.

બીજી તરફ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ દ્વારા પીઆઈ અજય દેસાઈના ઘરની તપાસ કરતા દરવાજા પાસે સ્વિટીના સેંડલ અને ચંપલ પડેલા હતાં.આ સેન્ડલ અને ચપ્પલ મળી આવતાં ક્રાઈમ બ્રાંચને શંકા થઈ હતી કે, સ્વીટી ગુમ થઈ હોય તો ખુલ્લા પગે બહાર ન નીકળે. આ પછી ક્રાઇમ બ્રાન્ચની શંકા વધુ ઘેરી બની હતી.

પોલીસ દ્વારા વૈભવ હોટલના ભાગીદારો અંગે વિગતો મેળવવાની તેમજ હત્યા કેસમાં તેમની કોઈ સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે. સ્વિટી પટેલ હત્યા કેસમાં પીઆઈ અજય દેસાઈ દ્વારા જે જીપ કંપાસ કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.તે કાર પણ પોલીસે કબજે કરી છે. કારના માલિક જય પટેલ હોવાનું બહાર આવ્યું છે. જય પટેલ કિરીટસિંહ જાડેજા સાથે અંગત સંબંધ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે.ત્યારે જય પટેલ અંગે પણ ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે.

દહેજની કિરીટસિંહ જાડેજાની વૈભવ હોટલના સ્ટાફ અને પીઆઈ અજય દેસાઈના ચાર મિત્રોની સઘન પૂછપરછ કરાઇ હતી. જેમાં હોટલના સ્ટાફ અને મિત્રોએ કબુલ્યું હતું કે, પીઆઈ દેસાઈની હાજરી અટાલીની બંધ પડેલી હોટલમાં હોવાનું બહાર આવ્યું હતું.

Niraj Patel