દિવાળીનો તહેવાર આવે એટલે ઘરમાં અવનવી વાનગીઓ બનતી હોય છે. કેટલા કેટલીય જાતના ફરસાણ અને મીઠાઈઓ આપણે બજારમાંથી લઇ આવીએ છીએ અને કેટલાક ઘરે પણ બનાવીએ છીએ. પહેલાના સમયમાં મોટાભાગની વસ્તુઓ ઘરમાં જ બનતી. પરંતુ આજે ઘણી વસ્તુઓ તેમાંથી લુપ્ત થઇ ગઈ છે. એવી જ એક સ્વીટ વાનગી હતી ઘૂઘરા, જે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. જો તમે પણ તમારા ઘરે ઘૂઘરા બનવવા માંગો છો તો નીચે આપેલી એકદમ સરળ રેસિપી જોઈ અને આ દિવાળીએ બનાવી લો.

ઘૂઘરા બનવવા માટેની સામગ્રી:
ઉપરના ભાગ માટે
- 1 કટોરી મેંદો
- 1/2 કટોરી સોજી
- 1 ચમચી ઘી
- 1 કટોરી દૂધ
- 1 ચમચી દળેલી ખાંડ
- મીઠું સ્વાદ અનુસાર
સ્ટફિંગ માટેની સામગ્રી
- 1 કટોરી સોજી
- 1 કટોરી દળેલી ખાંડ
- 1 કટોરી નારિયેળનું છીણ
- 10 કચડેલી બદામ
- 10 કાજુ
- 10 સૂકી દ્રાક્ષ
- 1 ચમચી ઈલાયચી પાવડર
- 1 ચમચી કચડેલી વરિયાળી
- જરૂરિયાત પ્રમાણે ઘી અથવા તેલ (તળવા માટે)

ઘૂઘરા બનાવવાની રીત:
- પહેલા એક કઢાઇની અંદર સોજી અને ઘી મિક્સ કરીને સોજી આછો ગુલાબી ના થાય ત્યાં સુધી શેકી લેવા.
- સોજી બરાબર શેકાઈ જાય પછી તેને ગેસ ઉપરથી ઉતારી ઠંડો કરવા માટે રાખી દેવો.
- સોજીના મિશ્રણની અંદર કાજુ, બદામ, સૂકી દ્રાક્ષ વગેરે ભેળવવા માટે તૈયાર કરી લો.
- શેકેલો માવો ઠંડો થઇ જાય ત્યારબાદ તેની અંદર સૂકા મેવો, વરિયાળી પાવડર અને કોપરાનું છીણ ઉમેરી દો અને બરાબર મિક્સ કરી લેવો.
- સૌથી છેલ્લે તે મિશ્રણની અંદર ઈલાયચી પાવડર નાખીને મિક્સ કરી લો.
- હવે મેદાની અંદર મીઠું, તેલ અને પાણી નાખીને તેનો લોટ બાંધી લેવો.
- લોટ બંધાઈ ગયા પછી તેના લુવા બનવાનીને સહેજ જાડી પુરી વણી લેવી.
- આ પુરીની અંદર સોજીનું તૈયાર કરેલું જરૂરિયાત પ્રમાણેનું મિશ્રણ મૂકી વાળી લેવા.
- વાળ્યા બાદ તેને ઘૂઘરા જેવો આકાર આપી દેવો.
- ઘૂઘરા બનીને તૈયાર થઇ જાય ત્યારબાદ તેલ અથવા ઘી ગરમ કરી અને તેની અંદર ધીમી આંચે આછા ગુલાબી ના થાય ત્યાં સુધી તળી લેવા.
- તૈયાર છે તમારા ટેસ્ટી સ્વાદિષ્ટ સ્વીટ ઘૂઘરા

આ રેસિપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી આવી જ સ્વાદસભર રેસિપી અમે તમારા માટે લાવતા રહીએ.