આ લારીવાળાએ મકાઈ ડોડા પર પહેલા લગાવ્યું બરાબરનું બટર, પછી ચોકલેટ, પછી મિલ્ક ક્રીમ, લીંબુ અને છેલ્લે નાખ્યો મસાલો, જોઈને જ ઉબકા આવી ગયા

આપણા દેશમાં ખાણીપીણીના શોખીનો તમને ગલીએ ગલીએ મળી જશે. વળી આજકાલ એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે, જેમાં વસ્તુને એક અલગ રીતે શણગારવામાં આવે છે, સામાન્ય લાગતી ખાવાની વસ્તુને પણ ચીઝ, બટર અને ચોકલેટ નાખીને એવી ખાસ બનાવી દેવામાં આવે છે તે વસ્તુનો ટેસ્ટ અને રોનક જ બદલાઈ જાય. પરંતુ ઘણીવાર અતિરેક પણ થતો હોય છે.

સોશિયલ મીડિયામાં ઘણી એવી વસ્તુઓના વીડિયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલ એક મકાઈ ડોડાની લારી ઉપરથી વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ મકાઈ ડોડાને એવી રીતે પીરસે છે કે જોઈને જ ઉબકા આવી જાય. મોટાભાગે આપણે જયારે મકાઈ ડોડો ખાવા માટે જઈએ ત્યારે તેના ઉપર લીંબુ કે મસાલો નાખતા હોઈએ છીએ, પરંતુ આ ભાઈ તો કંઈક અલગ જ લેવલનું કરતો જોવા મળે છે.

વાયરલ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે એક લારીવાળો ભાઈ બાફેલા મકાઈ ડોડાને બહાર કાઢે છે, પછી તેના ઉપર ઘણું બધું બટર લગાવે છે, તેના બાદ ચોકલેટ સીરપમાંથી ડોડા ઉપર બરાબર ચોકલેટ રેડે છે, જેના બાદ તે મિલ્ક ક્રીમ નાખે છે અને પછી તેના ઉપર મસાલો નાખી, લીંબુ નીચોવી તેમાં બરાબર મકાઈ ડોડાને ગોળ ગોળ ફેરવીને ગ્રાહકને આપે છે.


સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થયો છે. મકાઈ ડોડા સાથે કરવામાં આવેલા આ અખતરાને જોઈને લોકો પણ હેરાન રહી ગયા છે. કેટલાકે લખ્યું છે કે ચોકલેટ સાથે મસાલા મકાઈ કોણ ખાય ? તો ઘણાએ એમ પણ લખ્યું છે કે ગરુડ પુરાણમાં આવા લોકો માટે અલગ સજા છે. શું તમે પણ આવી મકાઈ ખાવાની ઈચ્છા રાખો છો ?

Niraj Patel