આખી દુનિયા કોરોના વાયરસના રોગચાળા સામે ઝૂઝી રહી છે અને લોકોને ઘરોમાં રહેવાનું કહેવામાં આવ્યું છે, એવામાં સ્વીડનની રાજકુમારી કોરોના ફાઇટર્સની મદદ માટે આગળ આવી છે. સ્વીડનની રાજકુમારી સોફિયા કોરોના વાયરસને હરાવવા માટે ડોક્ટર્સ અને નર્સોની મદદ માટે આગળ આવી છે. તેમને કોરોના વાયરસના દર્દીઓની સારવારની જવાબદારી ઉઠાવી છે.

સોફિયા પોતે કોરોના વાયરસના દર્દીઓની સારવાર કરવામાં મદદ કરી રહી છે. 35 વર્ષીય સોફિયાએ ત્રણ દિવસનો ઓનલાઇન ઇન્ટેન્સિવ પ્રોગ્રામ પણ પૂરો કર્યો છે અને હવે તે હોસ્પિટલમાં સેવા આપી રહી છે.
અહેવાલો અનુસાર, રાજકુમારી સોફિયાને સ્ટોકહોમની સોફિયા હેમેટ હોસ્પિટલમાં સ્વયંસેવા કરવાની મંજૂરી મળી છે. સોફિયા, સ્વીડનના સ્ટોકહોમમાં બનેલી આ હોસ્પિટલની માનદ અધ્યક્ષ પણ છે. માહિતી અનુસાર, સોફિયા કોરોના વાયરસના દર્દીઓની સારવારમાં સીધી રીતે સામેલ થશે નહીં. તે નોન મેડિકલ ટ્રીટમેન્ટના કામોમાં સ્વાસ્થ્ય કર્મીઓની મદદ કરશે.

રાજકુમારી સોફિયાના સ્વાસ્થ્ય કર્મીઓની મદદના કામના પહેલા દિવસની તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઇ રહી છે જેમાં સોફિયા મેડિકલ સ્ટાફના ગ્રુપ સાથે બ્લુ સ્ક્રબ પહેરેલી જોવા મળી રહી છે. આ રીતે હોસ્પિટલમાં કામ કરતી રાજકુમારીને જોઈને દરેકને આશ્ચર્ય થાય છે.
નોંધનીય છે કે સ્વીડનમાં કોરોના વાયરસના સંક્રમણના 16 હજારથી વધુ કેસ નોંધાયા છે. સાથે જ આ વાયરસને કારણે 1900 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.