દેશી દુલ્હા માટે દોડી દોડી આવી ક્યૂટ વિદેશી દુલ્હન, ફેસબુક પર આવી રીતે શરૂ થઇ હતી લવ સ્ટોરી

સ્વીડનવાળી ગર્લફ્રેન્ડ પવનની બની દુલ્હન : 10 વર્ષ સુધી ફેસબુક પર ચાલ્યો ઇશ્ક, હવે ભારત આવી વિધિવત કર્યા લગ્ન- જુઓ ખુબસુરત તસવીરો

એક કહેવત છે કે પ્રેમની કોઇ સીમા નથી હોતી. પ્રેમ ક્યારેય નાત-જાત કે સરહદના બંધનો જોઇ નથી થતો. પ્રેમ તો બસ થઇ જાય છે. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર એવી એવી પ્રેમ કહાનીઓ સામે આવે છે કે જેમાં કોઇ વિદેશી છોકરા કે છોકરીને દેશી છોકરા કે છોકરી સાથે પ્રેમ થઇ ગયો હોય અને તે સાત સમુદ્ર છોડી ભારત આવી તેના પ્રેમ સાથે લગ્ન પણ કરે. આવી જ એક કહાની હાલ સામે આવી છે,

જેમાં એક ખૂબસુરત સ્વીડન છોકરીએ ઉત્તરપ્રદેશના એટાના છોકરા સાથે લગ્ન કર્યા અને આના માટે તે દોડી દોડી ભારત આવી ગઇ. પ્રેમની કોઇ સીમા નથી હોતી અને કોઇ પણ તેના પ્રેમને પામવા માટે કોઇ પણ પરિસ્થિતિઓમાં કંઇ પણ કરવા તૈયાર થઇ જાય છે. સ્વીડનથી ભારતની સફર કરનારી દુલ્હનનો કિસ્સો પણ કંઇક આવો જ છે.

બંનેની લવ સ્ટોરી ફેસબુકથી શરૂ થઈ હતી અને હવે બંને લગ્નના બંધનમાં પણ બંધાયા છે. બંનેને પ્રેમનો પરવાનો એટલો બધો ચઢ્યો કે વિદેશી છોકરી દેશી દુલ્હા સાથે લગ્ન કરવા ભારત આવી ગઇ. ન્યુઝ એજન્સી એએનઆઇ અનુસાર, મહિલા ક્રિસ્ટન લિબર્ટે શુક્રવારે હિંદુ રીતિ રિવાજો અનુસાર પવન કુમાર સાથે લગ્ન કર્યા હતા. પવન ઉત્તરપ્રદેશના એટાનો રહેવાસી છે.

પોતાના પ્રેમ સાથે લગ્ન કરવા માટે લગભગ 6000 કિમીની દૂરી પાર કરનાપી ક્રિસ્ટન પવનને ફેસબુક પર મળી હતી. આ કપલના લગ્નની તસવીરોએ નેટિજન્સનું પણ ધ્યાન ખેંચ્યુ છે. રીપોર્ટ્સમાં મળેલી જાણકારી અનુસાર, ક્રિસ્ટન અને પવને પહેલીવાર 2012માં ફેસબુક પર વાત કરવાનું શરૂ કર્યુ હતુ. પવન બીટેક ગ્રેજ્યુએટ છે અને એક ફર્મમાં એન્જીનિયર તરીકે કામ કરે છે.

ક્રિસ્ટને કહ્યુ કે, તે પહેલીવાર ભારત નથી આવી પરંતુ આ પહેલા પણ તે આવી ચૂકી છે. સ્વીડનની રહેવાસી ક્રિસ્ટન લિબર્ટે કહ્યુ કે, હું પહેલા પણ ભારત આવી ચૂકી છું, મને ભારતથી પ્રેમ છે અને આ લગ્નથી હું ખૂબ ખુશ છું. પાંચ વર્ષ પહેલા ક્રિસ્ટન પવન સાથે મુલાકાત કરવા આગ્રા આવી હતી. પવન પણ અવાગઢથી આગરા પહોંચ્યો હતો.

આ મુલાકાતે બંનેના પ્રેમને ઘણો વધારી દીધો હતો. સ્વીડનની છોકરી લગ્ન અને તેના પહેલાની રસ્મમાં પૂરી રીતે ગ્રામીણ પરિવેશમાં નજર આવી હતી. લગ્નને લઇને તેના ચહેરા પર ઉત્સાહ પણ સ્પષ્ટ જોઇ શકાતો હતો.

 

લગ્નની તમામ વિધિઓ પવનના પરિવાજનોએ પૂરી કરાવી હતી. આ દરમિયાન ક્રિસ્ટન એક સામાન્ય ભારતીય છોકરીની જેમ નજર આવી. 27 જાન્યુઆરીએ બંનેના લગ્ન પૂરા વિધિ-વિધાન સાથે થયા.

Shah Jina