ફિલ્મી દુનિયા

“દિલ બેચારા”માં કીજીની મા સ્વાસ્તિકા મુખર્જીએ જણાવ્યું, કેવી રીતે સેટ ઉપર રહેતો હતો સુશાંત

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત છેલ્લી ફિલ્મ “દિલ બેચારા” આપીને દુનિયામાંથી હંમેશને માટે ચાલ્યો ગયો, હમણાં થોડા દિવસ પહેલા જ આ ફિલ્મ ઓનલાઇન રજૂ કરવામાં આવી અને દર્શકોને પણ આ ફિલ્મ ખુબ જ પસંદ આવી. આ ફિલ્મની અંદર સુશાંતની ગર્લફ્રેન્ડ કીજીની માતાનો અભિનય સ્વાસ્તિકા મુખર્જીએ નિભાવ્યો હતો. ફિલ્મના શૂટિંગ દરમિયાન સેટ ઉપર સુશાંત કેવી રીતે રહેતો હતો તેના વિશે સ્વાસ્તિકાએ ખુલાસા કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Swastika Mukherjee (@swastikamukherjee13) on

સુશાંત જયારે દિલ બેચારાનું શૂટિંગ કરી રહ્યો હતો એ દરમિયાન  બોલીવુડની અંદર #MeTooની લહેર પણ ચાલી રહી હતી. જેમાં સુશાંતનું પણ નામ જોડાયું હતું. આ ફિલ્મમાં સુશાંતની કો સ્ટાર કીજીની મા સ્વાસ્તિકા મુખર્જીએ આ અંગે ખુલીને વાત કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Swastika Mukherjee (@swastikamukherjee13) on

સ્વાસ્તિકાએ સુશાંત સાથે સેટ ઉપર વિતાવેલી પળો અને તેના વ્યવહારને લઈને ઘણી જ વાતો જણાવી હતી. એક મીડિયા સાથે થયેલી વાત ચિત દરમિયાન સ્વાસ્તિકાએ કહ્યું: “જે સમયે આ અફવાઓ ઉડી રહી હતી એ દરમિયાન હું શૂટિંગ નહોતી કરી રહી. તેને લઈને મને પણ ઘણા બધા ફોન કોલ્સ આવ્યા હતા.”

 

View this post on Instagram

 

A post shared by Swastika Mukherjee (@swastikamukherjee13) on

સ્વાસ્તિકાએ જણાવ્યું કે આ વાતો ઘણી જ આઘાત જનક હતી, કારણ કે તેને સેટ ઉપર એવું કંઈજ ક્યારેય અનુભવ્યું જ નહોતું. તેને જણાવ્યું કે: “હવે તમે કોઈને સાથે સતત 2 મહિના સુધી કામ કરો તો તમને કંઈકને કંઈક તો ખબર હશે જ, દેખાશે… પરંતુ એવું ના બની શકે કે તમને કંઈજ ખબર ના હોય.”

 

View this post on Instagram

 

A post shared by Swastika Mukherjee (@swastikamukherjee13) on

તેમને જણાવ્યું કે ફિલ્મમાં સંજનાની માતાનો અભિનય કરવાના કારણે સેટ ઉપર તેને ઘણો સમય પસાર કર્યો, સાથે જમ્યા, પરંતુ તેમને ક્યારેય કાંઈ અનુભવ થયો નથી. સ્વસ્તિકાએ જવું કે સુશાંતનો વ્યવહાર ખુબ જ પોઝિટિવ અને ફ્રેન્ડલી હતો. અને સંજના પણ સેટ ઉપર એટલી જ કનફર્ટેબલ હતી.

 

View this post on Instagram

 

A post shared by Swastika Mukherjee (@swastikamukherjee13) on

#Me Tooની આંધી દરમિયાન એવી ચર્ચા ચાલી રહી હતી કે સંજના સાંધીએ સુશાંત ઉપર ગલત વ્યવહારનો આરોપ લગાવ્યો છે. પરંતુ જયારે આ વાત અભિનેત્રી સુધી પહોંચી ત્યારે તેને  સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી આ ખબરને ખોટી જણાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Swastika Mukherjee (@swastikamukherjee13) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.