મનોરંજન

વાસ્તવિક જીવનમાં ખૂબ જ બોલ્ડ છે ‘દિલ બેચારા’માં સુશાંતની થનારી સાસુમા…

દિલ બેચારામાં મમ્મીનો રોલ કરનાર આ જુવાન અભિનેત્રી વાસ્તવિક જીવનમાં છે ખુબ જ હોટ, જુઓ 10 તસ્વીરો

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ને લોકોનો ઘણો પ્રેમ મળ્યો. રિલીઝના દિવસે આ ફિલ્મે રેકોર્ડતોડ પ્રેક્ષકો મેળવ્યા હતા.

ફિલ્મની સાથે સાથે તેના કલાકારો પણ ખુબ જ ચર્ચા થઇ છે. એક નામ સામે આવ્યું છે સ્વસ્તિક મુખર્જીનું. સ્વસ્તિકે આ ફિલ્મમાં સંજના સંઘીની માતા શ્રીમતી બાસુની ભૂમિકા ભજવી હતી. તેની પણ ખુબ જ પ્રશંસા થઇ હતી.

‘દિલ બેચરા’માં સ્વસ્તિક મુખર્જી એક કઠિન માતાની ભૂમિકા નિભાવે છે જે પોતાની કેન્સરગ્રસ્ત પુત્રીની સંભાળ લઈ રહી છે.

વાસ્તવિક જીવનમાં સ્વસ્તિક તદ્દન બોલ્ડ છે. સ્વસ્તિક કાયમ સોશિયલ મીડિયા પર ચાહકો સાથે તેની તસ્વીરો અને વીડિયો શેર કરતી રહે છે. તે સોશ્યિલ મીડિયામાં ખુબ એકટીવ રહે છે.

સોશિયલ મીડિયામાં તેનો બોલ્ડ અવતારમાં જોવા મળી હતી. તે તેની આ તસ્વીરોથી લાખો લોકોને પોતાના દીવાના બનાવી ચુકી છે.

પાતાલ લોક અને દિલ બેચરામાં ગંભીર ભૂમિકા ભજવનારી સ્વસ્તિક મુખર્જીનો બોલ્ડ અંદાજ તેમના ચાહકોને ખૂબ ગમે છે.

જણાવી દઈએ કે સ્વસ્તિકે 2001 માં બંગાળી ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી.પોતાની લગભગ 20 વર્ષની કારકિર્દીમાં સ્વસ્તિકે ઘણી મહાન ફિલ્મો આપી છે.

વર્ષ 2020 પણ તેમના માટે ખૂબ સારું રહ્યું. આ વર્ષે તેના બંને પાત્રો પાતાલલોક અને દિલ બેચારાની લોકોએ ખૂબ પસંદ કરી છે. જાણીતી બંગાળી અભિનેત્રી સ્વસ્તિકા મુખર્જીએ ૭ વર્ષ પહેલા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

કહેવાય છે કે અભિનેત્રીનો ઝઘડો તેના પ્રેમી સાથે થયો હતો. સ્વસ્તિકા ફિલ્મ ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી રહી હતી. આ ફિલ્મમાં તેની સાથે સુશાંત સિંહ રાજપૂત છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ હિરોઈને પોતાની હાથની નસ કાપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. સ્વસ્તિકાની હાલત ઘણી ગંભીર હતી અને તેને અપોલો હોસ્ટિપલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે પછી તેણીને સારું થઇ ગયું હતું.

સ્વસ્તિકા એક બોલ્ડ અભિનેત્રી છે, તેના અનેક બોલ્ડ ફોટોશૂટ ચર્ચામાં રહ્યાં છે. પ્લાસ્ટિક એન્ડ કોસ્મેટિક સર્જન કૌશિક નંદીએ કહ્યુ હતુ કે આ હિરોઈને પોતાના ડાબા હાથની નસ કાપી હતી. શનિવારના રોજ તેના હાથ પર સર્જરી કરવામાં આવી હતી. આ સર્જરીમાં લગભગ એક કલાક થયો હતો. તેને સંપૂર્ણ સ્વસ્થ થતાં એક મહિનાનો સમય લાગી ગયો હતો..

એક્ટ્રેસ મુખરજીને એ વાતની ખુશી છે કે દર્શકોએ ગયા વર્ષે તેની નોંધ લીધી હતી. અદાકારા કહે છે કે વર્કની દ્રષ્ટિએ ગયું વર્ષ મારા માટે શ્રેષ્ઠ રહ્યું. મારી વેબ સિરીઝ ‘પાતાલ લોક’ અને ‘દિલ બેચારા’ એ મને રાષ્ટ્રીય સ્તરે ભરપૂર ખ્યાતિ અપાવી. દર્શકો, પ્રશંસકો અને વિશ્લેષકોએ મારી ખૂબ પ્રશંસા કરી. અલબત્ત, આ બંને પ્રોજેક્ટ કરતાં ત્રણ વર્ષ જેટલો સમય લાગ્યો. પણ તેની રજૂઆત ઉપરાઉપરી થઈ.