જાણવા જેવું ધાર્મિક-દુનિયા

જાણો પૃથ્વીની ઉપર કેટલા લોક છે અને શું છે તે લોકની ખાસિયત, કોણ રહે છે ત્યાં? આ માહિતી શેર જરૂર કરજો

ધરતી પર સાત પાતાળનું પુરાણોમાં વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં અલગ-અલગ પાતાળનો સમાવેશ થાય છે. પરંતુ આજે આપણે જાણીશું સ્વર્ગ અને નર્ક સિવાયના 10 ભૂમિ વિષે.

બ્રહ્માંડ
મહાભારતના યુદ્ધ દરમિયાન જયારે પાંડવોએ તેના પોતાના જ સંબંધીઓ, કૌરવો ઉપર આક્રમણ કરવાનું ચાલુ કરી દીધુ હતું. ત્યારે અર્જુન તેના સગા-સંબંધીઓ ઉપર આક્રમણ કરવા માટે વિચારતા હતા. ત્યારે અર્જુનના સારથી શ્રી કૃષ્ણએ તેના વિરાટ રૂપના દર્શન આપ્યા હતા. શ્રી કૃષ્ણ એટલા વિરાટ સ્વરૂપે હતા કે, આખું બ્રહ્માંડ તેમાં સમાઈ ગયું હતું. અર્જુનને શ્રી કૃષ્ણના આ રૂપમાં બ્રહ્માંડ ના ત્રણેય લોકોના દર્શન થયા હતા.

Image Source

માણસ કંઈ નથી
માણસ પોતાની જાતને ભલે ગમે તેટલો તાકાતવર સમજે પરંતુ સત્ય તો એ છે કે, તે બ્રહ્માંડનું બહુ જ નાનું અંગ માત્ર છે. આ એક મોટું તથ્ય છે. જેને આધારે આપણે અંદાજો લગાવી શકીએ કે અસલમાં બ્રહ્માંડ કેટલું વિશાળ હશે.

નાગા
હિન્દૂ પુરાણોમાં આપણે સામાન્ય રીતે ત્રણ લોકોવિષે જ સાંભળતા અને વાંચતા હોય છે. સ્વર્ગ લોક, ભુ લોક અને પાતાળ લોક. સ્વર્ગ લોકમાં દેવતા અને ઈશ્વરનો વાસ હોય છે. ભુ લોકમાં માનવ જેવા નશ્વર જીવનો સમાવેશ થાય છે. પાતાળ લોકમાં અસુર, નાગા અને ભટકતી આત્મા રહેતો હોય છે.

Image Source

લોક
ઘણા ઓછા લોકોને ખબર હોય છે કે, બ્રહ્માંડમાં ત્રણ નહિ પરંતુ 10 લોક હોય છે. જેમાં સ્વર્ગ લોકો સૌથી ઉપર હોય છે. પરંતુ 10 લોકની શ્રેણીમાં સ્વર્ગ લોક પાંચમા સ્થાન પર છે.

સત્ય લોક અને બ્રહ્મલોક
લોકમાં સૌથી પહેલા ઉપર હોય છે સત્ય લોક. આ લોકને બ્રહ્માનું નિવાસ સ્થાન પણ માનવામાં આવે છે. બ્રહ્માની સાથે સત્યલોકમાં સરસ્વતી અને અન્ય અધ્યાત્મિક હસ્તીઓ હોય છે. જેને અનંત કાળ સુધી તપસ્યા કરીને અને ભૌતિક જગતથી મોહ છોડ્યા બાદ આ લોકમાં તેનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

Image Source

તપો લોક
સત્ય લોકથી 122 હજાર કરોડ યોજન નીચે સ્થિત છે. તપો લોકમાં ચાર કુમાર એટલે કે, સનત, સનક, સનંદન અને સનાતન રહે છે વિષ્ણુના પહેલા અવતાર માનવાવાળા આ કુમાર જ્ઞાન શક્તિ દર્શાવે છે. આ લોકોને કુમાર એટલે કહેવામાં આવે છે કે, કારણકે આ અનશ્વર છે, અને આનું શરીર ફક્ત 5 વર્ષના બાળકનું છે. તેની પવિત્રતાને કારણે એ કુમાર, બ્ર્હલોક અને વિષ્ણુના સ્થાન વૈકુંઠમાં જવા માટે સ્વતંત્ર છે.

જન અથવા મહર લોક
તપો લોકથી 8 કરોડ યોજન નીચે સ્થિત છે. ભૂમિ નિવાસ, તપો લોકથી 2 કોર્ડ યોજન નીચે સ્થિત છે. મહર લોક પણ મહાન ઋષિ-મુનિઓના ઘર છે. આ બન્ને લોકોમાં રહેવા વાળા ઋષિ મુનિઓ ભૌતિક જગત અને સત્યલોકના વિચરણ કરવા માટે સ્વતંત્ર છે.

Image Source

ભૃગુનું સ્થાન
આ લોકમાં રહેવા વાળા મહર્ષિયો દ્વારા અલગ-અલગ લોક પર જવાની ગતિ એટલી વધારે છે કે , આધુનિક વિજ્ઞાન પણ સમજી નથી શક્યું. મહાન ભૃંગ મુનિ પણ જન લોકમાં જ રહે છે, આ સ્થાન પર રહેવા વાળા લોકોની જીવનની આયુષ્ય બ્રહ્માના એક દિવસ એટલે કે 4.32 અરબ વર્ષ છે.

કર્મ
મનુષ્યના કર્મ પર આધાર રાખે છે કે તેની સંબંધિત આત્મા તેના સુકર્મોને કારણે બ્રહ્મ લોકમાં જશે કે જન લોકથી નીચે દેવોના સ્થાન પર જશે.

Image Source

સ્વર્ગ લોક
સામાન્ય રીતે લોકો જેને સૌથી ઉપરનો લોક માને છે તેને જનલોક પછી સ્થાન આપવામાં આવ્યું છે. સ્વર્ગલોકમાં 33 કરોડ દેવી-દેવતાઓનું સ્થાન છે. બૌદ્ધ ધર્મમાં આ 33 કરોડ દેવી-દેવતાઓને ત્રય:ત્રીસુત કહેવામાં આવે છે. આ સ્થાન પૃથ્વીની વચ્ચે આવેલા મેરુ પર્વત પર છે. જેની ઊંચાઈ 80 હજાર યોજન છે.

ઇન્દ્રદેવોનું શાસન
પશ્ચિમ દેશમાં આ સ્થાનને હેવેન અનેઇસ્લામમાં જન્નત કહેવામાં આવે છે. જેનું જીક્ર અને બહુ સભ્યતાઓ સાથે મળે છે. સ્વર્ગ લોકનું આધિપત્ય ઇન્દ્ર દેવ પાસે છે. અહીં ઇન્દ્ર અને અન્ય દેવો સિવાય અપ્સરા, ગંધર્વ, દેવદૂત અને વાસુ પણ રહે છે. આ બધા પાસે ચમત્કારિત શક્તિ છે. આ સિવાય અત્યાધિક દીર્ઘાયુ અને બીમારીથી મુક્તિ જેવી સુવિધાઓ પણ આપવામાં આવે છે.

Image Source

ભૌતિક જુડવા
સ્વર્ગલોકના દેવ જો ભૌતિક જુડાવને પુરી રીતે આધ્યાત્મિક યાત્રા તરફ અગ્રેસર થઇ જાય છે, તો મુનિ લોક જેને જનલોક કહેવામાં આવે છે. ત્યાં જવા માટે પ્રસ્થાન કરે છે. અને અગર તેના પ્રત્યે લાગણી વધે છે. તો તેને નશ્વર લોક , ભુ લોકમાં જન્મ લેવો પડે છે.

અલૌકિક વસ્તુઓ
સ્વર્ગ લોકમાં ઘણા ચમત્કારિક વૃક્ષો છે, જે મનોકામના પૂર્ણ કરે છે. આ સિવાય આકાશમાં ઉંડા દૈવીય વિમાન અને સમુદ્ર મંથન સિવાય કામધેનુ ગાય જેવા ઘણી અલૌકિક વસ્તુ હોય છે.

Image Source

ભુવર લોક
મનુષ્યોથી થોડી ઉપર અને દેવતાઓથી નીચેની શ્રેણી વાળા અહીં રહે છે. આ લોકે દેવતાઓના સંપર્કમાં રહે છે.એની કયારેક-ક્યારેક મનુષ્ય લોકમાં વિચરણ કરવા માટે સ્વતંત્ર છે. તેની સેવાના સમર્પણની સાથે તેઓને દેવતાઓની શ્રેણીમાં રાખવામાં આવે છે. જો આવું ના થાય તો તેને મનુષ્ય જન્મ મળે છે.

ધ્રુવ લોક
મહર લોકથી 1 કરોડ યોજન નીચે છે ધ્રબ લોક, જ્યાં આકાશ ગંગાઓ, વિભિન્ન તારા મંડળોને સ્થાન આપવામાં આવે છે. બધા લોકમાં વૈકુંઠ પૂર્વી દિશામાં સ્થિત છે, જેને ક્ષીરોદિત્ય વિષ્ણુનું સ્થાન માનવામાં આવે છે.

સૌરમંડળ 
કહેવામાં આવે છે કે, બધા લોક નષ્ટ થઇ જશે ત્યારે ધ્રુવ લોકનું અસ્તિત્વ રહેશે. અહીં સૂર્ય સિવાય સૌર મંડળ ના બધા ગ્રહો નિવાસ કરે છે.

Image Source

સપ્તઋષિ લોક
ધ્રુવ લોકથી 1 કરોડ યોજન નીચે સ્થિત છે સપ્તઋષિઓનું નિવાસ સ્થાન જેને સપ્તઋષિ લોક કહેવામાં આવે છે. હિન્દૂ ધર્મમાં સૌથું મહત્વપૂર્ણ સાત ઋષિઓનું સમૂહ અનંત કાળથી આ લોકમાં રહે છે.

ભુ લોક
નશ્વર લોક જેને ભુ લોક કહેવામાં આવે છે. આ લોકમાં પાપ અને પુણ્યના ફેરામાંથી ગૂંચવાયેલો માણસ દેવતા અને ઈશ્વર પર તેનું જીવન વ્યતિત કરે છે. આ સિવાય તેની બધી વસ્તુઓઓ અંત એક નિશ્ચિત સમય પર જ થઇ જાવો જઈએ.

Image Source

પાતાળ લોક
અસુરોના શાસનમાં પાતાળ લોકનું સંચાલન કરવામાં આવતું હતું. આ સ્થાન પર બધી નકારાત્મક તાકાત નિવાસ કરતી હોય છે. જેને સ્વર્ગ સુધી પહોંચવા માટેનો રસ્તો ભુ લોક થઈને જાય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks