અભિનેત્રી સ્વરા ભાસ્કરે પોતાના મેટરનિટી ફોટોશૂટમાં વરસાવ્યો કહેર, ચાહકો પણ કોમેન્ટ કરવા માટે થયા મજબુર, જુઓ તસવીરો

પોતાના પતિ ફહાદ સાથે રોમાન્ટિક અંદાજમાં ફોટોશૂટ કરતી જોવા મળી સ્વરા ભાસ્કર, બેબી બમ્પ પણ કર્યું ફ્લોન્ટ, જુઓ તસવીરો

Swara Bhasker Maternity Photoshoot : સ્વરા ભાસ્કરે બોલિવૂડમાં ઘણું નામ મેળવ્યું  છે. તેણે 2009 માં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારથી તેણે કેટલીક મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં ‘ગુઝારીશ’, ‘રાંઝણા’, ‘તનુ વેડ્સ મનુ’ અને ‘વીરે દી વેડિંગ’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. સ્વરા તેની કારકિર્દીમાં સારું પ્રદર્શન કરી રહી છે. તેણે તાજેતરમાં જ રાજકારણી ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા છે.

સ્વરાનું મેટરનિટી ફોટોશૂટ :

સ્વરા ભાસ્કર ગર્ભવતી છે અને તેણે તેના મેટરનિટી ફોટોશૂટની કેટલીક ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે. ‘પ્રેમ રતન ધન પાયો’ અભિનેત્રી સ્વરા ભાસ્કરે તેના મેટરનિટી ફોટોશૂટમાંથી કેટલીક અદભૂત તસવીરો શેર કરવા માટે ઇન્સ્ટાગ્રામ પર લીધી હતી. આમાં તે ફહાદ સાથે સુંદર લોકેશન પર છે. તેમાં રંગબેરંગી તેમજ મોનોક્રોમ ફોટા હતા.

આપ્યું શાનદાર કેપશન :

આ તસવીરો પોસ્ટ કરવાની સાથે તેણે કેપ્શન આપ્યું, ‘ક્યારેક જીવન તમને આશીર્વાદ આપે છે અને તમને સ્વ-શોધ અને એકતા બંનેની યાત્રા પર લઈ જાય છે. આપણા જીવનનો આ ખાસ સમય લેન્સ દ્વારા ખૂબ જ સરળ, પ્રમાણિકતા અને આરામથી કેપ્ચર કરવામાં આવ્યો છે.” જૂનમાં સ્વરાએ પોતાની પ્રેગ્નન્સીના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

બેબી બમ્પ કર્યું ફ્લોન્ટ :

ફોટોશૂટમાં સ્વરા ભાસ્કર તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. પ્રથમ તસવીરમાં સ્વરા તેના પતિના ખોળામાં બેસીને પોઝ આપી રહી છે. બીજામાં, ફહાદ તેના પેટ પર હાથ રાખીને પોઝ આપી રહી છે. ત્રીજા અને ચોથામાં તે તેના પતિના ખોળામાં માથું રાખીને સૂતી જોવા મળે છે. સાથે જ બંને કિસ કરવા માટે પોઝ આપી રહ્યાં છે. આ તસવીરોમાં બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. આ ફોટા સાથે સ્વરાએ કેપ્શનમાં આટલી બધી ખુશીઓ માટે ભગવાનનો આભાર માન્યો છે.

પતિ સાથે આપ્યા રોમાન્ટિક પોઝ :

તસવીરોમાં તેનો પતિ ફહાદ તેને પાછળથી પ્રેમથી પકડી રહ્યો છે અને તેનો બેબી બમ્પ દેખાઈ રહ્યો છે. કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું, ‘ક્યારેક તમારી બધી પ્રાર્થનાઓ એક સાથે જવાબ આપવામાં આવે છે.’ આ પછી તેણે કહ્યું કે તે ‘ધન્ય, આભારી અને ઉત્સાહિત’ અનુભવી રહી છે. ચાહકો પણ તેને મોટી  સંખ્યામાં કોમેન્ટની અંદર શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે.

2019માં થઇ હતી મુલાકાત :

CAA-NRCના વિરોધ દરમિયાન બંને ડિસેમ્બર 2019માં મળ્યા હતા. ફહાદ એક રાજકારણી છે અને સમાજવાદી પાર્ટી સાથે સંબંધ ધરાવે છે. તેઓએ આ વર્ષે ફેબ્રુઆરીમાં લગ્ન કર્યા હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સ્વરા છેલ્લે 2022માં આવેલી કોમેડી ફિલ્મ ‘જહાં ચાર યાર’માં જોવા મળી હતી. તે દર્શકોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહી. તેણીએ ‘મિસિસ ફલાની’ નામની ફિલ્મમાં નવ જુદા જુદા પાત્રો ભજવ્યા હતા.

Niraj Patel