અથિયા શેટ્ટી અને કિયારા પછી વધુ બોલિવુડની અભિનેત્રી બંધાઇ લગ્નના બંધનમાં ! તસવીરો શેર કરી પતિ પર લૂંટાવ્યો પ્રેમ

બોલીવુડની મોટી હિરોઈને 4 વર્ષ નાના ફહાદ અહેમદ સાથે કર્યા લગ્ન, જુઓ ફોટા

બોલિવુડમાં પોતાની બેબાકી માટે જાણિતી અભિનેત્રી સ્વરા ભાસ્કર લગ્નના બંધનમાં બંધાઇ ચૂકી છે. તેણે આ વર્ષે 6 જાન્યુઆરીના રોજ સમાજવાદી પાર્ટીના ને*તા ફહાદ અહેમદ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. હાલમાં જ અભિનેત્રીએ એક વીડિયો શેર કર્યો, જેમાં તે તેની અને પતિ ફહાદની લવ સ્ટોરી જણાવતી જોવા મળી રહી છે. લગ્નની ખબર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે સ્વરા હવે સમાજવાદી પાર્ટીમાં સામેલ થશે. વીડિયોમાં જોઇ શકાય છે કે, સ્વરા અને ફહાદની લવ સ્ટોરીની શરૂઆત પ્રોટેસ્ટથી થઇ.

તેનો ઉલ્લેખ કરતા સ્વરાએ વીડિયોમાં એ પણ જણાવ્યુ કે, બંનેની પહેલી સેલ્ફી પણ પ્રોટેસ્ટ દરમિયાન જ લેવામાં આવી હતી. તે બાદ ફહાદે પોતાની બહેનના લગ્નમાં સ્વરાને ઇનવાઇટ કરી હતી. જેનો જવાબ આપતા સ્વરાએ ટ્વિટર પર લખ્યુ હતુ કે- હું મજબૂર છું. શુટિંગથી નીકળી નહિ શકું, આ વખતે માફ કરજે મિત્ર. કસમ છે, તારા લગ્નમાં જરૂર આવીશ. સ્વરા વીડિયોમાં જણાવી રહી છે કે બંને વચ્ચે વર્ષ 2019 ડિસેમ્બરમાં પ્રોટેસ્ટ દરમિયાન પહેલા ઓળખ થઇ અને પછી મિત્રતા અને બાદમાં મિત્રતા રિલેશનમાં બદલાઇ ગઇ.

બંને વચ્ચે મુલાકાતો વધવા લાગી અને વાત લગ્ન સુધી પહોંચી ગઇ. વીડિયોના કેપ્શનમાં સ્વરા ભાસ્કરે પોતાના દિલની વાત લખી છે. સ્વરાએ લખ્યુ- ઘણીવાર તમે દૂર સુધી જુઓ છો અને મોટી વસ્તુઓ પર ફોકસ કરો છો, જે કદાચ એકદમ નજીક હોય છે. અને આ તમારી પાસે છે, તેના વિશે તમને અંદાજ જ નથી હોતો. આપણે પ્રેમ શોધીએ છીએ, પણ અમને પહેલા મિત્રતા મળી અને બાદમાં એકબીજાને અમે મળ્યા. ફહાદ જિરાર અહેમદ તમે મારા દિલમાં છો. દિલમાં ઉથલ પુથલ છે, પણ આ માત્ર તારુ છે.

ફહાદે સ્વરાનો વીડિયો ટ્વિટર પર ફરીથી પોસ્ટ કર્યો અને કેપ્શનમાં લખ્યું છે- મને ખબર ન હતી કે તમારા દિલની આ ઉથલપાથલ આટલી સુંદર હોઈ શકે છે. મારો હાથ પકડવા બદલ પ્રેમ, સ્વરા ભાસ્કરનો આભાર. સ્વરા અને ફહાદે 6 જાન્યુઆરી 2023ના રોજ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ તેમના લગ્ન રજિસ્ટર કરાવ્યા હતા. અભિનેત્રીએ 8 જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં તેનું માથું એક રહસ્યમય વ્યક્તિના હાથ પર આરામ કરતું જોવા મળ્યું હતું. આમાં બેમાંથી કોઈનો ચહેરો દેખાતો ન હતો.

ત્યારે પણ ચાહકો અનુમાન લગાવી રહ્યા હતા કે સ્વરા રિલેશનશિપમાં છે. ફોટો કેપ્શનમાં હિંટ આપતા સ્વરાએ લખ્યું કે તે પ્રેમ હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે સ્વરા ભાસ્કર લેખક હિમાંશુ શર્માને ઘણા વર્ષો સુધી ડેટ કરતી હતી, પરંતુ વર્ષ 2019માં બંને અલગ થઈ ગયા. હિમાંશુ તેના લગ્ન જીવનમાં ખુશ છે અને સ્વરાએ ફહાદ સાથે લગ્ન કરી લીધા છે. તેઓ મહારાષ્ટ્ર સપા યુવા સમિતિના પ્રદેશ અધ્યક્ષ છે. ફહાદ યુપીના બરેલીના બહેડી વિસ્તારનો રહેવાસી છે.

તે ખૂબ જ સાધારણ પરિવારનો છે. મુસ્લિમો બંજારા જ્ઞાતિમાંથી આવે છે. તેણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. હાલમાં, ટાટા ઇન્સ્ટિટ્યૂટ મુંબઈમાં પીએચડી કરી રહ્યાં છે. CAA NRCC ચળવળ દરમિયાન તે સ્વરા ભાસ્કરને મળ્યો હતો. ફહાદ વર્ષ 2017માં ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તેણે વિદ્યાર્થી સંઘની જનરલ સેક્રેટરીની ચૂંટણી જીતી. તેમણે એક વર્ષ સુધી મહામંત્રી તરીકે કામ કર્યું. ફહાદ ત્યારે વિવાદોમાં આવ્યો હતો જ્યારે તે સંસ્થાના પ્રમુખ કે.એસ. એસ. રામાદોરાઈ પાસેથી એમફીલની ડીગ્રી લેવાની ના પાડી.

આ ઘટના બાદ તેમણે એસસી-એસટી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે ફી વધારાનો વિરોધ કરીને ઘણી હેડલાઈન્સ બનાવી હતી. આ પ્રોટેસ્ટમાં તેને પ્રકાશ આંબેડકર જેવા ને*તાઓનું જોરદાર સમર્થન મળ્યું.આપને જણાવી દઈએ કે સ્વરા ભાસ્કર તેની સ્પષ્ટવક્તા શૈલી માટે જાણીતી છે. અવારનવાર વિવાદાસ્પદ નિવેદનોને કારણે સ્વરા ભાસ્કરનું નામ સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં સ્વરા ભાસ્કર ‘ભારત જોડો યાત્રા’માં રાહુલ ગાંધી સાથે જોવા મળી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધી અને સ્વરા ભાસ્કરની ઘણી તસવીરો અને વીડિયો સામે આવ્યા હતા,

જેને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે સ્વરા જલ્દી જ રજનીતમાં પગ મૂકશે. જોકે તેણે ફહાદ અહેમદ સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા છે.સ્વરા ભાસ્કર તેના દમદાર અભિનય માટે જાણીતી છે. તેણે ‘રાંઝણા’, ‘તનુ વેડ્સ મનુ’, ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’, ‘પ્રેમ રતન ધન પાયો’, ‘નીલ બટ્ટે સન્નાટા’, ‘અનારકલી ઑફ આરા’ જેવી ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતા બતાવી છે. હવે ચાહકો તેની આગામી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.

Shah Jina