સ્વરા ભાસ્કરે તાલિબાની અને હિન્દુત્વ વિશે એવું ખરાબ કહ્યું કે ભડકેલા યુઝર્સ દ્વારા ધરપકડની માંગ

અભિનેત્રી સ્વરા ભાસ્કર તેના નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. જેના કારણે તે વિવાદોમાં પણ ઘેરાઈ જતી હોય છે. હાલમાં જ અભિનેત્રીએ ટ્વીટર ઉપર ટ્વીટ કરતા તાલિબાની આતંકીઓની તુલના હિન્દુત્વ સાથે કરી દીધી છે. તેના ટ્વીટ બાદ સોશિયલ મીડિયામાં તેની ખુબ જ આલોચના થઇ રહી છે. લોકો સોશિયલ મીડિયામાં સતત સ્વરા ભાસ્કરની ધરપકડની માંગણી પણ કરી રહ્યા છે.

સ્વરાએ તેની ટ્વીટમાં લખ્યું છે કે, “આપણે હિન્દુત્વના આતંક સાથે ઠીક નથી થઇ શકતા અને આપણે તાલિબાનના આતંકી હુમલાથી તૂટી ગયા છીએ અને સંપૂર્ણ રીતે સદમાંમાં છીએ. આપણે તાલિબાની આતંકથી શાંત નથી થઇ શકતા અને આપણે હિંદુત્વના આતંકથી નારાજ થઇએ છીએ. આપણા માનવીય અને નૈતિક મૂલ્ય પીડિતા અને ઉત્પીડીકની ઓળખ ઉપર આધારિત ના હોવા જોઈએ.”

હવે સ્વરા ભાસ્કરના આ ટ્વીટને લઈને યુઝર્સ તેની ખુબ જ આલોચના કરી રહ્યા છે. લોકોની અંદર તેના ટ્વીટ બાદ તેના પ્રત્યે ગુસ્સો પણ વ્યક્ત કરી રહ્યા છે. આલોચના કરવાની સાથે સાથે લોકો તેની ધરપકડની પણ માંગણી કરી રહ્યા છે. એક યુઝર્સ દ્વારા લખવામાં આવ્યું છે કે, “આઇપીસીની ધારા 295 એ અંતર્ગત જે પણ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાશે તેને કારાવાસની સજા થઇ શકે છે. જે ત્રણ વર્ષ સુધી વધારી શકાય છે.”

તો સોશિયલ મીડિયામાં એક અન્ય યુઝર્સ દ્વારા લખવામાં આવ્યું છે કે, “સ્વરા ભાસ્કરે હિન્દુત્વ આતંકનો અનુભવ કર્યો છે. હવે સરકારે તેને છ મહિના માટે તાલિબાન આતંકનો અનુભવ કરાવવા માટે અફઘાનિસ્તાન મોકલી દેવી જોઈએ. ત્યારે જ તે તુલના કરી શકશે.

Niraj Patel