કરીના કપૂરના સપોર્ટમાં આવી સ્વરા ભાસ્કર, ‘જહાંગીર’ નામને લઈને ટ્રોલિંગ કરવા વાળની લગાવી ક્લાસ

ટ્રોલરને આ દિગ્ગજ અભિનેત્રીએ મુંહતોડ જવાબ આપ્યો…ટ્રોલર કોઈને મોઢું દેખાડવા જેવા ન રહ્યા….

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન તેની બુકના લીધે ચર્ચામાં આવી ગઈ છે. અભિનેત્રી કરીના કપૂર આ દિવસોમાં બીજા છોકરાના નામને લઈને ખુબ જ ચર્ચામાં રહે છે. હમણાં જ લોન્ચ કરેલી બુકમાં બેબોએ તેના બીજા છોકરાનું નામ જાહેર કર્યું હતું.

તેમને છોકરાનું નામ ‘જહાંગીર અલી ખાન’ રાખ્યું છે. સૈફ અને કરીનાએ રાખેલું આ નામ ચાહકોને જરાય ગમ્યું હતું નહિ અને તેના માટે તેમને ટ્રોલ કરવા લાગ્યા હતા. આ બધાની વચ્ચે અભિનેત્રી સ્વરા ભાસ્કર કરીનાના સપોર્ટમાં આવી છે.

જહાંગીર નામ લઈને ટ્રોલિંગ પણ શરુ થઇ ગઈ હતી. હવે કરિનાની મિત્ર અને અભિનેત્રી સ્વરા ભાસ્કર કરીનાના સપોર્ટમાં આવી છે અને ટ્રોલર્સને ફટકાર લગાવી છે. કેટલાક યુઝરનું કહેવું છે કે પહેલા બાળકનું નામ તૈમુર અને બીજા બાળકનું નામ જહાંગીર,

હવે શું ખબર ત્રીજા બાળકનું નામ શું રાખશે. આવી ટ્રોલિંગની વચ્ચે અભિનેત્રી સ્વરા ભાસ્કરે કરીના કપૂરના સપોર્ટમાં ટ્રોલ કરતા લોકોને ‘દુનિયાના સૌથી મોટા ગધેડા’કયું હતું. ટ્રોલર્સે સ્વરા ભાસ્કરને પણ આ બાબતે ટ્રોલ કરવાનું શરુ કરી દીધું હતું.

સ્વરા ભાસ્કરે ટ્વિટ કરીને લખ્યું હતું કે, ‘કોઈ દંપતીને તેમના બાળકનું નામ રાખે છે, અને તે દંપતી તમે નથી- પણ તમને એ વાત જાણવી છે કે નામ શું છે અને શું કામ છે અને તમારા મગજમાં એક મુદ્દો છે, જેના લીધે તમારી લાગણીઓ દુભાય છે… તો તમે આ દુનિયાના સૌથી મોટા ગધેડા માંથી એક છો. #Jehangir #mindyourownbusiness

જણાવી દઈએ કે કરીનાએ ફેબ્રુઆરીમાં 2021માં બીજા બાળકને જન્મ આપ્યો હતો. અત્યાર સુધીં તેમણે છોકરાનું મોઢું દેખાડ્યું નથી. બાળકના નામને લઈને તે પણ અત્યાર સુધી ચૂપ રહેલી છે. હમણાં લોન્ચ કરેલી બુક દરમ્યાન કહ્યું હતું કે બીજા બાલનું નામ જહાંગીર રાખ્યું છે અમે તેને પ્રેમ થી ‘જેહ’ કહીને બોલાવીએ છીએ.

જણાવી દઈએ કે આ પહેલી વાર નથી કે કરીના અને સૈફને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હોય. જયારે તેમનો મોટો છોકરો તૈમુરનો જન્મ થયો હતો અને જયારે તેનું નામ રાખ્યું હતું ત્યારે તેના નામને લઈને ઘણા ટ્રોલ થયા હતા. લોકોનું માનવું છે કે કરીના અને સૈફ એક હુમલાવર ઉપર બાળકનું નામ કેવી રીતે રાખી શકે છે ?

Patel Meet