મનોરંજન

લાલબાગ ચા રાજાના દર્શન કરતી વખતે બોલીવુડની આ એક્ટ્રેસના ચંપલ થયા ચોરી, નામ જાણીને વિશ્વાસ નહિ આવે

મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. 10 દિવસ ચાલનાર આ તહેવારને બૉલીવુડ સેલેબ્રીટી પણ ધામધૂમપૂર્વક મનાવે છે. ત્યારે મુંબઈમાં રહેવા વળી કોઈ સેલિબ્રિટી નહિ હોય કે જે ગણેશોત્સવ દરમિયાન પ્રસિદ્ધ લાલબાગ ના રાજાના દર્શને ના ગયા હોય.

આ મંડપમાં ફિલ્મી સિતારાઓની પણ લાંબી લાઈનો લાગતી હોય છે. દર વર્ષે ઘણા બૉલીવુડ સિતારાઓ દર્શન માટે અહીં પહોંચે છે. ત્યારે મંગળવારે એક્ટ્રેસ સ્વરા ભાસ્કર પણ લાલબાગના રાજા દર્શને પહોંચી હતી. અહીં તેને બાપાના આશીર્વાદ મેળવ્યા હતા. પરંતુ દર્શન કરી પરત ફરતી વખતે તેને ખુલ્લા પગે પાછું ફરવું પડ્યું હતું.

સ્વરા ભાસ્કર લાલબાગ ના દર્શને ગઈ હતી. ત્યારે તેના ચંપલ ચોરી થઇ ગયા હતા. આ જાણકારી સ્વરા ભાસ્કરે સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરીને આપી હતી. વીડિયોમાં સ્વરા લાલ કલરના શૂટમાં જોવા મળી હતી. સ્વરા ખુલ્લા પગે ચાલતા ચાલતા બોલી રહી હતી કે, સાચા શ્રદ્ધા હતી. તેથી ખુલ્લા પગે માથું ટેકવવા ગઈ હતી.પરંતુ કેપ્સનમાં સ્વરાએ સત્ય હકીકત બતાવી દઈ લખ્યું હતું કે, લાલબાગના રાજાના દર્શન કરતી વખતે જો ચંપલના ખોવાઈ તો દર્શન શું કર્યા ?

જણાવી દઈએ કે, સ્વરા ભાસ્કરનો એક વિડીયો હાલ ચર્ચામાં છે. આ વીડિયોમાં સ્વરા બ્રાઉન કલરના ટ્રેડિશનલ અટાયરમાં નજરે આવે છે.

જણાવી દઈએ કે, લાલબાગના દરબારમાં ઘણા બૉલીવુડ સેલિબ્રિટી અને ટીવી સ્ટાર નજરે આવ્યા હતા. જેમાં અંબાણી પરિવાર, અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણનું નામ પણ શામેલ છે. લાલબાગનો પંડાલ મુંબઈનો સૌથી ભવ્ય પંડાલ છે. આ વર્ષે લાલબાગના રાજાની પ્રતિમા પર ઈસરોનું ચંદ્રયાન 2 મિશન થીમ પર બનાવવામાં આવ્યું હતું.

સ્વરા ભાસ્કરના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો આજકાલ તે ફરાજ અંસારીની ફિલ્મ શિર ખુરામમાં કામ કરે છે. ફિલ્મમાં તેની સાથે શબાના આઝમી, દિવ્યા દતા પણ નજરે આવશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks