આ નવરાત્રિ નહીં, લવરાત્રિ છે, અંગપ્રદર્શન થાય છે… સ્વામીનારાયણ સ્વામીના નિવેદને વિવાદ જગાવ્યો; જુઓ વીડિયો
3 ઓક્ટોબરથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો છે, ત્યારે આ વચ્ચે સ્વામીનારાયણ સંપ્રદાયના એક સ્વામીનો મા આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિ પર બફાટ સામે આવ્યો છે. સ્વામી અનુપમ સ્વરૂપ સ્વામીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ નવરાત્રિને લવરાત્રિ ગણાવી રહ્યા છે.
સ્વામીએ કહ્યું કે, “નવરાત્રિ એ નવ દિવસનો નાઈટ ફેશન શો છે. વાસનાના પૂજારીઓના દિવસો આવ્યા, નવરાત્રિ એ દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ છે અને એ પણ લીગલ નોટિસ સાથે.” આ ઉપરાંત તેમણે આગળ કહ્યુ- છૂટાછેડા માટેનું મુખ્ય કારણ નવરાત્રિ છે.
ગરબાની ટિકિટના ભાવ ઊંચા લેવાનું સાધન છે. ભૂખ્યા ભેડિયાઓની વચ્ચે જેમ સસલાને રમતું મૂકવામાં આવે એમ ગરબે રમાડવામાં આવે. સ્વામીએ વધુમાં કહ્યું, “હાલના સમયમાં લજ્જા અને શરમ તો સાવ ગઈ. પહેરવેશના નામે ફક્તને ફક્ત બસ અંગપ્રદર્શન રહ્યા છે. રાત્રે 12 વાગ્યા પછી તો મનોરંજન થતું હોય છે એટલે રાત્રે 12 વાગ્યા સુધી જ નવરાત્રિ યોજવી જોઈએ.”
View this post on Instagram
સ્વામીએ કહ્યુ- જે નવરાત્રિ આપણા ગુજરાતીઓની ઓળખાણ છે એ જ હવે લવરાત્રિ તરીકે ઓળખાય છે.નવરાત્રિમાં માઁ આદ્યાશક્તિ અંબાની નવ નવ દિવસ સુધી પૂજા અને ઉપાસના થતી હોય, હવે એ જ નવરાત્રિમાં આપણા સમાજની મા, બહેન કે દીકરીઓને રાવણની નજરથી જોવાય છે.
View this post on Instagram