શ્રીધામ ગુરુકુળના સ્વામી સાથે કેટલાક લોકોએ મારપીટ કરી, વાયરલ થયો વીડિયો

એક સનસની સમાચાર સામે આવ્યા છે જેમાં શ્રી ધામ ગુરુકુળ સંકુલના ( Sridham Gurukul ) સ્વામી સાથે મારપીટના મામલે હવે વિજય પ્રકાશ સ્વામીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. વિજય પ્રકાશ સ્વામીએ તેમના સાથે થયેલી માથાકૂટ બાબતે કુલ 6 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ઉલ્લેખનીય છે કે, વિજય પ્રકાશ સ્વામી ઉપર સાથેની મારપીટનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો. સુરતના જમીન કૌભાંડ મામલે 3 જેટલા ઈસમો સ્વામી પર તૂટી પડ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રીધામ ગુરુકુળના ટ્રસ્ટી અને કથાકાર વિજય પ્રકાશ સ્વામી અને સાસણગીર ખાતે આશ્રમ ધરાવતા જે.કે.સ્વામી ખાસ મિત્રો હતા. થોડા દિવસ અગાઉ સુરતમાં જે.કે સ્વામી પર જમીન કૌભાંડ મામલે ફરિયાદ નોંધાઈ હતી.

આ આખી મેટર મામલે બાબતે સ્વામીએ પોતાની વાત સામે રાખતા કહ્યું હતું કે, મને ખોટી રીતે માર મારવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ હુમલો જમીન કૌભાંડ મામલે કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.

YC