રસોઈ

આજે જ બનાવો સ્વામિનારાયણ ખીચડી, ખુબ જ સ્વાદિષ્ટ અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે, વાંચો રેસિપી…

ગુજરાત ના કાઠીયાવાડી ક્ષેત્રની એક ખુબ સહેલાઈથી બનનારી વાનગી એટલે ખીચડી. દાળ,ચોખા અને ભરપૂર માત્રા માં શાકભાજીથી મિક્સ અને સ્વાદ અને રૂપ નો સ્વાદિષ્ટ મેલ આ ખીચડી ને પૌષ્ટિક અને સંપૂર્ણ બનાવે છે. આ તીખા વ્યંજન ની મજા લો-ફેટ દહીં ની સાથે કે પછી કઢી અને પાપડ ની સાથે લઇ શકાય છે.ખીચડી બનાવા માટે ની સામગ્રી:

અળધો કપ પીળી મગ દાળ, અળધો કપ કાચા ચોખા, 1 ટેબલ-સ્પૂન ઘી, અળધી ટી-સ્પૂન જીરું, 2 લવિંગ, તજ નો ટુકડો અને પાન, અળધો કપ ફ્લાવર કાપેલું, અળધો કપ રીંગણાં કાપેલા, અળધો કપ કાપેલી ડુંગળી, ટામેટા, ફણસી અને વટાણા, તથા વધારવા માટે મસાલા, ગરમ મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે.

ખીચડી બનવા માટેની વિધિ:

1. મગની દાળ અને ચોખા ને સાફ કરીને ધોઈ લો, અને તેને 10 થી 15 મિનિટ સુધી પલાળી રાખો. પછી પાણીને દૂર કરી લો.

2. એક પ્રેશર કુકર માં ઘી ને ગરમ કરો અને જીરું, લવિંગ અને તજ અને તજપાન નાખો.

3. પછી તેમાં ઉપર મુજબના દરેક કાપેલા શાકભાજી નાખો અને હળદર, લાલ ચટણી અને ગરમ મસાલો નાખીને 3 થી 4 મિનિટ સુધી પકાવો.

4. હવે તેમાં ધોયેલા દાળ ચોખા નાખો અને નિમક સ્વાદ પ્રમાણે ઉમેરો. અને 2 મિનિટ સુધી પકાવો.

5. હવે તેમાં 4 કપ ગરમ પાણી ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો અને 3 થી 4 સીટી સુધી પ્રેશર કુકર માં પકાવો.

6. બની ગઈ તમારી સ્વાદિષ્ટ ખીચડી. હવે તેને કઢી અને પાપડ ની સાથે ગરમાગરમ પીરસો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks