હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
તાજેતરમાં જ સુરતમાંથી એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં કડોદરા વિસ્તારમાં જ્યારે માતા ઘરમાં કામ કરી રહી હતી, ત્યારે 7 મહિનાની બાળકી રમતાં-રમતાં ગરોળી ચાવી ગઈ હતી. આ મામલો સામે આવ્યા બાદ ચકચારી મચી ગઇ હતી. આવી સ્થિતિને કારણે બાળકીને નુકસાન પણ થઈ શકતું હતું અથવા તો કદાચ તેનો જીવ પણ જઇ શકતો હતો. જો કે, તેની હાલ સારવાર ચાલી રહી છે.
ત્યારે ગરોળીથી શું નુકસાન થઈ શકે છે, એ વિશે રાજકોટના વેદાંત હોસ્પિટલમાં ક્રિટીકલ કેરના નિષ્ણાત ડોક્ટર મિલને માહિતી આપી હતી. ન્યુઝ 18 મીડિયાના રીપોર્ટ અનુસાર, ડોક્ટર મિલને જણાવ્યું કે, સુરતમાંથી જે કિસ્સો સામે આવ્યો તે પછી દરેક વાલીઓએ પોતાના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ.
કારણ કે બાળક જો કોઈ જીવજંતુ કે અન્ય વસ્તુઓ ગળી જાય તો મુશ્કેલીમાં મુકાઈ શકે છે. ગરોળીની વાત કરતા તેમણે કહ્યું, ગરોળી ઝેરી જીવ નથી, પણ તે બાળકના સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. ગરોડીની ઉલ્ટી કે પછી તેનું મળ જો વ્યક્તિ કે બાળકના પેટમાં જાય તો પેટની તકલીફ જેવી અનેક સમસ્યા થઈ શકે છે.
તેમણે આગળ જણાવ્યુ કે, જો ગરોળી બટકું ભરે તો તે એટલું જોખમી નથી હોતુ. પણ જો ગરોળી ગળી જવાય કે ચાવી જવાય તો ગંભીર પરિણામ થઈ શકે છે. ગરોળીના અંદર જે સલ્મોનેલા બેક્ટરીયા હોય છે, તે પેટની અંદર ચેપ ફેલાવે છે અને આને કારણે ઝાડા-ઊલટી, ડ્રિહાઇડ્રેશન, બીપી વધવું વગેરે જેવી સમસ્યા થાય છે.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં