રસોઈ

સ્વાદિષ્ટ પંજાબની અંજીર કોફ્તા કરી…એક વખત ખાધા બાદ વારંવાર ખાવાનું મન થાય, જાણો શું છે તેની રેસિપી

મિત્રો તમે બંગાળી વાનગી, ગુજરાતી વાનગી તેમજ ચાઇનીઝ વાનગીઓ તો ઘણી ખાધી હશે. તેમજ પીઝા, બર્ગર, સૂપ ની નવીન વાનગીઓ ઘણી ખાધી. સાથે સાથે પંજાબી વાનગીઓ પણ ઘણી ખાધી હશે. જે લોકો ખાવા પીવા  ના શોખીન હશે એ લોકો ને દરરોજ કઈક નવીન વાનગી ખાવી ગમતી હોય. તો અમે પણ આજે આવી જ એક નવીન મસ્ત તીખી પંજાબી વાનગી અંજીર કોફ્તા કરી ની રેસીપી શીખવાડીશું. ચાલો તમે નોંધી લો આ પંજાબી અંજીર કોફ્તા કરી અને ઘરે જ બનાવો ઘર ના જ મસાલા થી અને જુઓ તેનો પણ સ્વાદ બહાર જેવો જ આવશે.

Image Source


અંજીર કોફ્તા કરી બનાવવા માટે ની સામગ્રી:

 • બાફેલા બટેટા – 2
 • પનીર – 100 ગ્રામ
 • અંજીર -4 પાણી માં પલાળેલા
 • કોર્ન ફ્લોર – 2 ટેબલ સ્પૂન
 • મીઠું – ½ નાની ચમચી
 • તીખા નો પાઉડર (મરી) – ¼ નાની ચમચી
 • તેલ – તળવા માટે અને ગ્રેવી બનાવવા માટે

ગ્રેવી બનાવવા માટે ની સામગ્રી:

 • ટમેટા – 150 ગ્રામ
 • લીલા મરચાં – 2
 • કાજુ – 20-25
 • કોથમીર – 2 ટેબલ સ્પૂન (ઝીણી સમારેલી)
 • આદું ની પેસ્ટ – 1 નાની ચમચી
 • જીરું – 1 નાની ચમચી
 • હળદર નો પાઉડર – ¼ નાની ચમચી
 • લાલ મરચાં નો પાઉડર – ¼ નાની ચમચી
 • ગરમ મસાલો – ¼ નાની ચમચી
 • ધાણાજીરું – 1 નાની ચમચી
 • મીઠું – સ્વાદ અનુસાર

અંજીર કોફ્તા કરી બનાવવા માટે ની રીત:

 • સૌપ્રથમ બટેટા ને બાફી લો. પછી આ બાફેલા બટેટા ની છાલ કાઢી લો. પછી બટેટા અને પનીર ને એક વાસણ માં કાઢી તેનો ખૂબ જ ઝીણો છુંદો કરી લો. ત્યાર બાદ તેમાં મીઠું, તીખા નો પાઉડર (મરી) અને થોડી કોથમીર, તથા કોર્ન ફ્લોર નાખી આ બધી વસ્તુ ને ખૂબ જ સારી રીતે મિક્સ કરી દો. આ મિશ્રણ ને લોટ ની જેમ બાંધી ખૂબ મસળો. આમ મસળી ને તેને ચીકણો કરી તૈયાર કરી લો. હવે અંજીર ને સાફ કરી તેના નાના-નાના ટુકડા કરી નાખો.
 • હવે બનાવેલ મિશ્રણ માથી  થોડું મિશ્રણ લો અને તેને હાથ પર મૂકી પોતાની આંગળી અને અંગૂઠા ની મદદ થી મોટો કરો. પછી અંજીર ના 3 થી 4 ટુકડા લો અને આ હાથ માં રહેલ મિશ્રણ માં મૂકી દો, અને પછી ચારે બાજુ થી તેને કવર કરી લો. એટલે કે બંધ કરી દો. પછી મિશ્રણ ને હાથ માં રાખી ફરી થી ગોળ-ગોળ બનાવી એક પ્લેટ માં અલગ થી મૂકી દો. આ રીતે બીજા મિશ્રણ ના પણ ભરીને કોફ્તા તૈયાર કરી લો.
 • હવે એક વાસણ માં તેલ નાખી તેને ગરમ કરવા માટે ગેસ પર મૂકી દો. તેલ ગરમ થઈ જાય પછી તેમાં 4 થી 5 કોફ્તા ગરમ તેલ માં નાખો. જ્યારે કોફ્તા ગોલ્ડન રંગ ના ત્યાં સુધી તળી લો. પછી તેને એક અલગ પ્લેટ માં કાઢી લો. આમ બધા કોફ્તા ને આવી રીતે તળી લો.

કોફતે માટે ની ગ્રેવી બનાવો:

 • ટમેટા, લીલા મરચાં, અને કાજુ ને મિક્સર માં ખૂબ ઝીણું પીસી લો. હવે જે વાસણ માં તેલ હતું તેમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ રાખી બાકી નું  એક બીજા વાસણ માં કાઢી લો, હવે ગરમ તેલ માં જીરું નાખો, જીરું તળાય જાય પછી તેમાં હળદર નો પાઉડર, ધાણાજીરું નાખી મસાલા ને સારી રીતે તળી લો. હવે તેમાં આદું ની પેસ્ટ અને ટમેટા, કાજુ અને લીલા મરચાં ની તૈયાર કરેલ પેસ્ટ આ મસાલા માં નાખી તેને પણ તળીને મિક્સ કરી લો. આ મસાલા ને ત્યાં સુધી હલાવો જ્યાં સુધી તેમાં થી તેલ છૂટું ના પડી જાય. હવે મસાલા માં લાલ મરચાં નો પાઉડર નાખો અને થોડું થોડું હલાવતા રહો.
 • જ્યારે મસાલા માથી તેલ છૂટું પડે ત્યારે સમજવું કે મસાલો બની ને તૈયાર છે. હવે તેમાં 1 કપ પાણી નાખો. મીઠું, ગરમ મસાલો અને ઝીણી સમારેલી કોથમીર નાખી મિકસ કરી દો, અને ઉકળવા લાગે ત્યાં સુધી ચડવા દો. ગ્રેવી માં ઊભરો આવે ત્યારે ગેસ ને ધીમો કરી નાખો, અને તેને ઢાંકી ને 3 થી 4 મિનિટ માટે ચડવા દો.
 • આમ ગ્રેવી બની ને તૈયાર છે, ગેસ ને બંધ કરી દો અને ગ્રેવી ને એક મોટા બાઉલ માં કાઢી લો, પછી તેમાં કોફ્તા નાખી દો. તેની ઉપર કોથમીર નાખી તેને સજાવી લો. આમ અંજીર કોફ્તા કરી બની ને તૈયાર છે. જેને તમે રોટલી, પરાઠા, નાન, પૂરી કોઈપણ સાથે પીરસી ને ખાઈ શકો છો.

  Image Source

આમ પંજાબી અંજીર કોફ્તા કરી ની રેસીપી અહી આપેલી છે જેને તમે નોંધી હશે. તો ચાલો આજે જ બનાવો પંજાબી મસ્ત મજેદાર સ્વાદિષ્ટ અંજીર કોફ્તા કરી તમારા ઘરે જ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks