જાણો યુવાઓની પસંદ સુઝુકીની નવી બાઈક Gixxer SF 250ના ફીચર્સ અને કિંમત

1

થોડા દિવસો પહેલા જ Suzuki એ ભારતમાં નવી સ્પોર્ટ્સ બાઈક Gixxer SF 250 લોન્ચ કરી દીધી છે, ત્યારે આ બાઇકને ભારતમાં સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ બાઈક સાથે સુઝુકીએ ફૂલ-ફેયર્ડ 250cc સેગમેન્ટમાં એન્ટ્રી મારીને જણાવ્યું કે આ બાઈક દેશમાં એક નવા યુગની શરૂઆત કરશે. ફૂલ-ફેયર્ડ બાઈકની ડિઝાઇન યુરોપિયન સ્ટાઇલવાળી છે. આ બાઈકની એક્સ-શોરૂમ કિંમત 1.71 લાખ રૂપિયા છે.

Image Source

દમદાર ફિચર્સવાળી આ બાઇકના ફીચર્સ સૌને પસંદ આવશે, પાવર અને સ્ટાઇલના મામલે આ બાઇકનો કોઈ જ મુકાબલો નથી. જો તમે પણ આ બાઈક ખરીદવા માંગતા હોવ તો પોતાના નજીકના સુઝુકી શોરૂમમાં જઈને આ બાઈક ખરીદી શકો છો.

Image Source

Suzuki Gixxer SF 250 માં 249 cc, સિંગલ-સિલિન્ડર, ઓઇલ-કૂલ્ડ, ફ્યુલ ઈંજેકટેડ એન્જીન છે, જે 9000 rpm પર 26 bhp નો પાવર અને 7500 rpm પર 22.6 Nm પીક ટૉર્ક જનરેટ કરે છે. આ ઇન્જન 6-સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે.

Image Source

શાર્પ ફેયરિંગ બાઈકના લૂકને શાનદાર બનાવે છે. એમાં શાર્પ લૂકવાળી એલઇડી હેડલાઈટ્સ, કલીપઓન હેન્ડલબાર, સ્પ્લિટ સીટ્સ અને મલ્ટી-સ્પોક 17-ઇંચ એલોય વહીલ્સ છે. આ બાઇકમાં ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ ડિજિટલ આપવામાં આવ્યું છે. સાથે જ ડ્યુલ એક્ઝોસ્ટ સિસ્ટમ આપવામાં આવ્યું છે, જે 150cc વાળી જિક્સર જેવું જ દેખાય છે.

Image Source

આ બાઇકના ફ્રન્ટમાં ટેલિસ્કોપિક ફોક્ર્સ અને રિયરમાં મોનોશોક સસ્પેનશન લગાવેલા છે. રાઇડરની સુરક્ષાને ધ્યાને લઈને આ બાઇકમાં ડ્યુઅલ ચેનલ એબીએસ આપવામાં આવ્યા છે. આ બાઈક બે કલર મેટાલિક મેટ પ્લેટિનમ સિલ્વર અને મેટાલિક મેટ બ્લેક કલરમાં જ ઉપલબ્ધ છે. આ બાઈકનું વજન 161 કિલો છે, આ બાઈકની ફ્યુલ ટેન્ક કેપેસીટી 12-લીટર છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here