ધાર્મિક-દુનિયા

હનુમાનજીનું એક અનોખું મંદિર આ આખી દુનિયામાં એક માત્ર મંદિર છે જ્યા હનુમાનજીનું એક એવું રૂપ…

ઈલાહાબાદમાં ગંગા,યમુના અને સરસ્વતી ત્રણે નદીઓનું સંગમ થાય છે માટે ભારતના પ્રમુખ પવિત્ર સ્થાનોમાં ઈલાહાબાદ પણ મુખ્ય છે જ્યા બાર વર્ષોમાં એકવાર કુંભનો મેળો પણ આયોજીત કરવામાં આવે છે.આ સિવાય ઇલાહબાદમાં હનુમાનજીનું એકમાત્ર અનોખું મંદિર છે જે ઈલાહાબાદ કિલ્લાની પાસે ગંગા નદીના કિનારે છે.

Image Source

ઇલાહાબાદમાં હનુમાનજીનું આ મંદિર નાનું અને પ્રાચીન મંદિર છે.આ એકમાત્ર એવું મંદિર છે જ્યા હનુમાનજીની મૂર્તિ સુતેલી મુદ્રામાં છે.અહીં બિરાજમાન આ મૂર્તિ 20 ફૂટ લાંબી છે.કહેવામાં આવે છે કે આ સંગમનું પૂરું પુણ્ય આ હનુમાનજીના દર્શન પછી જ પૂરું થાય છે.

Image Source

ઇલાહાબાદના આ ત્રણે નદીના સંગમ પર આવનારા દરેક શ્રદ્ધાળુઓ આ મૂર્તિને સિંદૂર ચઢાવે છે. બજરંગબલીના આ અનોખા મંદિરની પૂજા અર્ચના કરવા માટે રોજ મોટી સંખ્યામાં અહીં શ્રદ્ધાળુઓ આવે છે પણ મંદિરના મહંત આનંદ ગિરી મહારાજના અનુસાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સાથે સાથે પંડિત નહેરુ, ઇન્દિરા ગાંધી,રાજીવ ગાંધી,સરદાર વલ્લભભાઈ પટેલ,ચંદ્ર શેખર આઝાદ જેવી હસ્તીઓ પણ અહીં આવીને બજરંગબલીના દર્શન કરી ચુક્યા છે અને પોતાના દેશ માટે મનોકામના માંગી હતી.કહેવામાં આવે છે કે આ મંદિરે માગેલી દરેક મનોકામના પૂર્ણ થાય છે.

Image Source

મંદિર સાથે જોડાયેલી એક માન્યતા અનુસાર રામભક્ત હનુમાનના પુનર્જન્મની કથા જોડાયેલી છે.લંકા વિજય પછી જ્યારે બજરંગબલી અપાર કષ્ટથી પીડિત થઈને મરણાસન્ન અવસ્થામાં પહોંચી ગયા હતા. તો માં જાનકી એ આ જ જગ્યા પર તેને પોતાનું સિંદૂર આપીને નવું જીવન અને હંમેશા ચિરાયુ અને સ્વસ્થ્યમંદ રહેવાનો આશીર્વાદ આપતા કહ્યું કે જે પણ આ ત્રિવેણી તટ પર સંગમ સ્નાન કરવા માટે આવશે તેનું સાચું ફળ તેઓને ત્યારે જ મળશે જ્યારે તેઓ અહીં હનુમાનજીના દર્શન કરશે.

Image Source

હનુમાનજીની આ સુતેલી અવસ્થામાં રહેલી મૂર્તિ વિશે કહેવામાં આવે છે કે 1400 ઈસવી માં જ્યારે ભારતમાં ઔરંગઝેબનું શાસાશન ચાલી રહ્યું હતું તયારે તેણે આ મૂર્તિને અહીંથી હટાવવાનો પ્રયાસ કર્યો હતો.લગભગ 100 જેટલા સૈનિકોને આ મૂર્તિને અહીંથી હટાવવા માટેના પ્રયાસોમાં લગાવવામાં આવ્યા હતા. ઘણા દિવસો સુધી પ્રયત્ન કરવા છતાં પણ મૂર્તિ ત્યાંથી હલી પણ ન શકી. એવામાં આ સૈનિકો ગંભીર બીમારીથી ગ્રસિત થઇ ગયા અને મજબૂરીમાં ઔરંગઝેબે મૂર્તિને ત્યાં જ રહેવા દીધી.

Image Source

આ સિવાય અન્ય એક ધાર્મિક માન્યતા અનુસાર હનુમાનજીના પગની નીચે કામદા અને અહિરાવણ દબાયેલા છે. અહીં મૂર્તિ જમીનની સામાન્ય સપાટીથી 8 થી 10 ફૂટ નીચે છે અને મંદિરની દેખભાળ બાઘમ્બરી ગીદ્દી મઠ દ્વારા કરવામાં આવે છે અને હનુમાનજીના આ સ્થાનને ‘બંધવાના મોટા હનુમાન જી’તરીકે પણ ઓળખવામાં આવે છે.

Image Source

આ સિવાય અહીં એક ચમત્કાર એવો પણ થાય છે કે જ્યારે ચોમાસામાં પુર આવે છે ત્યારે આ સ્થાન જળમગ્ન થઇ જાય છે,ત્યારે દરેક વર્ષે ગંગા મૈયા જ તેને સ્નાન કરાવે છે તથા હનુમાનજીની આ પ્રતિમાને જળાભિષેક કર્યા પછી પૂરના પાણીનું સ્તર પોતાની જાતે જ ઓછું થઇ જાય છે.

Image Source

આરોગ્ય, અન્ય કામનાઓ પૂર્ણ થાવા પર લોકો દરેક મંગળવાર અને શનિવારના રોજ અહીં વાજ-ગાનની સાથે આવે છે.મંદિરમાં પ્રવેશ કરતા જ શ્રદ્ધાળુઓને એક વિચિત્ર પ્રકારની અનુભૂતિ થાય છે.ભક્તોનું માનવું છે કે આવી સુતેલી અવસ્થામાં હનુમાનજીની મૂર્તિ વિશ્વમાં બીજે ક્યાંય પણ ઉપસ્થિત નથી.

Image Source

જો કે બદલાતા સમયની સાથે સાથે મંદિરમાં ઘણા ફેરફારો અને રીનોવેશન પણ કરવામાં આવ્યું હતું. છેલ્લી વાર વર્ષ 1940 માં આ મંદિરમાં સુધાર કામ કરવામાં આવ્યું હતું.આ એકમાત્ર હનુમાનજીના દર્શન કરીને લોકો પોતાના જીવનની અનેક સમસ્યાઓનું સમાધાન મેળવે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks