હેલ્થ

સુતા પહેલા પુરુષોએ રોજ ખાવી જોઈએ 2 ઈલાયચી, મોટાપો ઓછો થવાની સાથે-સાથે દુર થશે ઘણી એવી કમજોરી, જાણો વિગતે

આપણા દેશની જૈવ વિવિધતા વિશ્વના બીજા કોઈ પણ દેશથી ઘણી વધારે છે. દેશમાં જેટલા પ્રકારની ઔષધિઓ મસાલાઓનું ઉત્પાદન થાય છે એટલું બીજે કશે નથી થતું. ભારતીય ભોજનશૈલીમાં મસાલાઓ સ્વાદ માટે જ નહિ પરંતુ તેના ફાયદાઓ માટે પણ નાખવામાં આવે છે. ઘણા મસાલાઓ તો એવા છે કે જેના સ્વાકળ પણ આપણે ભૂલી ચુક્યા છીએ, પરંતુ તેનો ઉપયોગ કરવામાં આવે છે.

આવી જ એક વસ્તુ છે ઈલાયચી, જે સુગંધનો ખજાનો છે. દરેક રસોડામાં મસાલા તરીકે વપરાતી ઈલાયચી સ્વાસ્થ્યથી ભરપૂર છે. લીલી ઈલાયચી માઉથ ફ્રેશનરથી લઈને ભોજનનો સ્વાદ વધારવાનું કામ કરે છે. પણ ઘણા લોકો સ્વાસ્થ્યને થતા ફાયદાઓ વિશે અજાણ્યા રહે છે. ઈલાયચીની ખાસ વાત એ છે કે રોજ તેનું સેવન કરવાથી પુરુષોની શારીરિક કમજોરી દુર થવાની સાથે સાથે મોટાપો પણ દુર કરે છે. આજે અમે તમને ઈલાયચીના એવા જ અમુક ફાયદાઓ કહેવા જઈ રહ્યા છીએ જેને અપનાવીને પોતાની દરેક શારીરિક સમસ્યાઓથી છૂટકારો મેળવી શકાય છે.

Image Source

પાચન કરે છે દુરસ્ત: મોટાભાગે લોકો કઈ પણ ખાઈ લેતા હોય છે તેનાથી તેઓનુ પાચન બગડી જતું હોય છે. એવામાં ઈલાયચી તમને આ સમસ્યાથી રાહત અપાવી શકે છે. રોજ તેને ખાવાથી તમારું પાચન ઠીક રહેશે. ઈલાયચીનું સેવન કરવાથી પેટ સંબંધી સમસ્યા જેવી કે ભૂખ, એસીડીટી, ગેસ, છાતીમાં બળતરા, કબજિયાત વગેરે જેવી સમસ્યાઓથી પણ રાહત મળે છે.

યુરીન ઇન્ફેકશનમાં આપે છે રાહત: ઈલાયચીને રોજ ખાવાથી યુરીન ઇન્ફેકશનથી પણ રાહત મળે છે. તે યુરીનને વધારવામાં સહાયતા કરે છે સાથે જ તેનાથી ઇન્ફેકશન પણ જલ્દી ઠીક થઇ જાય છે.

Image Source

બ્લડપ્રેશર કરે છે નિયંત્રિત: ઈલાયચી બ્લડપ્રેશરને કન્ટ્રોલ કરવામાં પણ ખુબ મદદગાર છે. જેમાં પોટેશિયમ અને ફાઈબર ખુબ સારી માત્રામાં હોય છે જે બ્લડ સર્ક્યુલેશનને બરાબર બનાવી રાખે છે.

મોટાપો: જો તમારું પેટ બહાર નીકળેલું છે અને તેને અંદર કરવા માગો છો તો રાતે 2 ઈલાયચી ખાઈને ગરમ પાણી પીઓ. જેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામીન B1, B6 અને વિટામીન C શરીરની વધારાની ચરબીને પીગળાવી નાખે છે અને તેમાં રહેલું ફાઈબર અને કેલ્શિયમ વજન પણ કંટ્રોલમાં રાખે છે.

Image Source

વાળની મજબૂતી: રાતે બે ઈલાયચી ખાઈને પાણી પીવાથી વાળની ઝડો મજબુત બને છે. વાળ ખરવું બંધ થઇ જાય છે અને તે વાળને કાળા અને ઘાટા પણ બનાવે છે. તેનાથી વાળનો ડેન્ડ્ર્ફ પણ દુર થઇ જાય છે.

પુરુષોની કમજોરી દુર કરવામાં મદદગાર: રોજ રાતે સુતા પહેલા ઈલાયચીનું સેવન પુરુષો માટે સારું માનવામાં આવે છે. તેનાથી પુરુષોની નપુંસકતા ધીમે ધીમે નષ્ટ થઇ જાય છે. તેને ગરમ પાણી કે પછી દૂધની સાથે પીઓ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks