જીવનશૈલી

આ ઘરમાં ન તો પંખો છે ન AC , દર વર્ષે કરે છે ‘એક લાખ લિટર’ પાણીની બચત! વાંચો બેસ્ટ સ્ટોરી

હાલ જયારે આખા વિશ્વમાં પાણીની અછત સર્જાઈ રહી છે ત્યારે એક દંપતી એવું છે કે જે દર વર્ષે એક લાખ લીટર પાણીની બચત કરે છે, તેઓએ એક એવું ઇકો ફ્રેન્ડલી ઘર બનાવ્યું કે જેમાં એસી કે પંખાની જરૂર નથી પડતી અને આ ઘર પર્યાવરણને અનુકૂળ છે.

Image Source

અહીં વાત કરી રહયા છીએ એસ વિશ્વનાથન અને તેમની પત્ની ચિત્રા વિશે, કે જેઓ આજથી લગભગ બે દાયકા પહેલા બેંગલુરુમાં એવું ઘર શોધી રહયા હતા કે જે પર્યાવરણને અનુકૂળ હોય. વિશ્વનાથન એક સિવિલ એન્જીનીયર અને અર્બન અને રિજનલ પ્લાનર છે અને તેમની પત્ની ચિત્ર એક આર્કિટેક્ટ છે. આ બંનેએ મળીને પર્યાવરણને અનુકૂળ ઘરની ડિઝાઇન બનાવી અને આ ઘરમાં ઓછામાં ઓછી પ્રાકૃતિક સંસાધન જેમ કે ઉર્જા, પાણી અને અન્ય સામગ્રીઓ વપરાઈ હતી.

Image Source

તેમને થોડાક જ મહિનાઓમાં વિદ્યારણ્યપુરામાં આવું જ ઘર તૈયાર કરી દીધું. આ ઘર વિશે વિશ્વનાથન કહે છે કે આ બે માળના ઘરમાં જો કોઈ આના સફેદ પેન્ટવાળા ભાગની નીચે ઉભું રહી જાય તો તેઓ ખૂબ જ સારા વાતાવરણની મજા લઇ શકે છે. જેમાં થોડા જ પગલાં બાદ તાપમાનમાં બદલાવ આવી જાય છે, જે ઘરનો પીળા રંગનો ભાગ છે. આ ઘરની છતનો એક ભાગ ખેતીમાંથી નીકળતા કચરામાંથી બનાવ્યો છે, જે સપાટીને ગરમ થવાથી બચાવે છે.

Image Source

આ ઘરમાં કુદરતી હવા અને ઉજાસ માટે દરવાજાને બદલે ખુલ્લા વેન્ટિલેશન્સ બનાવવામાં આવ્યા છે, સાથે જ બેઝમેન્ટના નીચેના માલની બારીઓ અંદરની હવાને સખત ગરમીના દિવસોમાં પણ ઠંડી રાખે છે. બહારથી પારંપરિક ઘર જેવા જ દેખાતા આ ઘરમાં કોઈ પણ પંખો કે એસી નથી. આ ઘરની બનાવટને કારણે એમાં એની જરૂર પડતી નથી. અહીં પાલતુ કુતરા માટે માત્ર એક ટેબલ ફેનની જરુર છે.

વેન્ટિલેશન વિશે વિશ્વનાથને જણાવ્યું કે આ છતના વજનને દીવાલોમાં વહેંચી નાખે છે, જેનાથી સિમેન્ટનો વપરાશ ઘટી જાય છે, અને આ સતત હવાની અવરજવર પણ બનાવીને રાખે છે જેનાથી ઘરમાં દરવાજા કે દીવાલોની જરૂર નથી લગતી.

Image Source

આ ઘર સૌર ઉર્જાથી સંચાલિત છે, જેનાથી વીજળીનું બિલ ઓછું આવે છે, એ સિવાય અહીં પાણી ગરમ કરવા માટે અને ખાવાનું બનાવવા માટે બાયોગેસ હીટર પણ છે. આ ઘરમાં પર્યાવરણને અનુરૂપ સુવિધાઓ છે, આ સુવિધાઓ માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે, એ સસ્તી અને ટકાઉ છે.

Image Source

આ ઘરમાં વરસાદના પાણીના સંગ્રહની પ્રણાલી છે, જેમાં જુદી-જુદી રીતે ઘરમાં દર વર્ષે લગભગ એક લાખ લીટર પાણી સ્ટોર કરવામાં આવે છે. પીવા અને જમવાનું બનાવવા માટે પાણી એક સાફ જગ્યા પર જમા કરવામાં આવે છે. નાહવા અને કપડા ધોવા માટે લગભગ 1000 લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાથે જ આ ઘરમાં જમીનમાં એક ટાંકી પણ છે, જેનું પાણી બીજા કામો માટે વાપરવામાં આવે છે.

ઘરની બહાર એક કૂવો છે, જે વર્ષે એક મિલિયન લીટર પાણી રિચાર્જ કરે છે, જેને કારણે ઘરના પાણીનું બિલ પણ ઓછું આવે છે.

Image Source

આ સાથે જ આ ઘરમાં કંપોસ્ટીંગ ટોયલેટ છે, જેમાં જરા પણ પાણીની જરૂર નથી પડતી. વપરાશ બાદ મળને રાખથી ઢાંકી દેવાં આવે છે, ટોયલેટની સપાટી પર હાજર જીવાણુ આને જલ્દી જ ખાતરમાં બદલી નાખે છે, જેનો ઉપયોગ છતના બગીચામાં કરવામાં આવે છે.

Image Source

તેમના ઘરમાં બગીચામાં બટાકા, શાકભાજી, ચોખા, બાજરોથી લઈને ફળો સુધીની ઓર્ગેનિક વસ્તુઓ મળી જશે. છોડ માટે નાહવા અને સફાઈ માટે ઉપયોગમાં લેવામાં આવેલા ગંદા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. આ બગીચામાં દરેક પ્રકારના કીડા-મકોડા આવે છે. છત પર બનેલો આ બગીચો આખા ઘરને ઠંડુ રાખે છે. સાથે જ ઘરમાં એક ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર છે, જે રોજ રસોડામાંથી નીકળતા કચરાને ખાતરમાં બદલે છે.

Image Source

વિશ્વનાથન અનુસાર, પર્યાવરણ અનુકૂળ ઘર બનાવવા માટે સામાન્ય ઘર કરતા 10 ટકા ઓછો ખર્ચો થાય છે, અને કાર્બન ફુટપ્રિન્ટ અને પાણીને વેડફાવાથી પણ બચાવે છે. સાથે જ આ ઘરની સારસંભાળનો ખર્ચ પણ 75 ટકા ઓછો આવે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.