મનોરંજન

હૃતિક રોશનની પૂર્વ પત્ની શા કારણે અચાનક પહોંચી ગઈ હતી પોલીસ સ્ટેશન ? જાણો શું હતો આખો મામલો

અભિનેતા હૃતિક રોશન અને તેની પૂર્વ પત્નીના ડિવોર્સ તો થઇ ગયા છે, તે છતાં પણ તે પોતાના બાળકોના કારણે અવાર નવાર સાથે રહેતા જોવા મળે છે. તે બંને વેકેશન માણવા માટે પણ જાય છે, પરંતુ હાલ સુજૈન ખાન ૧૨ ડિસેમ્બરે શનિવારના રોજ અચાનક પોલીસ સ્ટેશન પહોંચતા જ લોકો વિચારમાં પડી ગયા હતા.

Image Source

સુજૈન ખાન મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશન પહોંચી હતી. અચાનક સુજૈનને પોલીસ સ્ટેશનની બહાર જોઈને લોકો પણ હેરાન રહી ગયા હતા. સુજૈન સાથે કેટલાક બીજા લોકો પણ હતા. આ ઉપરાંત ઘણા પોલીસ ઓફિસર પણ સુજૈન સાથે ચાલી રહ્યા હતા, આ જોઈને લોકો વિચારમાં પડી ગયા હતા કે આ બધું શું ચાલી રહ્યું છે?

Image Source

સુજૈનનાં પોલીસ સ્ટેશન જવાનું કારણ પણ હેરાન કરનારું હતું. એ વાત તો બધા જ જાણે છે કે સુજૈન એક ઇન્ટિરિયર ડિઝાઈનર છે અને મુંબઈમાં બાંદ્રા પોલીસની બિલ્ડિંગને ફરીથી બનાવવામાં આવી રહી છે અને આ બિલ્ડિંગના રિકંસ્ટ્રક્શનની જવાબદારી સુજૈનનાં માથે છે. તે અહીંયા ૧૨ ડિસેમ્બરે મોનીટરીંગ માટે પહોંચી હતી. ત્યાં તેને ઓફિસરો સાથે વાતચીત માટે બોલાવવામાં આવી હતી.

Image Source

સુજૈનની સાથે તેની ટીમના કેટલાક લોકો પણ સાથે હતા. તો તેની સાથે આઇપીએસ ઓફિસર અભિષેક સિંહ પણ નજર આવ્યા હતા. જેના કારણે લોકો પણ વિચારમાં પડી ગયા હતા. રિપોર્ટ પ્રમાણે આ પોલીસ સ્ટેશનનું કામ જલ્દી જ શરૂ થવાનું છે.

Image Source

સુજૈન જયારે બાંદ્રા પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે તેને સુરક્ષાનું પણ સંપૂર્ણ ધ્યાન રાખ્યું હતું. તેને સોશિયલ ડિસ્ટેંસીન્ગના પાલન સાથે માસ્ક પણ પહેરી રાખ્યું હતું. તેને બ્રાઉન કલરનો ડ્રેસ પહેર્યો હતો. આ સાથે જ તેને સફેદ સ્નીકર્સ અને બેગ કેરી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)