બોલિવૂડના ફેમસ અભિનેતા રિતિક રોશનને અને તેની પત્ની સુજૈન લાંબા સમયથી એકબીજાના દોસ્ત હતા. આ બંનેએ લાંબા સમયથી એકબીજાને ડેટ કર્યા બાદ પછી લગ્ન કરી લીધા હતા.

20 ડિસેમ્બર 2000માં બંનેએ લગ્ન કર્યા હતા પરંતુ લગ્નના 14 વર્ષ પછી બંને છુટા પડી ગયા હતા. પરંતુ પોતાના બે છોકરાઓને કારણે બંને હાલમાં પણ એકબીજાને સારા દોસ્ત છે. જ્યાં રિતિક બોલિવૂડનો મોસ્ટ હેન્સમ અભિનેતા છે તેમ સુજૈન પણ કઈ ઓછી નથી. 2 છોકરાઓ અને 40વર્ષની ઉંમરમાં પણ સુજૈન એકદમ સુંદર દેખાય છે. જુઓ તેની કેટલીક તસ્વીર અને રિતિકની લવ સ્ટોરી…
શું તમને ખબર છે કે રિતિક રોશનના જીવનમાં સુજૈનની એન્ટ્રી કોઈ ફિલ્મ સીનથી ઓછી ન હતી. નથી જાણતા તો ચાલો અમે તમને જણાવીએ કે સુજૈન અને રીતિકની લવ સ્ટોરી કેવી રીતે ચાલુ થઇ હતી. આ એ સમયની વાત છે જયારે રીતિકની બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો હતો, રિતિક મુંબઈને ટ્રાફિક સિગ્નલમાં હતા ત્યારે તેની નજર સુજૈન પર પડી. સુજૈનને જોતાંની સાથે જ રિતિકે પોતાનું દિલ તેને નામે કરી નાખ્યું હતું.
રિતિકે કોઈક રીતે સુજૈન સાથે પોતાની ઓળખાણ કરાવી નાની-મોટી જગ્યાએ મળવા લાગ્યા અને તેને પછી તેઓ એકબીજા સાથે ડેટ પર જવા લાગ્યા હતા.
રિતિકે એક લાંબા રિલેશન પછી સુજૈનને મુંબઈ બીચ પર લગ્ન માટે પૂછ્યું હતું. સુજૈનને પણ રિતિકના આ પ્રપોઝલ સ્વીકારવામાં વાર ન લગાડી અને છેલ્લે 2000માં બંનેએ બેગ્લોરમાં લગ્ન કર્યા હતા. પરંતુ પણ આ લગ્ન ટકી શક્યા ના હતા. મીડિયા રિપોર્ટ અનુસાર બંને વચ્ચે મતભેદ 2013માં શરુ થઇ ગયા હતા અને છેલ્લે 2014 માં બન્ને છુટા પડ્યા હતા.
જયારે સુજૈનને રિતિક અને તેના અલગ થવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે સુજૈન જણાવ્યું કે, “અમે જીવનના એ સ્ટેજ પર પહોંચી ગયા હતા જ્યાં અમે નક્કી કર્યું કે હવે અમારે અલગ થવું જોઈએ. અમે એવું નક્કી કર્યું કે એક નકલી સંબંધને નિભાવવા કરતા છુટા થઇને પોતા પોતાના જીવનમાં ખુશ રહીએ અને અલગ થઇ જઈએ.”
જણાવી દઈએ કે તે બંને જ્યારેથી અલગ થયા છે ત્યારથી તેમનો સંબંધ વધારે મજબૂત થઇ ગયો છે. બંને કાયમ સાથે જ જોવા મળે છે. આ વિશેમાં સુજૈનને પૂછવામાં આવ્યું ત્યારે તેને જણાવ્યું કે, “અમે બંને અલગ થવાનો નિર્ણય લીધા પછી અમારી બંને વચ્ચે વાતચીત વધી ગઈ છે. અમે કદાચ પહેલા આટલી બધી વાતો ન હતા કરતા જેટલી અલગ થયા પછી કરીએ છીએ.
તેને આગળ જણાવ્યું કે, ” અમે બંને પોતાના છોકરાને લઈને ખુબ જ પ્રતિબદ્ધ છીએ. જયારે છોકરાઓની વાત આવે ત્યારે અમે બંને મતભેદ ભૂલીને ભૂલી જઈએ છીએ અને તેમને વિશે વિચારવું એ અમારી પ્રાથમિકતા હોય છે. બંનેના છુટા થવાનું એક કારણ આવું પણ સામે આવ્યું હતું કે સુજૈનનું અફેર અર્જુન રામપાલ સાથે હતું. જણાવીએ કે અર્જુન રામપાલની સાથે અફેરના કારણે આ બંનેના સંબંધમાં દુરી આવવાની ચાલુ પડી હતી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.