હ્રતિક રોશનની એક્સ વાઇફ સુઝૈન ખાન બોયફ્રેન્ડ અર્સલાન સાથે થઇ કોઝી, ચાલુ વીડિયોમાં જ કરી દીધી કિસ

બોલિવૂડ એક્ટર હ્રતિક રોશનની પત્ની અને ફેશન ડિઝાઈનર સુઝેન ખાન આ દિવસોમાં અર્સલાન ગોની સાથેના અફેરને કારણે ચર્ચામાં છે. હાલ બંને આ દિવસોમાં વેકેશન પર છે. સુઝૈન ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અર્સલાન સાથે ઘણી રોમેન્ટિક તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તસવીરો પરથી સ્પષ્ટ છે કે આ વેકેશનમાં બંને સાથે તેમના મિત્રો પણ છે. સુઝૈન અને અર્સલાન ગોની હાલમાં કેલિફોર્નિયાના માલિબુમાં વેકેશન માણી રહ્યા છે. તેણે અર્સલાન સાથેનો એક વીડિયો ઇન્સ્ટા સ્ટોરી પર શેર કર્યો હતો.

જેમાં સુઝૈન અને અર્સલાન બંને ખૂબ જ નજીક દેખાઈ રહ્યા હતા. સુઝૈન ખાન આ દરમિયાન બ્લૂ મિડી પેન્સિલ ડ્રેસમાં હંમેશની જેમ ખૂબસૂરત લાગી રહી હતી. તેણે સ્ટાઈલિશ સેન્ડલ અને કૂલ સનગ્લાસ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. આ દરમિયાન અર્સલાન જીનસ અને ટી શર્ટમાં જોવા મળ્યો હતો. ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરેલા વીડિયોમાં સુઝૈન અને અર્સલાન કિસ કરતા પણ જોવા મળ્યા હતા.

તમને જણાવી દઈએ કે 14 વર્ષના લગ્નજીવન પછી સુઝૈન અને હૃતિકે 2014માં છૂટાછેડા લીધા હતા. કપલ હજી પણ તેમના બે બાળકો માટે સાથે છે. તેમણે એકબીજા સાથે સંબંધો જાળવી રાખ્યા છે અને તે બંને પોતાના બંને દીકરાઓને પેરેન્ટિંગ કરી રહ્યા છે. હ્રતિક રોશનથી અલગ થયા બાદ સુઝૈન ખાન અને અર્સલાન ગોની વચ્ચે નિકટતાના સમાચાર આવ્યા હતા.

તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકતા અર્સલાને ગયા વર્ષે સુઝૈન ખાનના જન્મદિવસ પર સુંદર રીતે શુભકામનાઓ પાઠવીને તેના સંબંધને સત્તાવાર બનાવ્યો હતો. ઘણા મીડિયા રિપોર્ટમાં પહેલા એવો દાવો કરવામાં આવ્યો હતો કે સુઝૈન ટીવી અભિનેતા અલી ગોનીના ભાઇ અર્સલાન ગોનીને ડેટ કરી રહી છે. તે બાદ અર્સલાને જ તેમના સંબંધોને ઓફિશિયલ કર્યા હતા. જો કે, એવા પણ અહેવાલો હતા કે હ્રતિક સબા આઝાદને ડેટ કરી રહ્યો છે.

જો કે તેણે હજી સુધી તેમના સંબંધો વિશે ખુલીને વાત કરી નથી. પરંતુ તે ઘણીવાર લંંચ-ડિનર ડેટ પર અને ઇવેન્ટમાં સાથે સ્પોટ થાય છે. કરણ જોહરના જન્મદિવસની પાર્ટીમાં હ્રતિક રોશન સબા આઝાદ સાથે સ્પોટ થયો હતો.આ દરમિયાન બંને એકબીજાનો હાથ પકડેલા જોવા મળ્યા હતા.

Shah Jina