હ્રતિક રોશનની એક્સ વાઇફ આ દિવસોમાં કેલિફોર્નિયામાં વેકેશન મનાવી રહી છે. સુઝૈન સાથે તેનો બોયફ્રેન્ડ અર્સલાન ગોની પણ છે. સુઝૈને તેની ટ્રિપનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.જેમાં બંનેના કેટલાક લાજવાબ પળોની ઝલક કેપ્ચર છે.સુઝૈન ખાનના આ વીડિયોમાં પહેલા અર્સલાન સાથે તેની કેટલીક ક્યૂટ તસવીરો છે અને પછી વીડિયો જોવા મળી રહ્યો છે, જેમાં બંને કેલિફોર્નિયામાં મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.ચાહકોએ આ કપલ માટે ઘણો પ્રેમ વરસાવ્યો છે અને લખ્યું છે કે આ દિવસોમાં તેઓ તેમનું ફેવરિટ કપલ છે.
આ વીડિયોમાં અર્સલાન અને સુઝૈન કયારેક રસ્તા પર મસ્તી કરતા તો ક્યારેક દરિયામાં ટહેલતા જોવા મળે છે. આ વીડિયોને શેર કરતાં સુઝેને કેપ્શનમાં લખ્યું, ‘Hella stoked… ️#angelenos #californiadreamin’. ઉલ્લેખનીય છે કે, 26 ઓક્ટોબર 2021ના રોજ અર્સલાન ગોનીએ સુઝૈનના જન્મદિવસે તેમના સંબંધોને ઓફિશિયલ કર્યા હતા. તેણે તેના ઈન્સ્ટા હેન્ડલ પર સુઝૈન અને પોતાની એક સુંદર તસવીર શેર કરી હતી, જેમાં બંને વચ્ચે ખૂબ જ ઊંડી કેમેસ્ટ્રી જોવા મળી હતી.
આ ફોટો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, “જન્મદિવસની શુભકામનાઓ. હું તમને એવી દુનિયાની શુભેચ્છા પાઠવું છું જેમાં તમને તે બધું મળે જેમાં તમે લાયક છો. એક મોટી સ્મિત સાથે તમને ઘણો પ્રેમ.થોડા દિવસો પહેલા સુઝૈને પૂલસાઇડનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે શાનદાર પોઝ આપતી જોવા મળી હતી. સુઝૈન અને અર્સલાન સોશિયલ મીડિયા પર તેમના સંબંધો વિશે ખૂબ જ ખુલ્લા છે અને ઘણીવાર એકબીજા સાથે તેમની સુંદર ઝલક શેર કરે છે. તાજેતરમાં, 1 મેના રોજ સુઝૈને તેના પુત્રનો જન્મદિવસ ઉજવ્યો હતો, જેમાં તેની સાથે પપ્પા હ્રતિક રોશન પણ જોવા મળ્યા હતા.
હૃતિક અને સુઝૈને પોતાના બંને બાળકો સાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યો હતો. જણાવી દઈએ કે અભિનેત્રી સબા આઝાદને ડેટ કરવાને લઈને પણ હ્રતિક રોશન આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. ઘણા પ્રસંગોએ તેઓ એકબીજા સાથે હાથમાં હાથ નાખી જોવા મળતા હોય છે. હાલમાં જ કેટલાક સમય પહેલા સુઝૈન-અર્સલાન અને હ્રતિક-સબા ગોવાની ટ્રિપ પર સાથે એક ઇવેન્ટમાં પહોંચ્યા હતા, જ્યાંથી પરત ફરતી વખતે તેઓ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.
હ્રતિક રોશન અને સુઝૈન ખાનની વાત કરીએ તો, તેઓએ વર્ષ 2013માં છૂટાછેડા લીધા હતા અને તેમ છત્તાં તેઓએ પોતાના સંબંધોને ઘણા મજબૂત રાખ્યા છે. બંને ઘણીવાર એકસાથે જોવા મળે છે. તેઓ તેમના બાળકો સાથે પાર્ટી અને વેકેશન મનાવતા તેમજ ક્વોલિટી સમય વીતાવતા પણ જોવા મળે છે.સુઝૈન અને અર્સલાન ગોનીના સંબંધોની વાત કરીએ તો બંને હવે ઘણીવાર સાથે જોવા મળે છે. પાર્ટી કરવાથી લઈને વેકેશન પર જવા સુધી, અર્સલાન અને સુઝૈન એકબીજા પર પ્રેમ વરસાવવાની કોઈ તક છોડતા નથી. બંને વચ્ચેનો ખાસ બોન્ડ સ્પષ્ટપણે જોવા મળે છે.
View this post on Instagram
હૃતિક રોશનની વાત કરીએ તો, તેના અને સબા આઝાદના સંબંધો હવે કોઈનાથી છુપાયેલા નથી. કરણ જોહરના 50માં જન્મદિવસ પર, અભિનેતાએ તેની લેડી લવ સાથે એન્ટ્રી કરી હતી. ત્યાં તેની એક્સ વાઇફ સુઝૈન ખાને પણ અર્સલાન ગોની સાથે એન્ટ્રી કરી હતી.
View this post on Instagram