મનોરંજન

હૃતિક રોશન આ કઈ સુંદર છોકરી જોડે “ગોડજિલા vs કોન્ગ” જોવા પહોંચ્યો? ચારેકોર ચર્ચા

બોલિવુડ અભિનેતા હૃતિક રોશન હાલમાં જ તેમની પૂર્વ પત્ની અને તેમના બંને બાળકો સાથે ફિલ્મ જોવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની ખૂબસુરત તસવીરો ત્યાં હાજર પેપરાજીએ તેમના કેમેરામાં કેદ કરી હતી.

Image Source

હૃતિક રોશનને ગુરુવારે મુંબઇના જૂહુ PVRમાં સ્પોટ કરવામાં આવ્યા હતા. જયાં તેમની સાથે તેમની પૂર્વ પત્ની સુઝેન ખાન અને તેમના બંને દીકરાઓ જોવા મળ્યા હતા.

Image Source

હૃતિક રોશન અને સુઝેન ખાને ઘણા સમય પહેલા છૂટાછેડા લીધા હતા, પરંતુ આજે પણ તેઓની બોન્ડિંગ કાયમ છે. બંનેને ઘણીવાર એકસાથે સ્પોટ કરવામાં આવે છે, ઘણા અવસર પણ પર તેઓ સાથે જોવા મળે છે.

Image Source

હાલમાં જ તેઓને બાળકો સાથે સિનેમાઘર આગળ સ્પોટ કરવામાં આવ્યા હતા. તેઓ હાલમાં જ રીલિઝ થયેેલ એક્શન થ્રીલર ફિલ્મ જોવા પહોંચ્યા હતા.

Image Source

આ દરમિયાન હૃતિક રોશનની પૂર્વ પત્ની સુઝેન ખાન બ્લેક બોડીકોન ડ્રેસમાં જોવા મળી હતી અને આ દરમિયાન તે તેમના નવા હેરકટ ફ્લોન્ટ કરતા પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન હૃતિક રોશન કેઝયુઅલ લુકમાં જોવા મળ્યા હતા.

Image Source

તમને જણાવી દઇએ કે, હૃતિક રોશન અને સુઝેન ખાન વર્ષ 2013માં અલગ થયા હતા, જો કે તે બાદ પણ બંને વચ્ચે ઘણા સારા સંબંધ છે. બંને ઘણીવાર એકબીજા સાથે બાળકો માટે જોવા મળે છે.

Image Source

લોકડાઉન દરમિયાન હૃતિક રોશન અને સુઝેન ખાન તેમના બાળકો સાથે એક પરિવારની જેમ જોવા મળ્યા હતા. મીડિયા રીપોર્ટ્સ અનુસાર સુઝેન ખાન “બિગબોસ-14″ના કન્ટેસ્ટન્ટ રહેલા અલી ગોનીના ભાઇ અર્સલાન ગોનીને ડેટ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s)

હૃતિક રોશનના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે આ દિવસોમાં ઘણા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. એકબાજુ ચાહકો તેમની અપકમિંગ ફિલ્મ “ક્રિષ 4″ની રાહ જોઇ રહ્યા છો, ત્યાં બીજી તરફ ચાહકો “વિક્રમ વેઘા”ને લઇને પણ એક્સાઇટેડ છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)