સુઝૈન ખાને બોયફ્રેન્ડ સાથે શેર કરી કોઝી તસવીર, કહ્યું-દરેક વખત બીચ પર જવું…..

હ્રતિક રોશનની રૂપ રૂપનો અંબાર બોલ્ડ એક્સ પત્ની આ કોની બાહોમાં દેખાઈ…તસવીરો જોઈને ફેન્સ ચોંકી ગયા છે હવે…

બોલીવુડના હેન્ડસમ અભિનેતા એવા હ્રતિક રોશન અને તેની પૂર્વ પત્ની સુઝૈન ખાને લગ્નના ઘણા વર્ષો પછી છૂટાછેડા લીધા હતા. બંનેના બે દીકરાઓ પણ છે. જો કે છૂટાછેડા પછી પણ બંને સારા એવા મિત્રો છે અને પોતાના બાળકો માટે એકબીજાને મળતા રહે છે.જ્યા એક તરફ હ્રતિક રોશન સબા આઝાદને ડેર કરી રહ્યો છે ત્યાં બીજી તરફ સુઝૈન ખાન અભિનેતા અલી ગોનીના ભાઈ અર્સલાન ગોનીને ડેટ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sussanne Khan (@suzkr)

એવામાં તાજેતરમાં જ સુઝૈન ખાને અર્સલાન સાથેની રોમેન્ટિક તસ્વીર શેર કરી છે જેમાં તે અર્સલાનની બાહોમાં એકદમ રોમેન્ટિક મૂડમાં દેખાઈ રહી છે.તસવીરો શેર કરીને સુઝૈને પોતાની ફીલિંગ પણ લોકો સમક્ષ રજૂ કરી છે. સામે આવેલી તસ્વીરોમાં સુઝેન બ્લુ શોર્ટ વન પીસ પહેરેલી દેખાઈ રહી છે. આ આઉટફિટ સાથે તેણે હાઈ હિલ્સ પહેર્યા છે અને બ્લુ પર્સ પણ કેરી કર્યું છે. મિનિમલ મેકઅપ અને ખુલ્લા વાળમાં સુઝૈન ખુબ જ સુંદર લાગી રહી હતી જ્યારે અર્સલાન વ્હાઇટ શર્ટ અને જીન્સમાં જોવા મળ્યો હતો.

તસવીરો શેર કરીને સુઝૈને કેપ્શનમા લખ્યું કે,”હંમેશા બીચ જ ખાસ જગ્યા નથી હોતી, ઘણી વાર આ પણ એક અનોખો અહેસાસ આપાવે છે” અર્સલાને પણ તેની આ પોસ્ટ પર ઘણી બધી કિસિંગ ઈમોજી અને હાર્ટ ઈમોજી પોસ્ટ કરી હતી.જણાવી દઈએ કે આ તસ્વીર જન્નત ગર્લ એટલે કે અભિનેત્રી સોનલ ચૌહાનના જન્મદિવસની ઉજવણીની છે. સોનલે ગત 16 મેના રોજ પોતાનો જન્મ દિવસ ગોવામાં ઉજવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sussanne Khan (@suzkr)

આ ખાસ મૌકા પર ઘણા લોકો શામિલ થયા હતા જેમા સુઝૈન-અર્સલાન પણ શામિલ છે. અર્સલાને પણ આ પાર્ટીની અમુક તસવીરો પોતાની સ્ટોરમાં પોસ્ટ કરી હતી જેમાં તેમની સાથે સોનલ ચૌહાણ પણ દેખાઈ રહી છે. સુઝૈન-અર્સલાન સોનલ સાથે પોઝ આપતા પણ દેખાઈ રહ્યું છે. જો કે આ પહેલી વાર નથી કે સુઝૈન-અર્સલાને પોતાની તસવીરો શેર કરી હોય ઘણા મોકાઓમાં તેઓ એકબીજા સાથેની તસવીરો શેર કરતા રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Arslan Goni (@arslangoni)

જણાવી દઈએ કે સુઝૈન અને હ્રતિકે વર્ષ 2000માં લગ્ન કર્યા હતા અને 2014માં છૂટાછેડા લીધા હતા.સુઝૈન-અર્સલાન એકબીજાને એક કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યા હતા, જેના પછી બંને એકબીજાની ખુબ નજીક આવી ગયા હતા. પાર્ટી કે ઇવેન્ટમાં પણ બંને એક સાથે જ સ્પોટ થાય છે. બંનેએ પોતાના રિલેશન વિશે ખુલીને તો વાત ક્યારેય નથી કરી પણ બંને હંમેશા એકબીજાના હાથમાં હાથ નાખેલા જ દેખાય છે. અમુક સમય પહેલા અર્સલાન-સુઝૈન અને હ્રતિક-સબા એકસાથે જ ગોવામાં એન્જોય કરતા જોવા મળ્યા હતા. જો કે તેઓ એરપોર્ટ પર અલગ અલગ જોવા મળ્યા હતા.

Krishna Patel