ખબર

દેશમાં દીકરીઓ નથી સુરક્ષિત, ગુજરાતમાં પણ બની હાથરસ જેવી ઘટના? હાથ-પગે ફ્રેક્ચર અને હોઠ કપાયેલી હાલતમાં હતાં

એક બાજુ સરકાર બેટી બચાવોના નારા લગાવી રહી છે. આજે દેશમાં દીકરીઓ સુરક્ષિત નથી એવું ક્યાંક ને ક્યાંક કહી શકાય છે. દેશમાં બળાત્કારના કિસ્સાઓ દરરોજ વધી રહ્યા છે. ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલી ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ગુજરાતમાં હાથરસ જેવી ઘટના ઘટી છે. લોકોએ આ ઘટના બાદ ફિટકાર વરસાવ્યો છે.

સુરત જિલ્લાના પલસાણાના ગંગાધરા રેલવે સ્ટેશન નજીક ગંગાપુર ફાટક પાસેથી શરીરે સંખ્યાબંધ ગંભીર ઈજા અને લોહીથી લથપથ એક યુવતી એક ઝાડીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ યુવતીને 108ની મદદથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. યુવતીની ગંભીર હાલતમાં લવાતા તબીબો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

તબીબી તપાસમાં મહિલા પર દુષ્કર્મ થયું હોવાની આશંકા હતી. તબીબોની તપાસમાં મહિલાના હાથ-પગે ફ્રેક્ચર અને હોઠ પણ કપાયેલી હાલતમાં હતાં. મહિલાના હાથે-પગે ફ્રેક્ચર અને મોઢા પર ગંભીર ઇજાઓ દેખાઈ રહી હતી. યુવતીના ગુપ્ત ભાગે પણ ગંભીર ઈજા પહોંચી છે. ગુપ્તભાગેથી લોહી નીકળતું હતું. ઘટનાની ગંભીરતાને લઈ પલસાણા અને રેલવે પોલીસ બન્નેને જાણ કરવામાં આવી હતી.

યુવતીને ઇજાઓ 24 કલાક પહેલાંની હોવાની શંકા સેવાઈ રહી છે. ઇજાગ્રસ્ત મહિલાની મહિલા પરિચારિકાને સાથે રાખી તપાસ કર્યા બાદ એવી આશંકા લાગી રહી છે કે આ મહિલા પર દુષ્કર્મ આચરીને ફેંકી દેવાઈ છે.

સુરત સિવિલ હોસ્પિટલના કેટલાક મેડિકલ ઓફિસરે પણ મહિલા માનસિક બીમાર હોવાનું પણ જણાવ્યું છે. હાલ મહિલા હોસ્પિટલમાં ગાયનેક તથા માનસિક વિભાગના ડોક્ટરોની સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.