ખબર

દેહ વિક્રય કરતી મહિલા સાથે પકડાયો યુવક, સસ્પેન્ડ સિપાહીએ કર્યું એવું ગંદુ કામ, 3 કલાક પછી થયો ચોંકાવનારો ખુલાસો

દેહ વિક્રય કરતી મહિલાઓ સાથે પુરુષોના પકડાઈ જવાના અને પોલીસ દ્વારા મોં માંગ્યા પૈસા પડાવવાના ઘણા કિસ્સાઓ આપણે સાંભળ્યા છે, પરંતુ આવા જ એક બનાવની અંદર એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે.

Image Source

કાનપુરના કિદવઈ નગરની સફેદ કોલોનીમાં એક દેહ વિક્રય કરતી મહિલા સાથે થયેલી વારદાત સાંભળવા મળી. કિદવઈ નગરના પોલીસ સ્ટેશન વિસ્તારના સફેદ કોલીનીમાં રહેતી મેરાજને ચકેરી સ્ટેશનના સસ્પેન્ડ સિપાહીએ પોતાના સાથીઓ સાથે મળીને દેહ વિક્રય કરતી મહિલા સાથે ષડયંત્રમાં ફસાવ્યો. ત્યારબાદ બદનામ કરવાની ધમકી આપીને બ્લેકમેઇલ કરવામાં આવ્યો. આ ઘટના ઉપર હોબાળો મચી ગયો છે.

Image Source

ડિજીઆઈના નિર્દેશ ઉપર સર્વિલાન્સ, સ્વાટ ટિમ અને પોલીસે ત્રણ કલાકમાં જ આ ઘટનાનો ખુલાસો કરી નાખ્યો. સફેદ કોલોની નિવાસી આઢતી મેરાજ અન્સારીએ સાંજે લગભગ સાડા છ વાગે પોતાના ઘરની સામે રહેનારા તેના મિત્ર આમિરના ફોન ઉપર પોતાના અપહરણની સૂચના આપી. ફિરોતીના ત્રણ લાખ રૂપિયાની વ્યવસ્થા કરવાનું કહ્યું. આમિરે મેરાજના પરિવારજનોને જણાવ્યું તો પિતા મો. ઈમ્તિયાઝે ત્રણ લાખ રૂપિયાની વ્યવસ્થા કરીને અપહરણ કર્તાઓ સાથે વાતચીત કરી.

અપહરણકર્તાઓએ તેમને પહેલા શાત્રી ચોક, ત્યારબાદ વિજયનગર ચાર રસ્તા બોલાવ્યા. ત્યારબાદ ફોન બંધ થઇ ગયો ત્યારે ગભરાયેલા પરિવારજનોએ પોલીસને જાણકારી આપી. પોલીસને તેની લોકેશન દાદાનગર સ્થિત એક કોલોનીમાં મળી. ત્યાં પોલીસે મેરાજને સહી સલામત મેળવી લીધો.

Image Source

એસપી સાઉથ દિપક ભૂકર દ્વારા જણાવામાં આવ્યું કે “મેરાજનો સંપર્ક એક મહિલા સાથે હતો જેને મેરાજને એક દેહ વિક્રય કરતી મહિલાનો નંબર આપ્યો. શનિવારના રોજ દેહ વિક્રય કરતી મહિલાએ મેરાજને દાદાનગરમાં રહેલા એક રૂમમાં બોલાવ્યો હતો.”

Image Source

આગળ તેમને જણાવ્યું કે: “આ બધા વચ્ચે જ સસ્પેન્ડ સિપાહી મુકેશ શ્રીવાસ્તવે પોતાના સાથી ઈલિયાસ અને એક મહિલા સાથી સાથે તેને એક ષડયંત્ર અંતર્ગત પકડી લીધો અને ફિરોતીની રકમ માંગી હતી. સસ્પેન્ડ સિપાહી, મહિલા અને સાથી ઇલિયર્સની ધરપકડ કરી લેવામાં આવી છે. દેહ વિક્રય કરનારી મહિલા અને મેરાજને સંપર્ક આપનારી મહિલા ફરાર છે. તપાસ અંતર્ગત કેસ દાખલ કરી અને ત્રણેયને જેલમાં મોકલવામાં આવશે.”