રાજસ્થાનના ઝાલોર જિલ્લામાં વાવેલા સાંચોર નામના કસ્બામાં 19 જૂને સવારે લગભગ 6 વાગ્યાની આસપાસ એક જોરદાર ધમાકો થયો અને આકાશમાંથી કોઈ ચમકદાર વસ્તુ નીચે પડી. જે જગ્યાએ આ વસ્તુ પડી એ જગ્યાએ 3-4 ફૂટ ઊંડો ખાડો પણ પડી ગયો.

આ વસ્તુ પડતા જ લોકો જોવા માટે દોડ્યા, પોલીસને પણ જાણ કરવામાં આવી, પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ઘેરાબંધી કરી દીધી, બપોર સુધી માલુમ પડ્યું કે આ ઉલ્કાપિંડ હતી. ત્યારબાદ આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો. પ્રસાશને તેને પોતાના કબ્જા હેઠળ લઇ લીધું અને આગળ તપાસ માટે મોકલવાની તૈયારી કરી.

સાંચોર ભારત પાકિસ્તાન બોર્ડરની પાસે છે, એટલે આ મોટા અવાજ બાદ આ ઉલ્કા પિંડ પડતા લોકોને લાગ્યું કે કોઈ બોમ પડ્યો છે, માટે તેમને તરત જ પોલીસને જાણ કરી દીધી. પોલીસે ત્યાં પહોંચી અને ઘેરાબંધી કરી લીધી અને 3-4 ફૂટ ઊંડા ખાડામાં દબાઈ ગયેલી એ વસ્તુને બહાર કાઢવાના પ્રયાસ કર્યા, પરંતુ એ સમયે તે ગરમ હતી માટે થોડીવાર બાદ પોલીસે તેને બહાર કાઢી અને પોતાની સાથે લઇ ગયા.

સાંચોરના એસડીએમએ જણાવ્યું છે કે આ ઉલ્કાપિંડનું વજન 2.8 કિલોગ્રામ જેટલું હતું અને તેની અંદરથી ઘણી બધી પ્રકારની ધાતુઓ પણ મળી આવી છે. વધુ તપાસ માટે તેને આગળ મોકલવામાં આવી છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.