ફિલ્મી દુનિયા

5 વર્ષના ભાણિયા નીરવાનએ મામા સુશાંતના નિધન પર કહી આ વાત, સાંભળીને તમારું હૃદય ભરાઈ આવશે

સુશાંત સિંહ રાજપૂતના નિધન પછી તેનો પરિવાર, મિત્રો અને ચાહકો સદમામાં છે. તેના અંતિમ સંસ્કાર માં પિતા, બહેનો અને પરિવાર ના નજીકના લોકો તથા બોલીવુડના અમુક દિગ્ગજ કલાકારો શામિલ રહયા હતા. જો કે સુશાંતની એક અન્ય બહેન શ્વેતા કીર્તિ સિંહ ભારતની બહાર રહેતી હોવાને લીધે સુશાંતને અંતિમ વિદાઈ આપવા માટે પહોંચી શકી ન હતી.

Image Source

જ્યારે શ્વેતાએ પોતાના 5 વર્ષના દીકરા નીરવાનને કહ્યું કે મામા સુશાંત હવે આપડી વચ્ચે નથી રહયા તો તેણે આપેલો જવાબ સાંભળીને તમારું પણ હૃદય દ્રવી ઉઠશે. પાંચ વર્ષના સુશાંતના ભાણિયા નિરવાને કહ્યું કે, તે આપણા દિલમાં જીવિત છે.” વાસ્તમાં સુશાંતના ભાણિયાનો આવો જવાબ હૃદયને સ્પર્શી જાય એવો છે.

Image Source

શ્વેતા કીર્તિ સિંહે ફેસબુક પર પોસ્ટમાં લખ્યું કે,”જયારે મેં નિરવાનને જણાવ્યું કે મામા હવે નથી રહ્યા તો તેણે ત્રણ વાર એક જ વાત કહી કે તે તમારા દિલમાં જીવિત છે…” જયારે એક પાંચ વર્ષનો બાળક આવું કહી શકે તો વિચારો કે આપણે બધાએ કેટલું મજબૂત રહેવું જોઈએ. દરેક કોઈને મજબૂત રાખો. ખાસ કરીને સુશાંતના ચાહકો સમજે કે તે અમારા દિલમાં રહે છે અને હંમેશા રહે એવું જ કરતા રહો…એવું કંઈપણ ન કરો કે તેની આત્માને ઇજા પહોંચે”.

Image Source

શ્વેતા કીર્તિએ કહ્યું કે,”મારે જલ્દી જ ભારત માટે રવાના થવાની જરૂર છે, કોઈ ફલાઇટની ટિકિટ નથી મળી રહી..જો કોઈ મદદ કરી શકે તેમ છે તો મહેરબાની કરીને મને જણાવો”.જો કે તેના અમુક સપય પછી ફરીથી શ્વેતાએ લખ્યું કે,”બધાની મદદથી ભારત માટેની ટિકિટ પાકી છે. હું 16 તારીખે ભારત આવી રહી છું. દિલ્લીના માધ્યમથી મુંબઈ પહોંચીશ. પણ 7 દિવસની ક્વોરેન્ટાઇ અવધિ વિશે વિચારીને ચિંતિત છું. શું કોઈ ઉપાય છે કે તેનાતી તેને માફ કરી શકાય. મને જલ્દી જ મારા પરિવારને મળવાની જરૂર છે”.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.