ફિલ્મી દુનિયા

સુશાંત સિંહ રાજપૂતનો પૂજા કરાવતો વિડીયો વાયરલ, પંડિતે કહ્યું-“રિયા ચક્રવર્તી હાજર ન હતી'”

સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈ જાંચ ચાલી રહી છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર સુશાંતનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તે પોતાના ઘરે પંડિતો સાથે પૂજા કરાવતા દેખાઈ રહ્યા છે. એવામાં એવું પણ જાણવા મળ્યું હતું કે આ પૂજા પંડિત ગોવિંદ નારાયણ શાસ્ત્રીએ કરાવી હતી.

Image Source

એવામાં પંડિતે એક મીડિયા ચેનલ સાથે વાત-ચિત કરતા ઘણી જાણકારીઓ આપી હતી જે સુશાંત કેસમાં મદદરૂપ સાબીત થઇ શકે છે. પંડિતે જણાવ્યું હતું કે આ પૂજા સુશાંતના બાંદ્રા સ્થિત કેપરી હાઈટ્સ બિલ્ડીંગના 15માં માળના ફ્લેટ પર કરવામાં આવી હતી, જ્યા સુશાંત ભાડાના ફ્લેટમાં રહેતા હતા. પંડિતે એવું પણ જણાવ્યું હતું કે પૂજાના સમયે રિયા ચક્રવર્તી હાજર ન હતી.

Image Source

પંડિતે આગળ કહ્યું કે તે પૂજામાં સુશાંત, સુશાંતની બહેન મિતુ સિંહ અને તેનો પતિ, સાથે અન્ય લોકો પણ શામિલ થયા હતા. રુદ્રાભિષેકની પૂજા લગાતાર ચાર કલાક સુધી ચાલી હતી અને સુશાંત લગાતાર ચાર કલાક સુધી પૂજામાં બેસી રહ્યા હતા, અને છેલ્લે તેણે 11 બ્રાહ્મણોને ભોજન પણ કરાવડાવ્યું હતું. પૂજા સમાપ્ત થયા પછી બધી સમાગ્રી હટાવવામાં છ થી સાત કલાક લાગ્યા હતા.

Image Source

પંડિતે આગળ કહ્યું કે પૂજામાં સુશાંત એકદમ સામાન્ય વ્યક્તિની જેમ જ દેખાતા હતા. તે ડિપ્રેશનમાં હોય એવું બિલકુલ પણ દેખાતું ન હતું. સુશાંત એકદમ ખુશમિજાન વ્યક્તિ હતા. તેના જેવો વ્યક્તિ આત્મહત્યા કરી લે એ વાત પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ છે.

પંડિતે એ પણ સ્પષ્ટ કહી દીધું કે આ પૂજા સિવાય અન્ય કોઈ પૂજા માટે સુશાંત કે તેના પરિવાર તરફથી તેનો સંપર્ક કરવામાં આવ્યો ન હતો અને ન તો તેને એવી કોઈ જાણ છે કે સુશાંતના ઘરે કે પાવના ડૈમના ફાર્મહાઉસ પર કોઈ તંત્ર મંત્ર સંબંધિત પૂજા કરવામાં આવી હોય.

Image Source

જુઓ સુશાંત સિંહ રાજપૂતનો પૂજાના સમયનો વિડીયો…

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.