ખબર

સુશાંત સિંહ રાજપૂતના ચાહકે કરી આત્મહત્યા, આ ફૈન વારંવાર કહેતો હતો કે,”સુશાંત મરી ન શકે.” વાંચો અહેવાલ

બોલીવુડના દિગ્ગજ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે પોતાના મુંબઈ સ્થિત ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાના જીવનને ટૂંકાવી લીધું હતું. આગળના છ મહિનાથી સુશાંત ડિપ્રેશનમાં હતા અને તેનો ઈલાજ પણ ચાલી રહ્યો હતો. જો કે આગળના અમુક દિવસોથી તેનો વ્યવહાર અસામાન્ય હતો અને તેણે ડિપ્રેશનની દવાઓ ખાવાનું પણ બંધ કરી દીધું હતું.

Image Source

સુશાંતના રૂમમાંથી એક પણ શંકાસ્પદ વસ્તુ કે સ્યુસાઇડ નોટ મળી આવી નથી પણ ડિપ્રેશનને લગતી ઘણી દવાઓ મળી આવી હતી. સુશાંતના નિધનથી બૉલીવુડ, ટીવી જગત અને સામાન્ય જનતા પણ શૌક્માં છે. એવામાં સુશાંતની અચાનક થયેલી આત્મહત્યા તેનો એક ચાહક સહન ન કરી શક્યો અને તેણે પણ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી લીધું.

Image Source

ઘટના બિહારના નાલંદા જિલ્લાના ચંડી થાણા ક્ષેત્રના લોદીપુર ગામની છે. જ્યાં સુશાંતના ચાહકે સુશાંતની જેમ જ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. જાણવા મળ્યું કે તેનો આ ફૈન વારંવાર કહેતો હતો કે,”સુશાંત મરી ન શકે.”

Image Source

મળેલી જાણકારીના આધારે સુશાંતનો આ ચાહક વિદ્યાર્થી હતો અને આત્મહત્યાની આગળની રાતે સુશાંતની ફિલ્મ એમ.એસ.ધોની જોઈ હતી. મંગળવારની સવારે તેણે રૂમમાં જઈને દરવાજો બંધ કરી દીધો અને દોરડાનો ફંદો બનાવીને ગળાફાંસો ખાઈ લીધો અને જીવન છોડીને ચાલ્યો ગયો.

Image Source

આ સિવાય બિહારની એક અન્ય વિદ્યાર્થી યુવતીએ પણ આત્મહત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. તે આખો દિવસ સુશાંતની આત્મહત્યા કરવાની ખબર ટીવી પર જોતી હતી અને મોડી રાતે તેને ઉલ્ટી પણ કરી હતી જેના પછી તેને હોસ્પિટલમાં પણ ભરતી કરવામાં આવી હતી જ્યા તેને મૃત ઘોષિત કરવામાં આવી હતી. પરિવારે જણાવ્યું કે સુશાંતના નિધનથી ખબરથી તેને ખુબ ઊંડો આઘાત લાગ્યો હતો અને ડિપ્રેશનમાં આવી ગઈ હતી.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.