સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન અને અભિનેત્રી ચારુ અસોપાના લગ્નના કાર્યક્રમની શરૂઆત થઇ ગઈ છે. બંનેના પરિવાર ગોવા પહોંચ્યા છે. રાજીવ અને ચારુએ ગોવામાં પોતાની સગાઈના ફોટાઓ ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યા છે. આ વીડિયો અને ફોટાઓ ખુબ જ વાઇરલ થઇ રહ્યા છે.
સગાઈના વીડિયોમાં સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેને કાળા રંગનો સૂટ પહેર્યો છે જ્યારે ચારુએ સફેદ રંગના ગાઉન પહેર્યું છે. તે બંને એક સાથે સુંદર લાગી રહ્યા છે.
શુક્રવારે તેમની સગાઈની રસ્મોની શરૂઆત થઇ ગઈ છે. તેમને આ રસ્મોના ફોટો અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે જેમાં લગ્નના રિવાજો ચાલતા જોવા મળે છે. એક વીડિયોમાં ચારુના પરિવારજન હોટલમાં ગોવાના સંગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. તો કેટલાક વીડિયોમાં ચારુ મહેંદી લગાવતી જોવા મળે છે.
સુષ્મિતા સેન શુક્રવારના પિતા શુબીર સેન, બોયફ્રેન્ડ રોહમાન શોલ અને તેમની છોકરી રિની અને અલીશા જોવા મળ્યા હતાં. ગણેલા દિવસો પહેલા રાજીવ અને ચારુએ કાર્ટમાં લગ્ન કરી લીધા છે. 16 જૂનના આ બંને હિન્દૂ રીતિ-રિવાજોથી ગોવામાં લગ્ન કરશે. ગોવા પહોંચતા પહેલા રાજીવે પોતાની માતા સાથે મસ્તી કરતા સેલ્ફી પણ પોસ્ટ કરી છે. રાજીવના પહેલા ચારુ અને તેના પરિવારજન ગોવા પહોંચી ગયા હતા.
સગાઈના ફોટા અને વીડિયોમાં ચારુ અને રાજીવ એક બીજાના હાથમાં હાથ નખીને પોઝ આપતા જોવા મળે છે. રાજીવે પણ સગાઈના ફોટા શેર કરતા લખ્યું છે, ‘ તેણીએ ક્યારે પણ મને નથી છોડ્યો અને હું પણ તેના કયારેય જવા દીધી નથી.” એક વીડિયોમાં રાજીવ શેમ્પેન ખોલતા જોવા મળે છે. આ વીડિયો શેર કરતા જણાવ્યા કે, ‘હું તને 1000 વર્ષ અને તેનાથી પછી પણ તને પ્રેમ કરીશ. આ પોસ્ટના રિપ્લાયમાં ચારુએ લખ્યું હતું કે, ‘હું તને પ્રેમ કરું છું બેબી.. દુલ્હન તમારી રાહ જોઈ રહી છે. જલ્દી આવો.’
આ બંનેના ફોટાઓ અને પ્રી-વેડિંગ વિડિઓ જોઈને તેમને પછી બધા લોકો તેમને લગ્નના ફોટા જોવા માટે ઉત્સુક થઇ રહ્યા છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks