જીવનશૈલી ફિલ્મી દુનિયા

માલદીવમાં દિલકશ અંદાજમાં જોવા મળી સુષ્મિતા સેન, આ 5 તસ્વીરોથી હંગામો મચી ગયો- જુઓ રોમેન્ટિક અને હોટ તસ્વીરો

એક સમયે મિસ યુનિવર્સનો ખિતાબ પોતાના નામે કરેલી અભિનેત્રી સુષ્મમીતા સેન આગળના ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે પણ તે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફૈન્સ સાથે હંમેશા જોડાયેલી રહે છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારી સુષ્મિતા પોતાની અદાઓ અને સુંદર તસ્વીરોથી ફૈન્સનું ધ્યાન કેન્દ્રિત કરતી રહે છે.

હાલના સમયમાં સુષ્મિતા બૉલીવુડ દુનિયાથી દૂર રોહમન શૉલને ડેટ કરી રહી છે અને મોટાભાગે બંન્ને કોઈને કોઈ કારણને લીધે ચર્ચામાં આવી જાય છે. બંન્નેએ પોતાના પ્રેમને પણ ઓફિશિયલી કબૂલ કરી લીધો છે જેને લીધે મોટાભાગે તેઓ એકબીજા સાથેની તસ્વીરો પોસ્ટ કરતા રહે છે.

એવામાં એકવાર ફરીથી સુષ્મિતા સેને રોહમન સાથેની પોતાના વેકશેનની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી  છે. તસ્વીરોમાં સુષ્મિતા રોમેન્ટિક અંદાજમાં દેખાઈ રહી છે. તસ્વીરોમાં બંન્ને એકબીજામાં ખોવાયેલા દેખાઈ રહ્યા છે અને ફૈન્સ પણ તેઓની બોન્ડિંગને ખુબ પસંદ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે સુષ્મિતા પોતાના બોયફ્રેન્ડ રોહમન સાથે બોલીવુડની પસંદગીમાંનું એક સ્થળ માલદીવમાં વેકેશનની મજા માણવા માટે પહોંચી છે. વેકેશનની ઘણી તસ્વીરો સુષ્મિતાએ શેર કરી છે. એક તસ્વીરને શેર કરતા સુષ્મિતાએ રોહમન સાથેના પોતાના પ્રેમને જાહેર કર્યો છે. તસ્વીરોને શેર કરતા સુષ્મિતાએ લખ્યું કે,‘લવ’. ફૈન્સ પણ તેઓની રોમેન્ટિક અદાઓના ખુબ વખાણ કરી રહ્યા છે. એક ફેન્સે તસ્વીર જોઈને કહ્યું કે,”પ્યોર લવ” જ્યારે અન્ય એક ફેન્સે લખ્યું કે,”પ્યારા”.

એક તસ્વીરમાં બંન્ને બોટ રાઈડની મજા લેતા દેખાઈ રહ્યા છે. બ્લેક બિકીની અને વ્હાઇટ શર્ટમાં સુષ્મિતા ખુબ જ હોટ દેખાઈ રહી છે, જ્યારે રોહમન વ્હાઇટ ટીશર્ટમાં ખુબ જ હેન્ડસમ લાગી રહ્યા છે.

 

View this post on Instagram

 

#love 💋

A post shared by Sushmita Sen (@sushmitasen47) on

આ સિવાય સુષ્મિતાએ એક સ્લો મોશન વિડીયો પણ શેર કર્યો છે, જેમાં તે સમુદ્રના કિનારે લહેરાતી હવાની સાથે મજા માણી રહી છે. વીડિયોમાં સુષ્મિતાએ શોર્ટ વ્હાઇટ ડ્રેસ પહેરી રાખ્યો છે જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે. વીડિયોને શેર કરતા સુષ્મિતાએ લખ્યું કે,”શું મજા આવે છે જ્યારે તમે સાચી રીતે જીવી રહ્યા હોય. આવી સવાર, રેતી, સમુદ્ર અને જીવવાની ખુશી”.

 

View this post on Instagram

 

You dare me…I won’t blink!!!💋#scorpiongaze #wink #wink😄😉❤️ Here’s looking at you! I love you guys!!!💃🏻

A post shared by Sushmita Sen (@sushmitasen47) on

જણાવી દઈએ કે સુષ્મિતા અને રોહમન આગળના ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે, બંન્નેની ઉંમરમાં ઘણું અંતર હોવા છતાં બંન્ને પોતાના પ્રેમને જાહેર કરવામાં અચાકાતા નથી. બંન્ને મોટાભાગે એકબીજા સાથેની તસ્વીરો શેર કરતા રહે છે.

અમુક દિવસો પહેલા પણ સુષ્મિતા પોતાની બંન્ને દીકરીઓ અને રોહમનની સાથે આર્મીનીયા ટ્રીપ પર ગઈ હતી, જ્યાંની તસ્વીરો પણ ખુબ વાઇરલ થઇ હતી. સુષ્મિતા પોતાના વ્યક્તિગત જીવનની સાથે સાથે પોતાની દત્તક લીધેલી દીકરીઓનું પણ પરંતુ ધ્યાન રાખે છે.

સુષ્મિતા સેનને છેલ્લી વાર વર્ષ 2010 માં આવેલી ફિલ્મ ‘નો પ્રોબ્લેમ’માં જોવામાં આવી હતી. હાલ સુષ્મિતા ફિલ્મોથી દૂર પોતાના પ્રેમી અને દીકરીઓ સાથે સમય વિતાવી રહી છે.

જુઓ સુષ્મિતા સેનનો સમુદ્રમાં મસ્તી કરતો વિડીયો…

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks