મનોરંજન

દીકરીઓ અને બોયફ્રેન્ડ સાથે વિદેશમાં વેકેશન એન્જોય કરી રહી છે સુસ્મિતા સેન, સેલ્ફી મૂકીને કહી આ વાત

બોલિવૂડ અભિનેત્રી અને પૂર્વ મિસ યુનિવર્સ સુસ્મિતા સેન પોતાના રિલેશનશિપને કારણે અવારનવાર ચર્ચાઓમાં રહેતી હોય છે. થોડા દિવસ પહેલા જ પોતાના નાના ભાઈ રાજીવ સેનના લગ્ન પતાવ્યા બાદ હવે તે પોતાની બંને દીકરીઓ રેને, અલીશા અને બોયફ્રેન્ડ રોહમન શૉલ સાથે વેકેશન મનાવવા માટે વિદેશ ગઈ છે.

સુસ્મિતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ વેકેશનની એક તસ્વીર શેર કરી છે, જેમાં એ પોતાના બોયફ્રેન્ડ અને દીકરીઓ સાથે દેખાઈ રહી છે. આ તસ્વીરનાં કૅપ્શનમાં તેને લખ્યું છે, ‘મારી જાન રોહમન આટલો સિરિયસ કેમ છે. તસ્વીર માટે સારી મહેનત કરી છે. તમને બધાને પ્રેમ કરું છું.’

આ તસ્વીરમાં સુસ્મિતાએ પીળા રંગનું ટોપ પહેર્યું છે, અને સાથે જ સનગ્લાસિસ કેરી કર્યા છે, જયારે તેની નાની દીકરી અલીશા પણ મેચિંગ કપડામાં દેખાઈ રહી છે. આ સિવાય તેને એક બીજી સેલ્ફી પણ શેર કરી છે, જેમાં તે લાઇનિંગવાળા ટોપમાં દેખાઈ રહી છે. આ તસ્વીરમાં પણ તેને ગોગલ્સ કેરી કર્યા છે. આ તસ્વીરમાં પણ તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.

સુસ્મિતા સેન અને તેનો બોયફ્રેન્ડ રોહમન શૉલ પોતના સંબંધ માટે ચર્ચાઓમાં જ રહે છે. ત્યારે સોશિયલ મીડિયા પર બંનેનો પ્રેમ ઘણીવાર જોવા મળે છે. બંને ઘણીવાર નવી-નવી જગ્યાઓ પર દેખાય છે અને હાલ બંને અર્મેનિયામાં બાળકો સાથે સારો સમય પસાર કરી રહયા છે.

થોડા દિવસો પહેલા એવી પણ અફવા ઉડી હતી કે સુસ્મિતાનું તેના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઇ ગયું છે. આ પછી સુસ્મિતાએ રોહમન સાથેની તસ્વીર શેર કરીને આ ખબરને ખોટી સાબિત કરી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks