58 વર્ષના લલિત મોદીને છોડી 30 વર્ષના એક્સ બોયફ્રેન્ડ રોહમન સાથે ફરી ઇલુ ઇલુ ચાલુ કર્યું? તસવીરો જોઈને ફેન્સ ચોંકી ઉઠ્યા હવે

બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન આ દિવસોમાં IPLના પૂર્વ ચેરમેન લલિત મોદી સાથેના અફેરને લઈને ઘણી ચર્ચામાં છે. લલિત મોદીએ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર સુષ્મિતા સાથેના પોતાના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા હતા. જો કે સુષ્મિતાએ હજુ સુધી લલિત સાથેના તેના સંબંધોની પુષ્ટિ કરી નથી. ત્યારે તાજેતરમાં ભૂતપૂર્વ મિસ યુનિવર્સે તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ રોહમન શૉલ અને અન્ય પરિવારના સભ્યો સાથે તેની માતાનો જન્મદિવસ ઉજવ્યો. સોમવારે ઈન્સ્ટાગ્રામ લાઈવ દરમિયાન સુષ્મિતાએ ફેમિલી સેલિબ્રેશનની કેટલીક ઝલક ફેન્સ સાથે શેર કરી હતી.

જ્યારે સુષ્મિતા તેની માતા સાથે ઇન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે વાતચીત કરી રહી હતી, ત્યારે રોહમન બેકગ્રાઉન્ડમાં સુષ્મિતાની પુત્રીઓ સાથે વાત કરતો જોવા મળ્યો હતો. લલિત સાથેના અફેરના સમાચારો વચ્ચે સુષ્મિતાના ફેમિલી સેલિબ્રેશનમાં રોહમનનું આ રીતે આવવું ફેન્સમાં એક મોટો સવાલ ઊભો કરી રહ્યો છે.આ ફેમિલી પાર્ટીમાં લલિત મોદી ક્યાંય જોવા મળ્યા ન હતા. સુષ્મિતા સેન તેની માતાના જન્મદિવસ પર ચાહકો સાથે લાઇવ ચેટ પર આવી હતી. આ દરમિયાન, તેણે જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે તેના ચાહકોનો આભાર માન્યો હતો.

પરંતુ વિડિયોમાં ચાહકોએ કંઈક એવું જોયું કે જેને જોઈને માત્ર ચાહકો જ નહીં લલિત મોદી પણ આશ્ચર્યચકિત થઈ ગયો હશે. સુષ્મિતા સેનનો એક્સ બોયફ્રેન્ડ રોહમન શૉલ સુષ્મિતાની માતાની બર્થડે પાર્ટીમાં જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે સુષ્મિતાની દીકરી સાથે રોહમનનું ખૂબ જ સારું બોન્ડિંગ છે. રોહમન શોલ અને સુષ્મિતા સેનનું બ્રેકઅપ થયું હોવા છતાં આજે પણ બંને વચ્ચે ખાસ સંબંધ છે.બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન અને રોહમન શાલ ગયા વર્ષે ડિસેમ્બરમાં અલગ થઈ ગયા હતા. બંનેએ સોશિયલ મીડિયા દ્વારા તેમના બ્રેકઅપની માહિતી આપી હતી.

ત્યાં બ્રેકઅપ પછી સુષ્મિતા સેનને તેની પુત્રીઓ અને રોહમનના સંબંધોને લઈને કોઈ સમસ્યા નથી. હકીકતમાં અભિનેત્રીએ પહેલા જ કહ્યું છે કે રોહમન શૉલ તેની પુત્રીઓ માટે પિતા સમાન છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા લલિત મોદીએ સુષ્મિતા સેન સાથેની પોતાની કેટલીક રોમેન્ટિક તસવીરો ટ્વિટર પર શેર કરી હતી અને લોકોને એ પણ કહ્યું કે બંને ડેટ કરી રહ્યા છે. આટલું જ નહીં લલિતે સુષ્મિતા સેનને બેટર હાફ ગણાવી હતી અને કહ્યું હતું કે તે જલ્દી લગ્ન કરવા જઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Nikhil Rao (@bg0260)

પરંતુ બાદમાં સુષ્મિતા સેને એક પોસ્ટ દ્વારા લગ્નની વાતને ફગાવી દીધી હતી. જણાવી દઈએ કે સુષ્મિતા સેન અને મોડલ રોહમન શાલ 2018થી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંને ઘણીવાર તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રોમેન્ટિક તસવીરો પોસ્ટ કરતા જોવા મળતા હતા. જો કે, રોહમન અને સુષ્મિતા 4 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ અલગ થઈ ગયા હતા. આવી સ્થિતિમાં, સુષ્મિતાના ફેમિલી ફંક્શનમાં રોહમનના આવવાને કારણે ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે સુષ્મિતા અને રોહમન ફરી એકવાર એક થઇ ગયા છે.

Shah Jina