બોલીવુડની અભિનેત્રીઓને ટક્કર મારે એવી છે સુષ્મિતાની દીકરી, જુઓ તસ્વીરો
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ અને બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેનની મોટી પુત્રી રીની સેન બોલિવૂડમાં કરિયર બનવવા જઈ રહી છે. રિની સેન શોર્ટ ફિલ્મ ‘સુત્તબાઝી’ થી અભિનેત્રી તરીકે બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. ગુરુવારે સુષ્મિતા સેનનો 46મો જન્મદિવસ હતો.
View this post on Instagram
સુનિમિતા સેનના 46માં જન્મદિવસ પર રીની ફિલ્મ સુત્તબાજીનું ટ્રેલર રિલીઝ થયું છે. આ રીતે પુત્રીએ તેની માતાના જન્મ દિવસના ગિફ્ટ આપી હતી. ફિલ્મમના નામથી સ્પષ્ટ છે કે આ ફિલ્મ ધૂમ્રપાનના વિષય પર બનાવવામાં આવી છે. આ ફિલ્મના નિર્દેશક કબીર ખુરાના છે.
કબીર ખુરાનાએ એક દિવસ પહેલા સોશિયલ મીડિયા પર આ ફિલ્મનું પોસ્ટર શેર કર્યું હતું. રિની સેને ફિલ્મ ‘સુતાબાજી’ માં 19 વર્ષીય યુવતીનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મ ‘સુતાબાજી’ નું ટ્રેલર લગભગ 1 મિનિટનું છે. આમાં રીની સેનની અભિનયની પ્રશંસા થઈ રહી છે.
ફિલ્મના ટ્રેલર બતાવે છે કે લોકડાઉનને કારણે તેને તેના માતાપિતા સાથે રહેવું પડે છે. તે ધૂમ્રપાન કરવાની ટેવને કારણે પરેશાન થઈ જાય છે. આ ફિલ્મમાં બતાવેલ કુટુંબમાં, દરેક વ્યક્તિ હંમેશાં એક બીજા સાથે લડતા હોય છે. જણાવી દઈએ કે રાહુલ વોહરા અને કોમલ છાબરીયા તેના માતા-પિતાની ભૂમિકા ભજવે છે. આ ફિલ્મ આવતા મહિને રિલીઝ માટે તૈયાર છે.
21 વર્ષની રીની એકદમ ક્યૂટ છે અને તેને તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને પબ્લિક કર્યું છે. ઇન્સ્ટાગ્રામ પર તેની તસ્વીરો ઓછી હોવા છતાં પણ તેની અદાઓ કોઈ પણ અભિનેત્રી કરતા ઓછી નથી.
View this post on Instagram
સુષ્મિતા સેને વર્ષ 2000 માં રીનીને દત્તક લીધી હતી. રિનીની એક નાની બહેન એલિશા પણ છે જેમને સુષ્મિતા સેને 2010 માં દત્તક લીધી હતી. અભિનેત્રીએ હજી લગ્ન કર્યા નથી.
View this post on Instagram
સુષ્મિતા સેને એકલા હાથે તેમની બે પુત્રીઓને મોટી કરી. તે ઘણીવાર પોતાના તસ્વીરો તેની દીકરીઓ સાથે સોશિયલ મીડિયા પર શેર કરે છે.