ખુશખબરી: કુંવારી સુષ્મિતા સેનના ઘરે થશે નવા મહેમાનની એન્ટ્રી, જાણો વિગત

બોલીવુડ સુંદરી સુષ્મિતા સેનના ઘરમાં નાના બાળકનું આગમન થવાનું છે. એક્ટ્રેસ હવે ફઈ બનવા જઈ રહી છે. તેની ભાભી ચારુ અસોપા ગર્ભવતી છે. તેણે તાજેતરમાં જ ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી ગર્ભાવસ્થા વિશે જાણકારી આપી હતી.ટીવી ઇંડસ્ટ્રીની જાણિતી અભિનેત્રી અને મિસ યુનિવર્સ રહી ચૂકેલી સુસ્મિતા સેનની ભાભી ચારુ અસોપા તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે.ચારૂ અસોપાએ સુસ્મિતાના ભાઇ રાજીવ સેન સાથે લગ્ન કર્યા છે. આ કપલ તેમની કેમેસ્ટ્રી અને તેમની ઇંટીમેટ તસવીરને લઇને પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતા હોય છે.

ચારૂ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની ગ્લેમરસ અને હોટ તસવીરો પણ શેર કરતી રહે છે. તેણે થોડા સમય પહેલા જ સફેદ ડ્રેસમાં તસવીર શેર કરી હતી, જેમાં તે ખૂબ જ હોટ અને ખૂબસુરત લાગી રહી હતી.

તે સફેદ નેટ ગાઉનમાં જોવા મળી રહી હતી અને તેણે વાળમાં ફૂલ પણ લગાવેલુ હતુ. આ આઉટફિટમાં તેણે ઘણા પોઝ આપ્યા હતા. આ નેટ ગાઉન એવુ હતુ કે ચારૂની તેમાંથી જોવા મળી રહી હતી.

ટીવી એક્ટ્રેસ ચારૂએ જણાવ્યું કે, ‘હું જાણું છું કે આટલી જલ્દી આ બધી વાતો લોકોને ના જણાવી જોઈએ પરંતુ આ સમય મારા માટે ખૂબ સ્પેશિયલ છે.

મારા બોડી અને મૂડમાં ઘણાં ફેરફાર આવી રહ્યા છે. આ સમયે સવાલ પૂછવાવાળાઓને હું કહેવા માગું છું કે, હા હું ગર્ભવતી છું અને માતા બનવાની છું. મારું માનવું છે કે આ ક્ષણ કોઈ પણ સ્ત્રીની જીંદગીમાં સૌભાગ્યવાળી હોય છે.

હું ઈચ્છું છું કે તમે લોકો મારા આવનારા બાળકને આશીર્વાદ આપો. આ પહેલા તેણે પિંક કલરના શોર્ટ આઉટફિટમાં તસવીરો શેર કરી હતી. જેમાં તે ઘણી ખૂબસુરત લાગી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Charu Asopa Sen (@asopacharu)

ચારૂ અસોપા આ તસવીરોમાં રેડ જોવા મળી રહી છે. તે ઘણા બોલ્ડ અને હોટ પોઝ આપી રહી છે. આ તસવીરોએ તો ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Charu Asopa Sen (@asopacharu)

ચારૂ અસોપા અવાર નવાર તેની હોટ અને બ્યુટીફુલ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેણે સિઝલિંગ તસવીરો શેર કરી હતી જેમાં તે પર્પલ કલરના લહેંગામાં જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Charu Asopa Sen (@asopacharu)

ચારૂ તેના પતિ સાથે પણ ઘણી તસવીરો શેર કરતી રહે છે. તેઓ થોડા સમય પહેલા જ ગોવામાં વેકેશન મનાવવા ગયા હતા અને તે સમયની તસવીરો તેઓ બંનેએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Rajeev Sen (@rajeevsen9)

તમને જણાવી દઇએ કે, છેલ્લા વર્ષે ચારૂ અને રાજીવ વચ્ચે સંબંધમાં તિરાડ પડી હતી. લોકડાઉન દરમિયાન રાજીવ અને ચારૂ વચ્ચે અનબન થઇ હતી. રાજીવ ચારૂને છોડીને દિલ્લી આવી ગયા હતા. જયારે ચારૂ મુંબઇમાં જ રહી હતી. તે બાદ બંનેએ સોશિયલ મીડિયા પર ક્રિપ્ટિક પોસ્ટ પણ લખી હતી.

જો કે, સપ્ટેમ્બર સુધી તેઓ બંને વચ્ચે બધુ ઠીક થવા લાગ્યુ અને તેઓની રોમેન્ટિક તસવીરો ફરી સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી.

તમને જણાવી દઇએ કે, ચારૂ તેની નણંદ અને પૂર્વ મિસ યુનિવર્સ સુસ્મિતા સેનની ઘણી નજીક છે. બંને ઘણીવાર સાથે મસ્તી કરતા દેખાય છે.

 

View this post on Instagram

 

A post shared by Charu Asopa Sen (@asopacharu)

ઉલ્લેખનીય છે કે, લગ્ન બાદ ચારૂએ હાલમાં જ થોડા સમય પહેલા તેનો બીજો ગણગૌર સેલિબ્રેટ કર્યો હતો. આ દરમિયાન ચારૂ રાજસ્થાની અંદાજમાં જોવા મળી હતી અને ખૂબ જ ખૂબસુરત પણ લાગી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Charu Asopa Sen (@asopacharu)

ચારૂએ આ ગણગૌરની ઘણી તસવીરો શેર કરી હતી, આ તસવીરો પર ચાહકોએ ખૂબ પ્રેમ વરસાવ્યો હતો. આ તસવીરો પણ ચારૂની ઘણી વાયરલ થઇ હતી.

ચારૂ અસોપાએ રાજીવ સેન સાથે 16 જૂન 2019ના રોજ લગ્ન કર્યા હતા. તેઓની પહેલી મુલાકાત લગ્નના કેટલાક સમય પહેલા જ થઇ હતી. જે બાદ બંનેએ એક બીજાને ડેટ કરવાનુ શરૂ કરી દીધુ હતુ.

ચારૂ અસોપાના ઘરે જલ્દી જ કિલકારીઓ ગુંજવાની છે. સોશિયલ મીડિયા પર તેણે પ્રેગ્નેંસીનું એલાન કર્યુ છે અને ચાહકો પાસે આશીર્વાદ માંગ્યા છે.

ચારૂ અસોપા અને રાજીવ જલ્દી જ પેરેન્ટ્સ બનવાના છે. બંને તેમના બેબીના સ્વાગત માટે ખૂબ જ એક્સાઇટેડ છે. ચારૂએ જણાવ્યુ કે હું અને રાજીવ ઘણા સમયથી બેબી પ્લાન કરી રહ્યા હતાા પરંતુ ભગવાનની મરજી આગળ કોઇનુ ચાલતુ નથી.

 

View this post on Instagram

 

A post shared by Charu Asopa Sen (@asopacharu)

ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે ચારૂએ વાતચીતમાં કહ્યુ કે, જયારે અમે ઉમ્મીદ છોડી દીધી ત્યારે અમને સરપ્રાઇઝ મળ્યુ. તેણે જણાવ્યુ કે, મારો પહેલો રીપોર્ટ નેગેટિવ આવ્યો, પરંતુ જયારે મેં બીજીવાર ટેસ્ટ કરાવ્યો તો ભગવાને મારી સાંભળી લીધી. રાજીવ અને મારા જીવનનો એક નવો અધ્યાય શરૂ થશે. તેણે જણાવ્યુ કે તેની ડિલીવરી નવેમ્બરમાં થશે.

ચારૂએ આગળ જણાવ્યુ કે, આ ખુશખબરી સાંભળ્યા બાદ દીદી એટલે કે સુસ્મિતા સેન ઘણી જ એક્સાઇટેડ છે. તે મને વોઇસ મેસેજ કરતા રહે છે અને તે ખૂબ જ શાનદાર હોય છે. તે ઘણા ખુશ છે અને બાળકની આ દુનિયામાં આવવાની રાહ જોઇ રહી છે. તેમની દીકરીઓ પણ ઘણી જ એક્સાઇટેડ છે.

YC